Uttarakhand Police train street dog and include in Squad
  • Home
  • Videos
  • Featured Videos
  • શેરીઓમાં રખડતા શ્વાનને ઉત્તરાખંડ પોલીસે આપ્યું મોંઘેરું માન, દળમાં કર્યો સામેલ..જુઓ Video

શેરીઓમાં રખડતા શ્વાનને ઉત્તરાખંડ પોલીસે આપ્યું મોંઘેરું માન, દળમાં કર્યો સામેલ..જુઓ Video

 | 9:35 am IST

સોશિયલ મીડિયા પર હાલ ઉત્તરાખંડ પોલીસનો એક વીડિયો વાયરલ થઇ રહ્યો છે. જેને લોકો ખૂબ જ પસંદ કરી રહ્યા છે અને વખાણ કરી રહ્યા છે. કારણ કે આ વીડિયોમાં ઉત્તરાખંડ પોલીસે સ્ટ્રીટ ડોગ(રખડતો કૂતરો) ને શ્વાન દળની શાન બનાવ્યો છે. ઉત્તરાખંડ પોલીસ દ્વારા કરવામાં આવેલ આ દેશમાં એવો પહેલો પ્રયોગ છે.

મીડિયા રિપોર્ટ મુજબ ઉત્તરાખંડ પોલીસે રખડતા શ્વાનને પોલીસની ટ્રેનિંગ આપી તો તે બ્રાન્ડેડ નસ્લોના લાખો રૂપિયાના ડોગીથી પણ આગળ નીકળ્યો છે. આ ડોગી ઉત્તરાખંડ પોલીસનો સૌથી ચુસ્ત અને તેજ સ્નિફર ડોગ છે. ઉત્તરાખંડ પોલીસે આ ડોગીની 6ની ખૂબીને પોતાની તાકત બનાવી છે. હવે આ ડોગી સ્ક્વાડનો હિસ્સો બન્યો છે. આ સ્નિફર ડોગીનું નામ ‘ઠેંગા’ રાખવામાં આવ્યું છે. આની ટ્રેનિંગનો ખર્ચ પણ અન્ય બ્રાન્ડેડ નસ્લના ડોગીની સરખામણીએ ખૂબજ ઓછો છે. આ ડોગની ટ્રેનિંગનો એક વીડિયો ઉત્તરાખંડ પોલીસે તેમના ટ્વિટર હેન્ડલ પર શેર કર્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન