- Home
- Videos
- Featured Videos
- ગંગાના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા યુવકની વ્હારે ચડી ઉત્તરાખંડ પોલીસ

ગંગાના ધસમસતા પ્રવાહમાં તણાઈ રહેલા યુવકની વ્હારે ચડી ઉત્તરાખંડ પોલીસ
ચોમાસુ શરૂ થતાની સાથે જ વરસાદના કારણે દેશમાં મોટાભાગની નદીઓમાં ઘોડાપુર આવે છે. અનેક રાજ્યો તો હાલ પૂરનો સામનો કરી રહ્યાં છે. હરિદ્વારમાં ગંગા નદી પણ બે કાંઠે વહી રહી છે. ગંગાના ધસમસતા પ્રવાહમાં હરિયાણાનો એક યુવક તણાયો હતો. તે ગંગા નદીમાં વચ્ચો વચ પ્રવાહમાં તણાઈ રહ્યો હતો. પરંતુ ઘાટ પર હાજર ઉત્તરાખંડ પોલીસના એક જવાને પોતાના જીવની પરવાહ કર્યા વગર તેને બચાવી લીધો હતો.
હરિયાણાના રહેવાસી વિશાલે કહ્યું હતું કે, તે કાંગડા ઘાટ પર નહાવા માટે ગયો હતો. તે દરમિયાન તેનો પગ લપસી ગયો હતો અને તે ગંગાના ધસમસતા પ્રવાહમાં તણાવવા લાગ્યો હતો. વિશાલને તણાતો અનેક લોકો જોઈ રહ્યા હતાં. પાણીનો પ્રવાહ જ એટલો હતો કે કોઈ તેમાં કુદકો લગાવીને યુવકને બચાવી શકે. પરંતુ કાંઠે ઉભેલા ઉત્તરાખંડ પોલીસના જવાન સન્નીની નજર વિશાલ પર પડી હતી. સન્નીએ પોતાના જીવનો પળ વાર પણ વિચાર કર્યા વગર નદીમાં છલાંગ લગાવી હતી અને વિશાલને ઉગારી લીધો હતો. આ ઘટનાની ચારેકોર ભારે પ્રશંસા થઈ રહી છે.
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન