uttarakhand weather railfall videos mall road bridge washed away
  • Home
  • Featured
  • ઉત્તરાખંડમાં આસમાની આફત, કુદરતના રૌદ્ર રૂપનો ભયાનક Video

ઉત્તરાખંડમાં આસમાની આફત, કુદરતના રૌદ્ર રૂપનો ભયાનક Video

 | 1:54 pm IST
  • Share

  • ઉત્તરાખંડમાં આસમાની આફત હવામાન વિભાગે આપી ચેતવણી
  • ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું
  • ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢ ઉંચા વિસ્તારમાં બરફવર્ષાની ચેતવણી

 

છેલ્લા બે દિવસથી ઉત્તરાખંડમાં સતત વરસાદ બાદ સમગ્ર રાજ્યમાં તારાજી સર્જાઈ છે. હવામાન વિભાગ (IMD) એ પણ આજે એટલે કે 19 ઓક્ટોબરે ભારેથી અતીભારે વરસાદની (Heavy Rainfall) આગાહી કરી છે. ભારે વરસાદ માટે ઓરેન્જ એલર્ટ જારી કરવામાં આવ્યું છે. ઘણા જિલ્લાઓમાં ભારે વરસાદ સાથે, ઉત્તરકાશી, ચમોલી, રૂદ્રપ્રયાગ, બાગેશ્વર, પિથોરાગઢના 3500 મીટરથી વધારે ઉંચા વિસ્તારમાં બરફવર્ષાની ચેતવણી પણ છે.

દરમિયાન વહીવટીતંત્રે સાવધાનીના પગલે હરિદ્વાર અને ઋષિકેશમાં ચારધામ યાત્રા માટે આવેલા યાત્રાળુઓને રોક્યા છે. હવામાન સાફ થયા બાદ જ કેદારનાથ, બદ્રીનાથ માટે પ્રસ્થાન કરવા દેવામાં આવશે. ભારે વરસાદના કારણે રસ્તાઓ પર પૂર જેવી સ્થિતિ છે. ટ્રેક્ટરથી લઇને કાર સુધી બધું જ પાણીમાં વહેતું જોવા મળે છે.

ઉત્તરાખંડમાં આકાશમાંથી એવી આપત્તિ આવી છે કે જમીન પર ભયંકર તબાહીના દૃશ્યો લાવી છે. વરસાદ વચ્ચે પાણીના જોરદાર પ્રવાહને કારણે નદીઓ બે કાંઠે વહી રહી છે. ઋષિકેશમાં, જ્યાં ગંગાના મોજા ઉછળી રહ્યા છે, નૈનીતાલમાં, તળાવનું પાણી મોલ રોડ સુધી પહોંચી ગયું છે.

ગંગા અને તેની સહાયક નદીઓ ખરબચડા સ્વરૂપમાં છે નદીઓનું રૌદ્ર રૂપ ડરામણુ છે જ્યાં જુઓ ત્યા બસ પાણી જ પાણી. ચારેકોર તબાહી છે. ગંગાએ ઋષિકેશ ઘાટીને પોતાની આગોશમાં સમાવી લીધુ છે. ઉત્તરાખંડમાં નૈનીતાલના ગરમ પાણીની શિપ્રા નદીએ તબાહી મચાવી છે. શિપ્રા નદીનું વિકરાળ સ્વરૂપ, જે સામાન્ય રીતે શાંત હોય છે, નદીના કિનારે રહેતા લોકો ત્રાહીમામ પોકારી ઉઠ્યા છે.

લોકોના ઘરોમાં પાણી ભરાઈ ગયા છે. પરિસ્થિતિને જોતા સ્થાનિક રહીશોમાં ભારે ભયનું વાતાવરણ છે. વહીવટી તંત્ર સતત દેખરેખ રાખી રહ્યુ છે આપત્તિગ્રસ્ત લોકોને કામચલાઉ આશ્રયસ્થાનો આપવામાં આવી રહ્યા છે. ચારેતરફથી મદદ આવી રહી છે જો કે કુદરતના આ રૌદ્ધ રૂપ સામે માનવતા વામણી ભાસી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો