ગૃહમંત્રી અમિત શાહે અમદાવાદમાં કરી ઉત્તરાયણની ઉજવણી, સેલ્ફી લેવાં લોકોની પડાપડી

ઉત્તરાયણ પર્વને લઈ કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ (Amit Shah) અમદાવાદમાં છે. અમદાવાદમાં અમિત શાહે ઉત્તરાયણની ઉજવણી કરી હતી. અમિત શાહે થલતેજના મેપલ ટ્રીના PME-બ્લોક ખાતે પતંગ ચગાવ્યો હતો. અમિત શાહને જોવા માટે મોટી સંખ્યામાં લોકો ધાબા પર ઉમટી પડ્યા હતા. ઉલ્લેખનીય છે કે, અમિત શાહ દર વર્ષે ઉત્તરાયણ પોતાના પરિવાર સાથે ઉજવે છે.
Gujarat: Union Home Minister Amit Shah takes part in a Makar Sakranti program in Ahmedabad and flies a kite pic.twitter.com/EGDjxgbRy9
— ANI (@ANI) January 14, 2021
અમિત શાહ થલતેજ બાદ ઘાટલોડિયાના અર્જુન ટાવર ખાતે પહોંચ્યા હતા. અહીં સ્થાનિકોએ તેઓનું ઉમળકાભેર સ્વાગત કર્યું હતું. કેન્દ્રીય ગૃહમંત્રીને જોઈ સ્થાનિકોમાં ભારે ઉત્સાહ જોવા મળ્યો હતો. જો કે, અમિત શાહના પતંગ પણ કયાઈ ગયા હતા. સ્થાનિકોએ અમિત શાહ સાથે સેલ્ફી પણ ખેંચી હતી. મહિલાઓએ પણ સેલ્ફી લેવા માટે પડાપડી કરી હતી.
અમિત શાહ ભલે દિલ્હીમાં હોય, પણ ઉત્તરાયણનો પર્વ તે પોતાના પરિવાર સાથે જ ઉજવે છે. ગત વર્ષે તેઓએ આનંદનગર રોડ પર આવેલા કનકકલા એપાર્ટમેન્ટ, વાડજ, અને સરખેજ સહિત ચાર જગ્યાએ ઉતરાયણની ઉજવણી કરી હતી.
આ વીડિયો પણ જુઓઃ ગુજરાતી સેલેબ્સ સાથે ઉત્તરાયણ સેલિબ્રેશન
નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.
તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.
લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન