Uttarpradesh gurugram woman arrested fraud blackmail
  • Home
  • India
  • યુવતીએ બનાવ્યો પોતાનો જ અશ્લિલ વીડિયો, કારણ જાણી તમે પણ ચોંકી જશો

યુવતીએ બનાવ્યો પોતાનો જ અશ્લિલ વીડિયો, કારણ જાણી તમે પણ ચોંકી જશો

 | 6:10 pm IST

ગુરૂગ્રામના સદર પોલીસ સ્ટેશન ક્ષેત્રમાં યુવકને બ્લેકમેલ કરવા માટે અને ધમકાવી 40 લાખ રૂપિયા માંગવાના આરોપમાં એક યુવતીની ધરપકડ કરવામાં આવી છે. સેક્ટર-39માં એક વર્કશોપ ચલાવનાર જયકિશને પોલીસને ફરિયાદ કરી હતી. જય કિશને કહ્યું હતું કે ઉત્તર પ્રદેશની રહેવાસી આ યુવતી સાથે તેની મુલાકાત બે મહિના પહેલા થઇ હતી.

મુલાકાત બાદ બંને વચ્ચે શારિરીત સંબંધ બન્યા હતા. જયનું કહેવું છે કે, યુવતીએ તેના અશ્લિલ વીડિયો બનાવી લીધા હતા અને બાદમાં સાર્વજનિક કરવાની ધમકી આપવા લાગી. પોલીસે કહ્યું કે, 32 વર્ષીય શિવાનીએ લગભગ 40 લાખની ડીમાન્ડ કરવાની શરૂઆત કરી દીધી હતી.

પોલીસે યુવતીના ષડયંત્રનો પર્દાફાશ કરવા માટે જાળ બિછાવી દીધી હતી. એક લાખની રકમ આપવાના બહાને યુવતીને બોલાવવામાં આવી હતી અને બાદમાં મામલાનો ખુલાસો થયો. પોલીસે જણાવ્યું કે, 32 વર્ષીય શિવાની ઉત્તર પ્રદેશના ફરૂખાબાદની રહેવાસી છે. તે ગુરૂગ્રામમાં કામની શોધમાં આવી હતી.

હાલમાં પોલીસ યુવતીની ક્રામઇ કુંડળી ખંગોળી રહી છે. પોલીસે વાતની જાણકારી મેળવવાની કોશિશ કરી રહી છે કે, આ પહેલા પણ યુવતી આલી ઘટનાને અંજામ આપી ચૂકી છે કે નહી.

આ વીડિયો પણ જુઓ : કાયદાની બીકે હવે અમદાવાદીઓ દોડતા થયા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન