#Uttrayan: 20 People Injured By Manja, 4 Died
  • Home
  • Ahmedabad
  • ગુજરાતમાં 42 લોકોને દોરી વાગી, બે બાળકો સહિત ચારના મોત, 48 ધાબા પરથી પડ્યા

ગુજરાતમાં 42 લોકોને દોરી વાગી, બે બાળકો સહિત ચારના મોત, 48 ધાબા પરથી પડ્યા

 | 2:38 pm IST

મકરસંક્રાંતિના તહેવારની ધામધૂમથી ઉજવણી થઇ રહી છે તેની વચ્ચે સમગ્ર રાજ્યમાં ચાર લોકોના કરૂણ મોત નીપજયા છે. જ્યારે ગળા કપાવાના 20 જેટલા કેસો સામે આવ્યા છે. જેમાં દોરીના કારણે બે બાળકો સહિત ચાર લોકોના મોત થયા છે. આ ઉપરાંત ગુજરાતના મુખ્ય શહેરોમાં હુમલાના 17, ધાબા પરથી પડ્યાના 48, દાઝવાના 3, દોરી વાગવાના 42, વાહન અકસ્માતના 78 અને વાહન વિનાના અકસ્માતના 65 કેસ નોંધાયા છે.

– ધોળકા-ખેડા હાઈ વે પર પતંગની દોરી ગળામાં ફસાતા બાઇક સવારનું ઘટના સ્થળે જ મોત થયું હતું. જ્યારે એક ઇજાગ્રસ્તને 108 એમ્બ્યુલન્સ દ્વારા પ્રાથમિક સારવાર આપી હતી.

– મહેસાણાના લવાર ચકલા વિસ્તારમાં સાયકલ લઈને જઈ રહેલા 8 વર્ષના બાળકનું ગળામાં દોરી ફસાતા મોત થયું છે.

– ડીસામાં 10 વર્ષની બાળકી ધાબા પરથી પટકાતા મોત નિપજ્યું છે.

– આણંદના બદલપુરમાં પતંગની દોરીથી યુવકનું ગળું કપાતા સારવાર દરમ્યાન જ મોત નીપજ્યું છે.

ઉત્તરાયણ પર્વને લઈ ઈમર્જન્સીને પહોંચી વળવા 108ની ટીમો તૈનાત કરાઈ છે. જેને પગલે ફર્સ્ટએડ, EMT(ઈમર્જન્સી મેડિકલ ટ્રીટમેન્ટ)ડૉકટરની ટીમ સાથે 108ની એમ્બ્યુલન્સ તૈયાર રાખી છે.

પતંગ ચગાવતી વખતે ખાસ સલામતી રાખવાની અપીલ ઇમજરન્સી સેવા 108 દ્વારા કરાઇ છે. જેમાં લીસી, ખરબચડી, તૂટેલી, નબળી છત કે ધાબા પર ઉભા ન રહેવું જોઇએ. નબળા, જર્જરિત બાંધકામ કે છાપરા પર પતંગ ચગાવવા ન ચઢવું, ઉંચાઇએથી જમીન પર કૂદવું નહીં, જાહેર રસ્તાઓ પર પતંગ પકડવા દોડવું નહીં, ઇલેક્ટ્રીક વાયર, રોડ અને વીજળીના થાંભલાની નજીક પતંગ ચગાવવા નહીં વગેરે તકેદારી રાખવાની અપીલ કરાઇ છે.