રજાઓમાં પણ વાંચન જરૂરી   - Sandesh
  • Home
  • Kids Corner
  • રજાઓમાં પણ વાંચન જરૂરી  

રજાઓમાં પણ વાંચન જરૂરી  

 | 2:46 am IST

બે પાક્કા મિત્રો હતાં. એકનું નામ હતું રંજન અને બીજાનું નામ હતું વીર. બંને જણા આઠમાં ધોરણમાં ભણતા હતા. તેઓ એક જ સ્કૂલમાં અને એક જ ક્લાસમાં ભણતા હતા. બંનેની મિત્રતા એટલી પાક્કી કે લોકો તેમની મિશાલ આપતા હતા. સ્કૂલમાં શિક્ષકો પણ તેમની મિત્રતાના વખાણ કરતા હતા. આખો દિવસ બંને સાથેને સાથે જ રહે. સ્કૂલમાં સાથે અને ઘરે આવીને પણ કયાં તો રંજન વીરના ઘરે જોવા મળે અથવા વીર રંજનના ઘરે જ હોય. તેવો રોજ સ્કૂલમાં પણ સાથે જતા અને એક જ બેન્ચ પર બેસતા હતા. બંનેની મિત્રતા આટલી પાક્કી હોવા છતાં રંજન ભણવામાં હોશિયાર હતી, જ્યારે વીર ભણવામાં મધ્યમ હતો. રંજન તેને ઘણીવાર સમજાવતી કે તું ભણવામાં ધ્યાન આપ પણ વીર બધંુ રમતમાં જ લેતો હતો. તેવામાં નવરાત્રિનું વેકેશન પડવાનું હતું અને શિક્ષકે ક્લાસમાં જાહેર કર્યું કે નવરાત્રિના વેકેશન પછી તમારી પરીક્ષા શરૂ થશે, તેથી ગરબા રમવાની સાથે પરીક્ષાની તૈયારી કરવી પણ જરૂરી છે. રજાનું નામ સાંભળી બધા છોકરાઓ ખુશ થતા ઘરે ગયાં. તેમાં વીર તો કંઇક વધારે ખુશ હતો. કારણ કે તેને ગરબા રમવા ખૂબ જ ગમતા હતા. બીજા દિવસથી નવરાત્રિ શરૂ થઇ વીર મસ્તમજાનો કુર્તો અને લેંગો પહેરીને રંજનના ઘરે આવ્યો અને બંને જણા ગરબા રમવા ગયા. તેઓએ ખૂબ જ મોજ કરી અને ખૂબ ગરબા ગાયા. આખો દિવસ ગરબા રમવાને કારણે બીજે દિવસે સવારે વીર મોડો ઊઠયો જ્યારે રંજન વહેલી સવારે ઊઠીને નાહી ધોઇને વાંચવા બેસી ગઇ. બીજી બાજુ વીર અગિયાર વાગે ઊઠીને નાહી ધોઇને સીધો રંજનના ઘરે ગયો ત્યારે રંજન વાંચતી હતી. રંજન વીરને જોઇને તેને પૂછવા લાગી કે તે કેટલંુ વાંચ્યું પણ વીરે કીધંુ કે હું તો ઊઠયો જ મોડો છું તો હજી સુધી કંઇ વાંચ્યું નથી. પછી વીર બોલ્યો એ છોડ તું એ બોલ કે આજે રાત્રે ગરબામાં હુ શું પહેરુ કઇ ખબર નથી પડતી. ત્યારે રંજન બોલી તે વખતની વાત તે વખતે છોડીશું તું હમણાં ભણવામાં ધ્યાન આપ. તેમજ રંજને એમ પણ કહ્યું કે ચાલ તુ પણ બેસીજા મારી સાથે વાંચવા રોજ થોડું થોડું વાંચશુ તો પરીક્ષામાં તકલીફ નહીં પડે. પણ વીરને તો ભણવાનું બિલકુલ ગમતું ન હતું, તેથી કોઇ બહાનું કાઢીને ઘરે જતો રહ્યો. આમને આમ નવરાત્રિ પતી ગઇ અને પરીક્ષા પણ આવી ગઇ. વીરે છેલ્લી ઘડીએ વાંચવાનું ચાલુ કર્યું, જેને કારણે પરીક્ષામાં પેપર વખતે તે મુંઝવણમાં પડી ગયો. આખરે પરીક્ષા પતી ગઇ અને રીઝલ્ટ આવ્યંુ. વીર પાસિંગ માર્ક સાથે માંડ માંડ પાસ થયો. ત્યારે તેને તેની ભૂલ સમજાઇ. ત્યારથી તેને નક્કી કર્યું કે રજા હોય તો પણ રોજ થોડું થોડું વાંચવું

[email protected]