Vaccination drive based on election process: Dr Harsh Vardhan
  • Home
  • Election
  • 20 મંત્રાલય, 23 વિભાગ…કોરોના વેક્સીનેશન માટે ચૂંટણી જેવી મોદી સરકારની આવી મહાતૈયારી

20 મંત્રાલય, 23 વિભાગ…કોરોના વેક્સીનેશન માટે ચૂંટણી જેવી મોદી સરકારની આવી મહાતૈયારી

 | 10:04 am IST
  • Share

દેશ (India)માં કોરોનાની રસી (Corona Vaccine)ની લોકો આતુરતાથી રાહ જોઇ રહ્યા છે. લોકો સુધી સુવિધાજનક રીતે તેને પહોંચવા માટે સરકારે કમર કસી લીધી છે. નકસલ પ્રભાવિત વિસ્તારોમાં કોરોના રસીની ઉપલબ્ધતાથી લઇ રસીકરણ કેન્દ્રો (Vaccination Centers)પર ભીડને સંભાળવા સુધી અને કોઇપણ પ્રકારની અડચણ વગર વીજળીનો પુરવઠો સુનિશ્ચિત કરવા માટે સરકાર સંપૂર્ણપણે તૈયાર છે. દેશભરમાં કોરોના રસીના રોલ-આઉટમાં સ્વાસ્થ્ય મંત્રાલય સિવાય અંદાજે 20 મંત્રાલય અને 23 વિભાગ મહત્વપૂર્ણ ભૂમિકા નિભાવશે.

બ્લોક સ્તર સુધી ગાઇડલાઇન્સ નક્કી

સ્વાસ્થ્ય મંત્રાલયના મતે કોવિડ-19 માટે નેશનલ એક્સપર્ટ ગ્રૂપ ઓન વેક્સીન એડમિનિસ્ટ્રેશન (NEGVA)ના માર્ગદર્શનમાં કેટલાંય મંત્રાલય અને વિભાગ રસીકરણ અભિયાનમાં મદદ માટે લાગી ગયું છે. રસીકરણને લઇ રજૂ કરાયેલી એસઓપીમાં સ્વાસ્થ્ય મંત્રાલય એ કહ્યું છે કે કોઓર્ડિનેશન મિકેનિઝમને રષ્ટ્રીય, રાજ્ય, જિલ્લા અને બ્લોક સ્તર પર ઓલરેડી નક્કી કરી લેવાયું છે.

વેક્સીનેશન માટે ચૂંટણી પ્રક્રિયાની જેમ તૈયારી

કેન્દ્રીય સ્વાસ્થ્ય મંત્રી ડૉ.હર્ષવર્ધને કહ્યું કે અમે વેક્સીનેશન માટે ચૂંટણી પ્રક્રિયાના આધાર પર બુથ સ્તર માટે તૈયારી કરી છે. 719 જિલ્લાના અંદાજે 57000 પ્રતિભાગીઓએ પોતાની ટ્રેનિંગ પૂરી કરી દીધી છે. અત્યાર સુધીમાં કુલ 96000 વેક્સીનેટર્સને ટ્રેનિંગ આપી દીધી છે.

ભારતમાં 28900થી વધુ કોલ્ડ ચેન પોઇન્ટસ

એક અધિકારીના જણાવ્યા મુજબ, ભારતભરમાં લગભગ 82 લાખ સાઇટ્સ છે પરંતુ તેમાંથી બધી કોવિડ રસી માટે યોગ્ય નથી. આનું કારણ સોશ્યલ ડિસ્ટેન્સિંગ જરૂરી છે. કોઈપણ સાઇટ્સ કે જેનો ઉપયોગ યુનિવર્સલ ઇમ્યુનાઇઝેશન પ્રોગ્રામ (UIP) હેઠળ થઈ શકે છે. યુઆઈપી હેઠળ ભારતમાં 28,900થી વધુ કોલ્ડ ચેઇન પોઇન્ટ્સ અને 85,000 થી વધુ ડિવાઇસીસ છે. આરોગ્ય મંત્રાલય આ નેટવર્કને વિસ્તૃત કરવાની જરૂરિયાત અંગે સતત પુનરાવર્તન કરી રહ્યું છે, જેના માટે હવે પશુપાલન અને ખાદ્ય અને નાગરિક પુરવઠા વિભાગનો પણ સમાવેશ કરવામાં આવ્યો છે.

કોરોના વેક્સીન પર આજે મોટી જાહેરાતની શકયતા

સરકારની તરફથી એ માહિતી આપી દેવામાં આવી છે કે કોરોના રસીને લઇ DCGI રવિવાર એટલે કે આજે પત્રકાર પરિષદ કરીને વારે 11 વાગ્યે મોટી જાહેરાત કરી શકે છે.

આ વીડિયો પણ જુઓ : UKથી સુરત આવેલ દર્દીના સંપર્કમાં આવેલ શખ્સ સંક્રમિત

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો