Vaccination in the country crossed the figure of 97 crores
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Corona
  • ભારત ટૂંક સમયમાં 100 કરોડ રસીકરણના માઈલસ્ટોનને પાર કરશે

ભારત ટૂંક સમયમાં 100 કરોડ રસીકરણના માઈલસ્ટોનને પાર કરશે

 | 11:32 pm IST
  • Share

  • દેશમાં રસીકરણનો આંકડો 97 કરોડને પાર
  • સ્વાસ્થ્ય મંત્રીએ જણાવ્યું ક્યારે 100 કરોડનો આંક પાર થશે
  • વિમાન, ટ્રેન, જહાજ અને મેટ્રો પર કરવામાં આવશે જાહેરાત

 

દેશમાં કોરોના રસીકરણ અભિયાન દિવસે દિવસે વધી રહ્યું છે. આ સાથે, રસીકરણની સંખ્યા 97 કરોડને પાર કરી ગઈ છે. આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલયે જણાવ્યું કે ગુરુવારે સાંજે 7 વાગ્યા સુધી દેશભરમાં 27 લાખથી વધુ ડોઝ આપવામાં આવ્યા છે. આજે રસીકરણનો 272 મો દિવસ હતો. આ પ્રસંગે કેન્દ્રીય આરોગ્ય મંત્રી મનસુખ માંડવિયાએ ગુરુવારે કહ્યું કે, ભારત 18 કે 19 ઓક્ટોબરની આસપાસ 100 કરોડ રસીકરણ લક્ષ્ય પ્રાપ્ત કરવાની આશા છે.

30 ટકા પુખ્ત વયના લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા 

કોવિડ વોરિયર્સ પર કોફી ટેબલ બુકનું વિમોચન કરતી વખતે કહ્યું કે, ભારતમાં જ્યારે કોરોના રસીના 100 કરોડ ડોઝ લોકોને આપવામાં આવશે ત્યારે તેની જાહેરાત દરિયાઈ બંદરો, રેલવે સ્ટેશન, બસ સ્ટેશન, મેટ્રો સ્ટેશન અને એરપોર્ટ પર કરવામાં આવશે. અત્યાર સુધી દેશમાં 73 ટકા પુખ્ત વયના લોકોને પ્રથમ ડોઝ આપવામાં આવ્યો છે, જ્યારે 30 ટકા પુખ્ત વયના લોકોને બંને ડોઝ આપવામાં આવ્યા છે.

100 કરોડનો લક્ષ્યાંક પ્રાપ્ત થશે ત્યારે ઉજવણી કરવામાં આવશે

આરોગ્ય મંત્રી માંડવિયાએ ટ્વિટ કરીને લખ્યું કે, દેશ 100 કરોડ રસીકરણ લક્ષ્ય તરફ આગળ વધી રહ્યો છે. અત્યાર સુધીમાં કોવિડ-19 રસીના 97 કરોડ ડોઝ આપવામાં આવ્યા છે. અમે કોરોના સામેની લડાઈ ચાલુ રાખીશું. તેમણે કહ્યું, એકવાર 100 કરોડ ડોઝનું લક્ષ્ય પ્રાપ્ત થઈ જાય પછી, અમે એક મિશન મોડ પર જઈશું જેથી એ સુનિશ્ચિત થઈ શકે કે જેમણે પ્રથમ ડોઝ લીધો છે તેઓ પણ કોવિડ-19થી પોતાનું રક્ષણ સુનિશ્ચિત કરવા માટે બીજો ડોઝ લઈ લે.

સ્પાઇસ જેટ એક અબજ રસીના પોસ્ટરો લગાવશે

માંડવિયાએ કહ્યું કે જે દિવસે 100 કરોડ રસીઓનો લક્ષ્યાંક પ્રાપ્ત થશે, સ્પાઇસ જેટ તેના વિમાનો પર એક અબજ રસીના પોસ્ટરો લગાવશે, જેમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને આરોગ્ય કર્મચારીઓની તસવીરો પણ હશે. તેમણે કોવિડ-19 યોદ્ધાઓને શ્રદ્ધાંજલિ આપવા માટે આરોગ્ય મંત્રાલય દ્વારા પ્રકાશિત કોફી ટેબલ અને 13 વીડિયો પણ બહાર પાડ્યા. બાયોલોજીકલ ઇ રસી પર, માંડવિયાએ જણાવ્યું હતું કે કાચા માલની પ્રાપ્તિમાં વિલંબને કારણે બાયોલોજીકલ ઇ રસીમાં વિલંબ થયો હતો પરંતુ નવેમ્બરના અંત સુધીમાં ડેટા રજૂ કરવામાં આવશે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો