વડનગરના શેખપુર ગામે શાળામાં વાલીઓએ તાળાબંધી કરી દીધી - Sandesh
  • Home
  • Mehsana
  • વડનગરના શેખપુર ગામે શાળામાં વાલીઓએ તાળાબંધી કરી દીધી

વડનગરના શેખપુર ગામે શાળામાં વાલીઓએ તાળાબંધી કરી દીધી

 | 12:48 am IST

। ખેરાલુ ।

વડનગર તાલુકાના શેખપુર ગામે મધ્યાહનભોજનના સંચાલકે કરેલ આપઘાતના મુદ્દે શેખપુર પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકોની બદલી કરવામાં આવી હતી. જયારે શેખપુરના ગ્રામજનોએ બદલી કરવામાં આવેલ ત્રણેય શિક્ષકોને પરત શેખપુર શાળામાં લાવવા માટે શાળાના આચાર્ય સમક્ષ રજુઆત કરી શાળામાંથીબાળકો ને તથા  શિક્ષકોને રૂમ બહાર કાઢી તમામ રૂમોને તાળાબંધી કરી હતી.

મળતી માહીતી પ્રમાણે ગઈ તા.૬.ર.ર૦૧૮ ના રોજ વડનગર તાલુકાના શેખપુર ગામે આવેલ પ્રાથમિક શાળાના મધ્યાહનભોજનના સંચાલક મહેશભાઈ ભીખાભાઈ ચૌહાણએ ગામનાજ કુવામાં ઝંપલાવીને આપઘાત કર્યો હતો. અને તેણે લખેલી સ્યુસાઈડ નોટમાં શેખપુર પ્રાથમિક શાળાના ત્રણ શિક્ષકો મોમીન હસનભાઈ અબ્બાસભાઈ તથા પ્રજાપતિ વિનોદભાઈ તથા રામાજી અનારજી ઠાકોરનો ઉલ્લેખ કરીને લખ્યું હતુકે આ ત્રણેય શિક્ષકો વારંવાર પૈસાની માંગણી કરતા હતા. શાળાના શિક્ષકો ચા-પાણી નાસ્તો કરવા પૈસા માંગતા હતા. પૈસા ન આપેતો હાજરી નહી ભરી આપતા હતા. જેથી પગાર ઓછો આવતો હતો અને ઘર ચલાવવુ મુશ્કેલ બને છે. તેથી જીવન ટુંકાવી દીધુ હતુ. ત્યારબાદ શિક્ષણ ખાતાએ ત્રણેય શિક્ષકોની અન્ય સ્થળે બદલી કરી હતી. શેખપુર ગ્રામજનોએ શેખપુર પ્રાથમિક શાળામાં ત્રણેય શિક્ષકોને પરત લાવવા માટે શનિવારે ગામના તમામ ગ્રામજનો પુરૂષો તથા મહીલાઓએ શા।ળમાં આવી શાળાના આચાર્યને શિક્ષકો પરત લાવવાની રજુઆત કરી હતી. અને શાળાના રૂમો માંથી બાળકો અને શિક્ષકોને બહાર કાઢી રૂમોને તાળા મારી દીધા હતા.

શેખપુર શાળાના આચાર્ય શું કહે છે

શેખપુર પ્રાથમિક શાળાના આચાર્ય ગાયત્રીબેન રાવલે જણાવ્યું હતુ કે શનિવારના રોજ શેખપુર ગામના લોકોનું કહેવુ હતુ કે બદલી કરાયેલા શિક્ષકોને પરત લાવો નહી તો શાળા બંધ રહશે. શેખપુર ગામમાં બનેલી હકીકતોની તાલુકામાં શિક્ષણખાતાને જાણ કરી છે. શિક્ષણખાતા તરફથી જે નિર્ણય લેવાય તે થશે.