વડોદમાં સીઝ કરાયેલ રેતીનો જથ્થો પગ કરી જતાં તપાસ - Sandesh
  • Home
  • Gujarat
  • વડોદમાં સીઝ કરાયેલ રેતીનો જથ્થો પગ કરી જતાં તપાસ

વડોદમાં સીઝ કરાયેલ રેતીનો જથ્થો પગ કરી જતાં તપાસ

 | 3:40 am IST

સુરેન્દ્રનગર, તા.૧

વઢવાણ તાલુકાના વડોદ ગામના ભોગાવો નદીમાં બાતમીના આધારે વઢવાણ મામલતદારની ટીમે તા.રપ જુલાઈના રોજ ચેકીંગ કર્યુ હતુ. ચેકીંગ દરમિયાન અંદાજે ૪૦૦ મેટ્રીક ટન સાદી રેતીનો જથ્થો અંદાજે કિં.રૂ.પ૦ હજારનો સ્ટોરેજ કરેલ મળી આવ્યો હતો. આથી મામલતદારની ટીમે ખાણ ખનીજ વિભાગને આ જથ્થો સોંપી દીધા બાદ તંત્રએ સ્થાનીક ગ્રામ પંચાયતને સ્ટોરેજ કરાયેલ જથ્થો સોંપ્યો હતો. તેમ છતાં ચેકીંગ ઝડપાયેલ રેતીનો જથ્થો બારોબાર પગ કરી ગયાની ચર્ચા ઉઠવા પામતા મામલતદારે આ સંદર્ભે તપાસ કરાવીને તેનો રિપોર્ટ માંગતા દોડધામ મચી જવા પામી છે.

તાલુકાના વડોદ ગામની ભોગાવો નદીમાં વઢવાણ મામલતદાર પી.વી.સેજપાલ તથા તેમની ટીમે તા.રપ જુલાઈના રોજ બાતમીના આધારે ચેકીંગ કર્યુ હતુ. ચેકીંગ કાર્યવાહી દરમિયાન ૪૦૦ મેટ્રીક ટન સાદી રેતીનો જથ્થો અંદાજે કિં.રૂ.પ૦ હજારનો સ્ટોરેજ કરેલ મળી આવ્યો હતો. આથી મામલતદારની ટીમે ખાણ ખનીજ વિભાગને આ જથ્થો સોંપી દીધા બાદ તંત્રએ સ્થાનીક ગ્રામ પંચાયતને સ્ટોરેજ કરાયેલ જથ્થો સોંપ્યો હતો. પરંતુ કાર્યવાહી કરેલ શંકાસ્પદ જથ્થો બારોબાર પગ કરી ગયાની હકીકત મામલતદારના ધ્યાને આવતા આ સંદર્ભે ખાણ ખનીજ વિભાગને તપાસ કરી રિપોર્ટ આપવા જણાવ્યુ છે. આ અંગે મામલતદાર સેજપાલે જણાવ્યુ હતુ કે, ટીમે વડોદ ભોગાવોમાં ચેકીંગ કર્યુ હતુ. ચેકીંગ દરમિયાન ૪૦૦ મેટ્રીક ટન સાદી રેતીનો જથ્થો બિનવારસી મળી આવતા સીઝ કરી સ્થાનીક ગ્રામ પંચાયતને સોંપ્યો હતો. પરંતુ તે જથ્થો ગુમ થયાના સમાચારો પ્રાપ્ય થયા છે. આથી સત્યતા ચકાસવા તપાસ કરીને રિપોર્ટ માંગ્યો છે. ત્યારબાદ તથ્ય હશે તો ખાણ ખનીજ દ્વારા પોલીસ ફરિયાદ નોંધાવવા વિચારાશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન