BJPનો ફ્લેગ પાસે રાખીને દારૂ પીતા દેખાયા BJP કાર્યકર્તાઓ, Video વાયરલ - Sandesh
NIFTY 11,008.05 +71.20  |  SENSEX 36,519.96 +196.19  |  USD 68.4500 -0.12
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • BJPનો ફ્લેગ પાસે રાખીને દારૂ પીતા દેખાયા BJP કાર્યકર્તાઓ, Video વાયરલ

BJPનો ફ્લેગ પાસે રાખીને દારૂ પીતા દેખાયા BJP કાર્યકર્તાઓ, Video વાયરલ

 | 11:22 am IST

વડોદરામાં દારૂ પીતા યુવાનોનો એક વીડિયો સોશિયલ મીડિયા પર વાઈરલ થઈ રહ્યો છે. પરંતુ ચોંકાવનારી બાબત એ છે કે, આ યુવકોની પાસે બીજેપીનો ફ્લેગ પણ વીડિયોમાં સ્પષ્ટ દેખાઈ રહ્યો છે. જેથી દારૂ પીતા યુવાનો બીજેપીના જ કાર્યકર્તાઓ હોવાનું સામે આવ્યું છે.

BJP કાર્યકર્તાઓની દારૂની મહેફિલનો વીડિયો સોશિયલ મીડિયામાં વાયરલ થયો છે. જેમા ગુજરાતમાં બીજેપીના કાર્યકર્તાઓ જ દારૂબંધીના કાયદાનું ખુલ્લેઆમ ઉલ્લંઘન કરે છે તે જોઈ શકાય છે. BJPના 5 કાર્યકર્તાઓ મહેશ રાજ, ધવલ રાજ, શૈલેષ પરમાર, જિગ્નેશ પરમાર અને કમલેશ રોહિત દારૂની મહેફિલ માણતા વીડિયોમાં કેદ થયા છે. જેમની પાસે BJPના ફ્લેગ પણ પડેલો દેખાય છે. આ કાર્યકરો દારૂની સાથે સાથે સિગારેટનું સેવન કરતા પણ વીડિયોમાં દેખાય છે.