Vadodara Case In Ashok Jain-Raju Bhatt Photographs Of awkward condition handed over to police
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરા હાઈપ્રોફાઈલ કેસ: વટાણા વેરાઈ ગયા, સમાજમાં અગ્રણીઓ બનીને ફરનારા બેનકાબ, ફોટો સોપાયા

વડોદરા હાઈપ્રોફાઈલ કેસ: વટાણા વેરાઈ ગયા, સમાજમાં અગ્રણીઓ બનીને ફરનારા બેનકાબ, ફોટો સોપાયા

 | 10:23 am IST
  • Share

દિવાળીપુરા, નિસર્ગ કોમ્પલેકસના 9મા માળે આવેલા ફલેટમાં લૉની વિદ્યાર્થિની પર દુષ્કર્મ ગુજારવાની ચકચારી ઘટનામાં સંડોવાયેલા અશોક જૈન અને રાજુ ભટ્ટ દ્વારા પોતાની ચામડી બચાવવાનો ભરપૂર પ્રયાસ થઈ રહ્યો છે. બંને આરોપીઓ પોતે નિર્દોષ હોવાનો આલાપ ગાઈ રહ્યાં છે, તેવા સમયે પિડીતાએ પોતાના પર દુષ્કર્મ કરનારાના ફોટોગ્રાફ પોલીસને સોપતા આરોપીઓ બેનકાબ થઈ ગયા છે. આ ફોટોગ્રાફ્માં આરોપી હેમંત ઉર્ફે રાજુ ભટ્ટ બેડ પર કઢંગી હાલતમાં યુવતી સાથે જણાય છે, તો અશોક જૈન યુવતીની સાથે બેડ પર બેસી તેના શરીર સાથે અડપલાં કરતો હોઈ તેવું લાગે છે.

જૈન સમાજના અગ્રણી અને વિવિધ સંસ્થાઓ સાથે સંકળાયેલા અશોક જૈન દ્વારા એવી જાહેરાત કરવામાં આવી રહી છે કે, યુવતી અમારી ઓફિસમાં માત્ર ઈન્કમટેક્સ રીટર્નના કામકાજ અર્થે આવતી હતી. છેલ્લા તા. 14 સપ્ટેમ્બરે યુવતી ઓફિસે આવી હતી. તેણે પોતાનું ઈન્કમટેક્સ રીર્ટન પણ ઓફિસમાંથી ફાઈલ કરાવ્યું હતું. યુવતીએ મારા જેવા પ્રતિષ્ઠીત વ્યક્તિ સામે બળાત્કાર જેવો કેસ કરી કાયદાનો હથિયાર તરીકે ઉપયોગ કર્યો છે.

યુવતી કાયદાનો અભ્યાસ કરે છે, કેસ કરી મને પિતાતુલ્ય માન આપી ફસાવી દીધો છે. જોકે, બેડ પર અશોક જે રીતે યુવતીની બાજુમાં બેડ પર બેસી હરકત કરી રહ્યો છે, તે જોતાં પિતાતુલ્ય શબ્દને શર્મશાર કરી રહ્યો છે. અશોકે નાર્કોટેસ્ટ, બ્રેઈન મેપીંગ ટેસ્ટ અને પોલીગ્રાફીક ટેસ્ટ કરાવવા સુધીની તૈયારી બતાવી છે, પરંતુ બહાર આવેલા યુવતી સાથેના ફોટા જ અશોક જૈનના ચારિત્ર્યના લીરેલીરા ઉડાડી રહ્યાં છે. અશોક જૈન યુવતી સાથે બેડ પર બેઠો છે અને તેના કાન પાસે હાથ રાખી કોઈક હરકત કરી રહ્યો છે.

અશોકની હરકતને લઈ યુવતીને કોઈ દર્દ થતું હોઈ તેવું તેના ચહેરાના હાઉભાવ પરથી લાગી રહ્યું છે. અશોક જે રૂમમાં બેડ પર યુવતી સાથે બેઠો છે, તે બેડ પર જ બીજા ફોટોગ્રાફમાં રાજુ ભટ્ટ નિવસ્ત્ર થઈ યુવતી સાથે નીચ હરકત કરી રહ્યો છે. અશોક જૈન અને રાજુ ભટ્ટના યુવતી સાથેના ફોટોગ્રાફસ જો છેડછાડ કર્યા વગરના હોઈ તો યુવતી સાથેનું કનેક્શન પુરવાર થાય છે. આ કનેક્શન બંને માટે મોટી મુસિબત ઉભી કરી શકે છે, તે હાલની પરિસ્થિતિ જોતાં લાગી રહ્યું છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો