Vadodara Crime Branch Investigation On high profile case
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસ: ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

વડોદરા હાઈપ્રોફાઈલ રેપ કેસ: ક્રાઈમ બ્રાન્ચની 6 ટીમો દ્વારા તપાસનો ધમધમાટ

 | 6:46 pm IST
  • Share

વડોદરાના ચકચારી હાઈ પ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં હવે ક્રાઈમ બ્રાન્ચે તપાસનો ધમધમાટ શરૂ કર્યો છે. ક્રાઈમ બ્રાન્ચની ઓફિસ ખાતે કેસ સાથે જોડાયેલા લોકોની પૂછપરછ હાથ ધરવામાં આવી રહી છે. આ હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ગોત્રી પોલીસ પાસેથી તપાસ આંચકીને ક્રાઇમ બ્રાન્ચને સોંપાતા પોલીસે દુષ્કર્મ મામલે પોતે સાધેલી ચૂપકીદી તોડી હતી છે.

આ અંગે ક્રાઈમ બ્રાન્ચના એસીપી ડીએસ ચૌહાણનું કહેવું છે કે, ક્રાઈમ બાન્ચ દ્ધારા હાઈપ્રોફાઈલ દુષ્કર્મ કેસમાં ગતરોજ પીડિતા નું નિવેદન લેવામાં આવ્યું હતું અને તપાસ નો ધમધમાટ શરૂ કરી દીધો હતો. આરોપીઓનું પગેરુ મેળવવા માટે તેઓ વિદેશ ના ભાગી છૂટે તે માટે તમામ એરપોર્ટ પર જાણ કરવામાં આવી હતી. આ સાથે જ બંને આરોપીઓની પાસપોર્ટની વિગતો એકત્રિત કરવામાં આવી હતી. આરોપીઓને ઝડપી પાડવા માટે પાડવા અલગ-અલગ ટીમો બનાવી તમામ સ્થળોએ તપાસ કરવામાં આવી રહી છે.

જયારે પોલીસ દ્ધારા અશોક જૈનની અને અન્ય એક શંકાસ્પદ કાર કબ્જે કરવામાં આવી છે. આ સાથે પીડિતાનો કથિત મિત્ર અને નામચીન બુટલેગર અલ્પેશ સિંધી જે અન્ય ગુનામાં વોન્ટેડ છે તેને પણ શોધવાના ચક્કરો પોલીસે ગતિમાન કરતા એક ટીમને કાર્યરત કરવામાં આવી છે. દુષ્કર્મના કેસને લગતી પણ પૂછપરછ બુટલેગર અલ્પેશ સિંધીને કરવામાં આવશે. આ સાથે દુસ્કર્મ કેસને લગતા તમામ પાસાઓ અને બાબતોની તપાસ કરવામાં આવશે.

શું છે સમગ્ર મામલો?
કાયદાનો અભ્યાસ કરતી હરિયાણાની યુવતી પર શહેરના નામાંકિત ચાર્ટર્ડ એકાઉન્ટટ અશોક જૈન અને પાવાગઢના મુખ્ય ટ્રસ્ટી સામે યુવતીએ બળાત્કારની ફરિયાદ નોંધાવી છે.

યુવતીએ પોતાની ફરિયાદમાં જણાવ્યું છે કે, આરોપીઓએ દુષ્કર્મ આચરતી વખતે સ્પાય કેમેરાથી શૂટિંગ ઉતાર્યું હતું અને તેના ફોટા વાયરલ કરવાની બીક આપી દુષ્કર્મ આચરતા હતા.

આ સમગ્ર મામલે ક્રાઈમ બ્રાન્ચે તપાસ હાથમાં લેતા હવે તપાસ તેજ બની છે અને અશોક જૈનની ઓફિસમાં યુવતી ટ્રેનિંગ લેતી હોવાથી અશોક જૈનના સ્ટાફને પૂછપરછ માટે બોલાવાયો હતો. યુવતી જે ફ્લેટમાં ભાડે રહેતી હતી તેનો માલિક અશોક જૈનનો સબંધી રાહેલ હોવાથી તેને પણ બોલાવાયો હતો.

બીજી તરફ પીડિત યુવતીને મદદ કરવા આગળ આવેલ મહિલા સુરક્ષા સમિતિના ચેરમેન શોભા રાવલનું કહેવું છે કે, એક દીકરી સાથે દુષ્કર્મ જેવો ગંભીર બનાવ બન્યો છે. આમ છતાં વડોદરાના કોઈ મહિલા નેતાઓએ ખબર સુદ્ધા લીધી નથી તે શરમજનક વાત છે. તેમણે રાજકારણીઓને આરોપીઓની મદદ ના કરવા માટે અપીલ કરી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો