Vadodara drange video goes Viral on Social Media
  • Home
  • Videos
  • Featured Videos
  • વડોદરા: ટ્રાફિકથી ધમધમતા રોડ પર અચાનક ભૂગર્ભમાંથી થયો ભેદી ધડાકો, જુઓ વાયરલ Video

વડોદરા: ટ્રાફિકથી ધમધમતા રોડ પર અચાનક ભૂગર્ભમાંથી થયો ભેદી ધડાકો, જુઓ વાયરલ Video

 | 12:08 am IST

વડોદરાથી એક ચોંકાવનારો વીડિયો વાયરલ થયો છે. ટ્રાફિકથી ધમધમતા અલકાપુરી આર સી દત્ત રોડ પર શનિવારે રાત્રે ભૂગર્ભમાંથી ભેદી ધડાકો થયો હતો. આ ભેદી ધડાકો ત્યાંના એક સીસીટીવીમાં કેદ થયો હતો. આ વીડિયો સોશિયલ મીડિયા પર જબરદસ્ત વાયરલ થયો છે.

પ્રાપ્ત માહિતી મુજબ વડોદરાના અલકાપુરી આર સી દત્ત રોડ પર શનિવારે રાત્રે ભૂગર્ભમાંથી ભેદી ધડાકો થયો હતો. જેના કારણે ડ્રેનેજ લાઈન પર રહેલું લોખંડનું ઢાંકણું ફંગોળાયું હતું અને ત્યાં પાર્ક કરેલી બે બાઇકો પણ ફેંકાઈ ગઈ હતી. ઉપરાંત 10 ફૂટ સુધી જમીન પણ ફાટી હતી. આ ઘટના જોઈ ત્યાં લોકોમાં અફરાતફરી મચી ગઇ હતી. જોકે ઘટના સામે આવ્યા બાદ ડ્રેનેજમાં સંઘરાયેલા કાર્બન મોનોક્સાઈડ ગેસના કારણે આ ધડાકા થયો હોવાની શક્યતા દર્શાવવામાં આવી રહી છે. જોકે સદનસીબે કોઇ જાનહાની નહીં થઈ હોવાનું સામે આવ્યું છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન