વડોદરામાં પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર કર્યું ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ - Sandesh
NIFTY 10,564.05 -1.25  |  SENSEX 34,415.58 +-11.71  |  USD 66.1200 +0.33
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • વડોદરામાં પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર કર્યું ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ

વડોદરામાં પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર કર્યું ફાયરિંગ, હોસ્પિટલમાં દાખલ

 | 1:15 pm IST

વડોદરા શહેરના તાંદળજા વિસ્તારમાં આવેલી સહકાર નગરમાં પતિએ પત્ની પર ફાયરિંગ કરતા ચકચાર મચી જવા પામી હતી. પત્નીને હાલમાં સારવાર અર્થે સયાજી હોસ્પિટલ ખતે દાખલ કરવા આવી છે.તબીબ દ્વારા ઓપરેશન હાથ ધરવા માં આવ્યું છે. પોલીસે ગણતરીના કલાકોમાં પતિ મહમદ મલિકની ધરપકડ કરી ને તેની પાસેથી રિવોલ્વર પણ કબ્જે કરી છે.

વડોદરા શહેરનાં તાંદલજા વિસ્તારમાં આવેલા સહકાર નગરમાં પારિવારિક ઝઘડામાં પતિએ પત્ની ઉપર ખાનગી ફાયરિંગ કર્યું હોવાની ઘટના સામે આવી છે. ફાયરિંગમાં ઈજા પામેલી રઝિયા શેખ નામની મહિલાને સારવાર માટે સયાજી હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવી છે. જ્યારે ફાયરિંગ કરનાર પતિ રફિક શેખ સ્થળ ઉપરથી ભાગી છૂટ્યો હતો. ઘટના અંગે જે.પી. પોલીસને જાણ થતાં સ્થળ ઉપર પહોંચેલી પોલીસે સ્થળ ઉપરથી ફુટેલી કારતુસ કબજે કરી વધુ તપાસ હાથ ધરવામાં આવી છે.

અત્રે ઉલ્લેખનિય છે કે પતિએ જ પત્ની ઉપર જીવલેણ હુમલો કરી ફાયરિંગ કરતાં હાલ તો વિસ્તારમાં ચકચાર મચી છે. ગણતરીના કલાકોમાં પોલીસે પતિ મહમદ મલિકની ધરપકડ કરીને તેની પાસેથી રિવોલ્વર કબ્જે કરી છે. પારાવારિક ઝઘડો ચાલતો હતો અગાઉ પણ જેપી પોલીસ સ્ટેશનમાં મહમદ મલિક સામે તેમની પત્ની રઝિયા માલિકે ફરિયાદ નોંધાવી હતી. પોલીસે હાલમાં ગુનો નોંધીને આગળની તપાશ હાથ ધરી છે.

પોલીસે હાલમાં મહમંદ મલિકની ધરપકડ કરી લીધી છે. મહમદભાઈએ અગાઉથી જ પ્લાન ઘડી નાખ્યો હતો રઝિયા બેન ની હત્યા કરવા નો સુ એ દિશા માં પણ પોલીસ તપાશ કરી રહી છે ,કેમ કે તાત્કાલિક સમય માં મહમદ ભાઈ પાસે રિવોલ્વર ક્યાં થી આવી તે સવાલો ઉભા થયા છે અને આ રિવોલ્વર મહમદ મલિક ક્યાંથી લાવ્યો એ દિશા માં પણ પોલીસ તપાશ કરી રહી છે ,મહમદ બીજા કોઈ ગુનામાં સંડોવણી છે કે કેમ એની પણ પોલીસ તપાસ કરી રહી છે.

;