Vadodara fee in the case of students in 10 schools interrupting Results
  • Home
  • Baroda
  • વડોદરામાં ફી મામલે સ્કૂલોની લુખ્ખી દાદાગીરી, જાણીતી આ 10 સ્કૂલોએ અટકાવ્યા પરિણામ

વડોદરામાં ફી મામલે સ્કૂલોની લુખ્ખી દાદાગીરી, જાણીતી આ 10 સ્કૂલોએ અટકાવ્યા પરિણામ

 | 11:42 am IST

વડોદરામાં ફી મામલે સ્કૂલોની દાદાગીરી યથાવત રહી છે. વડોદરાની 10 શાળાઓએ ફી મામલે વિદ્યાર્થીના પરિણામ અટકાવી દીધા છે, જેના કારણે વિદ્યાર્થીઓની સાથે વાલીઓને પણ મુસ્કેલીઓ પડી રહી છે. વાલીઓએ વડોદરાની 10 સ્કૂલો સામે આક્ષેપ કર્યો છે કે, સ્કૂલ પ્રશાસન દ્વારા ફી સ્ટ્રક્ચર નોટિસ બોર્ડ પર મુકાતું નથી. જેના કારણે સ્કૂલમાં શું ફી ચાલે છે તેની ખબર પડતી નથી. અને બાદમાં સ્કૂલો અચાનક બાળકોની ફીમાં વધારો ઝીંકી પરિણામ અટકાવીને હેરાન કરે છે.

વડોદરામાં ફી મામલે જે સ્કૂલોની દાદાગીરી સામે આવી છે, તેમાં સિગ્નસ સ્કૂલ, આનંદ વિહાર, અંબે સ્કૂલે બાળકોના પરિણામ અટકાવી દીધા છે. આ સિવાય બિલા બોન્ગ સ્કૂલ, DPS હરણી, બ્રાઈટ સ્કૂલ, ગુજરાત પબ્લિક સ્કૂલ, અંબે સ્કૂલ- સાવલી રોડ, પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ, બ્રાઈટ સ્કૂલ વાસણા જેવી સ્કૂલોનો સમાવેશ થાય છે.

વડોદરામાં ફીનો મામલો હવે વાલી એસોસિએશમાં પહોંચ્યો છે, અને વાલી એસોસિએશને સ્કૂલ પ્રશાસન પર ગંભીર આરોપ લગાવ્યા છે. તેમને કહ્યું કે, સ્કૂલોમાં પ્રોવિઝનલ ફી નક્કી કરી હોવા છતાં સ્કૂલો પોતાની મનમાની ફી માંગી રહ્યા છે.

FRCના 2 વર્ષ બાદ પણ 70 જેટલી સ્કૂલની ફીનો કોઈ જ નિવેડો આવી શક્યો નથી. એસોસિએશને FRCની ગોકળગતિની કામગીરીને લઇને અનેક સવાલો ઉઠાવ્યા હતા, અને કહ્યું કે, FRCના કારણે આજે વાલીઓને પરેશાન થવાનો વારો આવ્યો છે.

વડોદરામાં જે સ્કૂલોએ બાળકોના પરિણામ અટકાવ્યા છે, જે નીચે મુજબ છે.

1. સિગ્નસ સ્કૂલ
2. આનંદ વિહાર
3. અંબે સ્કૂલ, વી.આઈ.પી રોડ
4. બિલા બોન્ગ હાઇસ્કુલ
5. ડી.પી.એસ સ્કૂલ. કલાલી, હરણી
6. ગુજરાત પબ્લિક સ્કૂલ , છાણી
7. બ્રાઇટ સ્કૂલ, હરણી
8. અંબે સ્કૂલ, સમાં- સાવલી રોડ
9. પ્રિન્સ અશોક રાજે ગાયકવાડ
10. બ્રાઇટ સ્કૂલ , વાસણા.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન