Vadodara Fire Brigade Rescue Girl
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરા: પિતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા ચોથા માળે પહોંચી પુત્રીનો હોબાળો, ફાયર બ્રિગેડે નીચે ઉતારી

વડોદરા: પિતાએ મોબાઈલ બાબતે ઠપકો આપતા ચોથા માળે પહોંચી પુત્રીનો હોબાળો, ફાયર બ્રિગેડે નીચે ઉતારી

 | 7:28 pm IST
  • Share

કોરોના કાળમાં સ્કૂલોમાં ઓફલાઈન વર્ગો બંધ રહેવાના કારણે બાળકો ઓનલાઈન અભ્યાસ કરી રહ્યાં છે. ઑનલાઈન અભ્યાસ કરવાની સાથે જ બાળકો મોબાઈલમાં વ્યસ્ત રહેવા લાગ્યા છે. યુવાનો તો ઠીક નાના બાળકોમાં પણ સ્માર્ટફોનનો એટલો ક્રેઝ વધી ગયો છે કે, ખાતા-પીતા પણ લોકોના હાથમાં ફોન રહે છે. આવા દ્રશ્યો જોઈને લાગે છે કે, સ્માર્ટફોન વિના જાણે શ્વાસ પણ લેવા મુશ્કેલ થઈ ગયા હોય. એવા કેટલાક કિસ્સાઓ સામે આવી ચૂક્યા છે, જેમા પરિવારજનોએ મોબાઈલ ફોનનો ઉપયોગ કરવાની ના પાડતા, સંતાનોએ પોતાનું જીવન ટૂંકાવ્યું હોય. આવો જ એક કિસ્સો વડોદરામાંથી સામે આવ્યો છે.

આ અંગે પ્રાપ્ત વિગતો મુજબ, વડોદરા શહેરના મકરપુરા વિસ્તારમાં એક સગીરા મોબાઈલમાં ખૂબ જ વ્યસ્ત રહેતી હતી. આથી તેના પિતાએ મોબાઈલથી દૂર રહેવા બાબતે ઠપકો આપ્યો હતો. પિતાએ ઠપકો આપતા પુત્રીને લાગી આવતા તે મોતની છલાંગ લગાવવા માટે પોતાની બિલ્ડિંગના ચોથા માળે ચઢી ગઈ હતી.

આપઘાત કરવા માટે ઉપર પહોંચેલી યુવતીને જોઈને નીચે લોકોના ટોળા જામી ગયા હતા. જેમાંથી કોઈએ ફાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા તેમની ટીમ તાત્કાલીક આવી પહોંચી હતી. ફાયર વિભાગના જવાનોએ સગીરાને સમજાવીને નીચે ઉતારી દેતા લોકોએ રાહતનો શ્વાસ લીધો હતો.

ઉલ્લેખનીય છે કે, ગઈકાલે સુરતના લિંબાયત વિસ્તારમાં એક બાળક મોબાઈલમાં કાર્ટૂન જોતા-જોતા ચોથા માળેથી નીચે પટકાતા તેનું મોત નીપજ્યું હોવાનો બનાવ બન્યો હતો. જેમાં બાળક મોબાઈલમાં કાર્ટૂન જોઈ રહ્યો હતો, આ દરમિયાન તે બારીમાંથી નીચે પટકાયો હતો. જે સમયે આ દુર્ઘટના ઘટી, તે સમયે બાળકની માતા વૉશરૂમમાં ગઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન