vadodara ge-Couple say school was absorbed by the teacher and principal
  • Home
  • Baroda
  • વડોદરાના ગે-કપલનો મોટો ખુલાસો, અમારી સાથે તો સ્કૂલના શિક્ષક- આચાર્યએ પણ…

વડોદરાના ગે-કપલનો મોટો ખુલાસો, અમારી સાથે તો સ્કૂલના શિક્ષક- આચાર્યએ પણ…

 | 7:55 am IST

ભારતની સર્વાચ્ચ અદાલતે તાજેતરમાં જ ખુબ જ સંવેદનશીલતા સાથે માનવીયતાનો સમન્વય કરી એલજીબીટી ( લેસ્બિયન, ગે, બાયસેક્સુઅલ, ટ્રાન્સજેન્ડર)ને માન્યતા આપી છે. આ માન્યતાને પગલે ઝ્રઇઁઝ્રની કલમ 377 હેઠળ જાતિય સબંધોને ગુનો ગણવામાંથી મુક્તિ મળી છે, ત્યારે ગે અંકુરે ઘટસ્ફોટ કરતાં કહ્યું કે, મારું તો સ્કુલ સમયે જ શિક્ષક અને આચાર્ય દ્વારા શારીરિક શોષણ થયું હતું. સંદેશ સમક્ષ પહેલીવાર ખુલીને બહાર આવેલું વડોદરાનું એક ગે કપલ ચૂકાદા બાદ સાથે જીવવા-મરવાના નિર્ધાર સાથે જિંદગીની એક નવી ઈનીંગ શરૃ કરવા જઈ રહ્યું છે.

સજાતીય યુગલત્વ અનુભવતા ન્યુ અલકાપુરીના 25 વર્ષીય શુભમ અને મકરપુરાનો અંકુર (ઉં.વ.30) જણાવે છે કે, એલજીબીટી સમુદાયને સમાજ સહજ રીતે સ્વીકારતો નથી. સરાજાહેર અપમાન અમારા માટે નવી વાત નથી. સામાજિક ઉપહાસ અને મશ્કરી જાણે કે, અમારી નિયતિ બની ગઈ છે. અંકુર કહે છે કે, સ્કુલ સમયથી જ મારું શારિરીક શોષણ થતું આવ્યું છે.

તેમાં જે તે વખતના શિક્ષક અને આચાર્યની પણ તેટલી જ ભૂમિકા રહી છે. વિજ્ઞાનના વિષયમાં સ્ત્રી – પુરૃષને લગતો પાઠ આવે તો ફિંગર ક્રોસ કરીને મારી મશ્કરી ઉડાવવામાં આવતી હતી. આજ યાતના મેં કોલેજકાળ દરમિયાન પણ સહન કરી હતી. અત્યારે પણ રોડ પરથી જઉં તો રોમિયો ટાઈપના છોકરાઓ ગંદી કોમેન્ટ કરે છે. સગા – સબંધીઓ પણ મારા માતા-પિતાને આ છોકરો નથી છોકરી છે, તેને સુધારો તેમ કહે છે, ત્યારે પણ ઘણું દુઃખ થાય છે. ઘણીવાર લોકો એવું પણ કહે છે કે, આને એનસીસી જોઈન્ટ કરાવો તો પુરૃષ જેવી ચાલ થઈ જશે, પુરૃષોમાં તેને રાખો તો વોઈસ હાર્ડ થશે. પણ, મારી લાગણીઓ તેમની આગળ કેવી રીતે વ્યક્ત કરું કે, હું ગે છું. પરિવારના સભ્યો મને લગ્ન માટે દબાણ કરતાં હતા, ત્યારે સૌથી મોટી સમસ્યા હતી.

જ્યારે શુભમે નિખાલસપણે સ્વીકાર્યું કે, ધો.૧૨માં સુધી મેં સ્કુલમાં અન્ય વિદ્યાર્થીઓની કોમેન્ટો સહન કરી છે, પરંતુ મારું શોષણ થયું નથી. મારી બહેનને ખબર છે કે, હું ગે છું, પણ મારા માતા – પિતા હજુ જાણતાં નથી. આજે શહેરી બગીચાઓમાં પ્રેમી – પંખીડાઓ બિન્દાંસ્ત પ્રેમાલાપ કરી શકે છે. પણ, અમે પ્રેમ ચેષ્ટાઓ કરીએ તો લોકો ચલાવતા નથી. સરકારે અમારા માટે અભયમ જેવી હેલ્પ લાઈન શરૃ કરવી જોઈએ.

અમારા માનવ અધિકારોના રક્ષણની ખાત્રી માટે સરકાર, સામાજિક જાગૃતિ અભિયાન શરૃ કરે, તેના માટે અમારે ખુબ ધીરજ, ખંત અને સમજાવટથી પોતાની જાતે યુધ્ધ લડવું પડશે. અંતે ગે કપલ શુભમ અને અંકિત કહે છે કે, દિલ્હીથી ચૂકાદો જરૃર આવ્યો છે, પણ અમારા મન હજુ દિલ્હી દુર છે. સમાજ અમને સામાન્યજન ગણી અપનાવે ત્યારે જ અમને સાચી આઝાદી મળશે. હાલમાં અમારી સ્થિતિ પરગ્રહ વાસી જેવી જ છે, પરંતુ અમે પૃથ્વીવાસી જ છીએ, એ દરજ્જો મળે એ દિવસનો અમને ઈંતજાર છે.

એમબીએનો અભ્યાસ કરતો શુભમ 16 વર્ષે સ્કૂલ મિત્રના પ્રેમમાં પડયો

ઉચ્ચ મધ્યમવર્ગના પરિવારમાં જન્મેલો શુભમ સ્મ્છ (એચ.આર)નો અભ્યાસ કરવાની સાથે એક ખાનગી કંપનીમાં નોકરી કરે છે. તેના પિતા પણ ગર્વમેન્ટ ઓફિસર છે. તેને ૧૪ વર્ષની વયે જ ગર્લફ્રેન્ડ હતી, ત્યારે તે ગે શબ્દને જાણતો પણ ન હતો, પરંતુ 16 વર્ષની ઉંમરે છોકરીઓ પ્રત્યેનું તેનું આકર્ષણ શમી ગયું અને સહ વિદ્યાર્થી મિત્રના પ્રેમમાં તે પડી ગયો. જોકે, તેમની વચ્ચે લાંબી ફ્રેન્ડશીપ ન રહી. ત્યારબાદ એમ.એસ.યુનિર્વિસટીમા અભ્યાસ વખતે એક મિત્ર સાથે તેને પ્રેમ થઈ ગયો. આ મિત્ર વિદેશ જતો રહ્યો. શુભમે અંકુરની સાથે રિલેશનશીપ છે. તેણે ખુલ્લા મને એકરાર કર્યાે હતો કે, મારી અને અંકુર વચ્ચે ફિજિકલ રિલેશનશીપ પણ છે.

અંકુરને સાતમાં ધોરણથી જ પુરુષ મિત્રો પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું

અંકુરે બી.કોમ બાદ વોકલમાં ડિપ્લોમાં કર્યું છે. તેને બે ભાઈઓ અને એક બહેન છે. પિતા સેન્ટ્રલ ગર્વમેન્ટમાંથી ઓફિસર પદેથી નિવૃત થયા છે. અંકુર બચપણથી જ સ્ત્રૈણ ભાવ- સ્ત્રી હોવાનો ભાવ અનુભવે છે. તેને ધો.૭થી જ પુરૃષ મિત્રો પ્રત્યે આકર્ષણ જાગ્યું હતું. તે ફોરમ ફાઉન્ડેશન નામની સંસ્થા ચલાવે છે.

અબ ચાહે મા રૃઠે યા બાબા…

શુભમ અને અંકુરની મુલાકાતનું નિમિત્ત એક સોશિયલ મીડિયા એપ બની. બે વર્ષથી સુધી બંને સોશિયલ મીડિયા દ્વારા એકબીજાના સંપર્કમાં રહ્યાં હતા. તે પછી સયાજીગંજની એક હોટલમાં યોજાયેલા ગેટ ટુ ગેધરમાં બંને પહેલીવાર રૃબરૃ મળ્યાં અને પ્રથમ નજરે જ એકબીજાના પ્રેમમાં પડી ગયા. અબ ચાહે માં રૃઠે યા બાબા, મેં ને તેરી બાંહ પકડ લી, તેમ બંનેએ એકબીજાની સાથે, એકબીજાના થઈને જ રહેવાનો નિર્ધાર કર્યા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન