Vadodara Gotris Youth Got 50 Lakhs by Blackmailing NRI Girl
  • Home
  • Featured
  • વડોદરા: ગોત્રીના યુવકે NRI યુવતી સાથે મિત્રતા કેળવી પડાવ્યા 50 લાખ, નોંધાઇ ફરિયાદ

વડોદરા: ગોત્રીના યુવકે NRI યુવતી સાથે મિત્રતા કેળવી પડાવ્યા 50 લાખ, નોંધાઇ ફરિયાદ

 | 12:51 pm IST

રાજ્યમાં ફ્રોડના કેસો દિવસેને દિવસે વધી રહ્યા છે. ત્યારે વડોદરામાં એક NRI યુવતીને બ્લેકમેઇલ કરી તેની પાસેથી લાખો રૂપિયા પડાવ્યા હોવાનો કિસ્સો સામે આવ્યો છે. આ કેસમાં ગોત્રીના એક યુવકે એક NRI યુવતીને ફસાવીને તેને બ્લેકમેઇલ કરી હતી, અને તેની પાસેથી 50 લાખ રૂપિયા પડાવ્યા હોવાની ફરિયાદ સામે આવી છે. યુવતીના કાકાએ ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ કરતાં 2 શખ્સોની ધરપકડ કરાઇ છે.

આ ઘટનામાં વડોદરાના ગોત્રીના યુવકે NRI યુવતીને ફસાવીને જણાવ્યું હતું કે, ‘મારે દેવુ થઇ ગયું છે, તું મદદ નહીં કરે તો હું મરી જઇશ અને સ્યૂસાઇડ નોટમાં તારા અને તારા પરિવારના લીધે મેં આત્મહત્યા કરી છે તેવું લખી જઇશ. તેવી રીતે બ્લેકમેઇલ કરીને યુવકે અમેરિકાની યુવતીને બ્લેકમેઇલ કરી રૂા. 50 લાખ પડાવ્યા હતાં.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, વડોદરાના કારેલીબાગના બંકિમ પટેલના પિતરાઇ પ્રવીણભાઇ અમેરિકાની મીસીંગન સિટીમાં રહે છે. તેમણે ધર્મના બહેન શ્વાતી પટણીને નાગરવાડાનું મકાન રહેવા આપ્યું હતું. તેની દીકરી ખુશી પ્રવીણભાઇની યુએસએમાં રહેતી દીકરી જૈસિકા સાથે પરિચયમાં હતી. ખુશીએ ગોત્રી વાસણા રોડના પ્રમુખ સાગર ડુપ્લેક્ષમાં રહેતા ચિરાયુ અશ્વિન પટેલ સાથે પરિચય થતા બંને સોશિયલ મીડિયાથી વાતચીત કરતા હતાં.

ચિરાયુએ મિત્રતા કેળવી પોતાનો રંગ બતાવ્યો હતો. તેને યુવતીને સોશિયલ મીડિયા પર બ્લેકમેઇલ કરવાનું શરૂ કર્યું હતું. મારી મમ્મી બીમાર છે, નાણાકિય મદદ કર કહી રૂપિયા 2 લાખ પડાવ્યા હતાં. ત્યારબાદ દેવું અને જમીન વેચવાની છે, તેમ કહીને અમેરિકાથી યુવતી પાસે ટુકડે ટુકડે રૂપિયા મંગાવતો હતો.

યુવતીએ રૂપિયા આપવાનો ઇનકાર કરતાં બ્લેકમેઇલ કરવાનું ચાલું કર્યું હતું. યુવકે યુવતીને કહ્યું કે, તું મદદ નહીં કરે તો હું મરી જઇશ અને સ્યૂસાઇડ નોટમાં તમારા નામ લખી જઇશ, તમે ફસાઇ જશો કહી ધમકી આપી હતી. વારંવાર યુવકની માંગણીઓથી કંટાળી અને ગભરાયેલી યુવતીએ વેસ્ટર્ન યુનિયન મારફતે ચિરાયુ અને નડિયાદ વસોનો મિત્ર અક્ષય ઉર્ફે બીડો ભરત પટેલને રૂપિયા મોકલ્યા હતાં.

તેણે સ્યૂસાઇડની હાથેથી લખેલી ચિઠ્ઠીઓ પણ મોકલી હતી. યુવતીએ ચિરાયુના નંબર બ્લોક કરતા અન્ય મિત્રો અને માતા પાસેથી પણ કોલ કરાવતો હતો. વર્ષ 2015 થી 2018 સુધીમાં કુલ 50 લાખ રૂપિયા ટ્રાન્સફર કરાવ્યા હતાં.

યુવતીના પિતાએ અમેરિકાથી વડોદરા આવી પોલીસને અરજી આપી પિતરાઇ બંકીમને પાવર ઓફ એર્ટની આપતા તેમણે શુક્રવારે ક્રાઇમ બ્રાન્ચમાં ફરિયાદ નોંધાવી હતી. ક્રાઇમ બ્રાન્ચે બંનેની ધરપકડ કરી હતી. તેમજ આ મામલે વધુ તપાસ હાથ ધરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન