Vadodara : Heavy Rain start from last-night in Vadodara
NIFTY 11,018.90 -4.30  |  SENSEX 36,541.63 +-6.78  |  USD 68.5200 -0.05
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • વડોદરા : સ્કૂલ વાનના ડ્રાઈવરની ભયંકર બેદરકારી સામે આવી

વડોદરા : સ્કૂલ વાનના ડ્રાઈવરની ભયંકર બેદરકારી સામે આવી

 | 12:32 pm IST

વડોદરામાં છેલ્લા બેએક દિવસથી ભારે વરસાદ વરસી રહ્યો છે. સતત વરસી રહેલા વરસાદને કારણે જનજીવન પર માઠી અસર પડી છે. શહેરમાં છેલ્લા કેટલાક કલાકોમાં જ 3 ઈંચ વરસાદ ખાબકતા નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઇ ગયા છે. વરસાદી પાણીમાં એક સ્કૂલ વાન પણ અટવાઈ પડી હતી.

સ્કૂલના વિદ્યાર્થીઓને લઈ જતી વાન વરસાદના ભરાયેલા પાણીમાં ફસાઈ ગઈ હતી. જેને બહાર કાઢવા શાળાના બાળકોએ પાણીમાં ઉતરી ધક્કા મારવા પડ્યાં હતાં. બાળકોને સ્કૂલે લઇ જવા માટે સ્કૂલ વાન અને સ્કૂલ રિક્ષાચાલકો પહોંચી ન શકતા સ્કૂલોમાં પાંખી હાજરી જોવા મળી હતી. રોડ પર સ્કૂલ વાન અટવાઇ જતા સ્ટુડન્ટ્સે ધક્કા મારવા પડ્યા હતા.

વડોદરામાં છેલ્લા બે દિવસથી સારી મેઘ મહેર થઈ રહી છે. જેના કારણે વડોદરામાં ન્યાય મંદિર, વાઘોડિયા રોડ, રાવપુરા, આજવા રોડ સહિતના કેટલાક વિસ્તારોમાં રોડ પર પાણી ભરાઇ ગયા હતા. જેના કારણે વાહન ચાલકોને ભારે હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. આ દરમિયાન અશોક રાજે ગાયકવાડ સ્કૂલની સ્કૂલ વાનના એક ડ્રાઈવરની નિષ્ક્રીયતા સામે આવી છે.

સ્કૂલ વાનના ડ્રાઈવરે રસ્તા પર પાણી ભરાયા હોવાની જાણ હોવા છતાંયે પાણીમાં બાળકોથી ભરેલી સ્કૂલવાન ચલાવી હતી. સ્કૂલ વાન પાણીમાં ફસાઈ જતા બંધ પડી હતી. ત્યાર બાદ ડ્રાઈવરે ચાલુ વરસાદમાં વિદ્યાર્થીઓ પાસે કારને ધક્કો મરાવ્યો હતો. બાળકોએ ચાલુ વરસાદે પાણીમાં ઉતરવું પડ્યું હતું અને રીતસરના ધક્કા મારવા પડ્યાં હતાં. બાળકોએ વાનને ધક્કા મારીને પાણીમાંથી બહાર કાઢી હતી.