Vadodara High Profile Case Victim Mother On Sandesh News
  • Home
  • Gujarat
  • વડોદરા ગેંગરેપ કેસમાં પીડિતાની માતાનો ખુલાસો- ‘મારી દીકરી સંજીવભાઈના કહેવાથી..!’

વડોદરા ગેંગરેપ કેસમાં પીડિતાની માતાનો ખુલાસો- ‘મારી દીકરી સંજીવભાઈના કહેવાથી..!’

 | 4:43 pm IST
  • Share

  • મૃત્યુ પહેલા યુવતીને ટ્રેનમાં જીવિત જોનાર વ્યક્તિ સામે આવ્યો
  • યુવતીના જીવન-મૃત્યુ વચ્ચે અડધો કલાકનું ઘૂંટાતું રહસ્ય
  • SIT તપાસમાં પણ કોઈ નક્કર કડી નહીં

દિવાળીની સવારે વલસાડ રેલવે સ્ટેશન પર “ગુજરાત ક્વિન” ટ્રેનના કોચમાં ગળે ફાંસો ખાધેલી હાલતમાં મળી આવેલી યુવતીના કેસમાં જેમ-જેમ તપાસ આગળ વધતી જાય છે, તેમ-તેમ તેના મોતનું રહસ્ય વધારે ઘેરાતું જઈ રહ્યું છે. હવે પીડિતાની માતાએ સંદેશ ન્યૂઝ સમક્ષ મોટો ખુલાસો કરતાં કહ્યું છે કે, મારી દીકરી સંજીવ મારી દીકરી સંજીવભાઈના કહેવાથી નવસારી આવી હતી.

પીડિતાની માતાનું કહેવું છે કે, ઘટનાના 10 દિવસ પહેલા દીકરીએ મને ફોન કર્યો હતો, ત્યારે તે ખૂબ જ ખુશ હતી. 31 ઑક્ટોબરે જ તે નવસારી ઘરે આવી હતી. જો કે ઘટના સમયે મારી દીકરી નવસારી આવવા માંગતી નહતી, પરંતુ સંજીવભાઈના કહેવાથી તે આવી હતી. જે બાદ 4 નવેમ્બરે તેનો મૃતદેહ વલસાડ રેલવે સ્ટેશન ખાતે ટ્રેનમાંથી મળી આવ્યો હતો.

મારી દીકરીના મૃત્યુ બાદ પહેલાથી શંકાના ઘેરામાં રહેલી ઓએસિશ સંસ્થાના ત્રણ વ્યક્તિઓ નવસારી અમને મળવા આવ્યા હતા. જ્યાં તેઓએ કહ્યું હતું કે, પીડિતા નવસારી આવવા જ નહતી માંગતી, પરંતુ અમે તેને મોકલી હતી.

પીડિત યુવતીએ તેના ભાઈને પણ કહ્યું હતું કે, હું આવવાની નહતી, પરંતુ મને સંજીવ સરે કહ્યું એટલે આવી છું. તેની પર જધન્ય કૃત્યુ આચરવામાં આવ્યા બાદ મારી દીકરીને સંજીવભાઈએ નવસારી ઘરે મોકલી હતી.

અગાઉ પણ પીડિતાની માતાએ સંદેશ ન્યૂઝ સામે કરેલા ખુલાસા મુજબ, પોલીસ તપાસ આગળ તો વધી છે. પરંતુ વેકસીન ગ્રાઉન્ડ ઉપર દીકરી જોડે દુષ્કર્મ કરનાર બે ઈસમો કોણ હતા? તથા સુરત રેલવે સ્ટેશન ઉપર યુવતીની પાછળ દોડી રહેલો ઇસમ કોણ હતો? તે મુદ્દે હજી સુધી કોઈ ખુલાસો કરવામાં આવ્યો નથી.

SIT તપાસમાં પણ કોઈ નક્કર કડી નહીં
આ સમગ્ર કેસની દેશમાં ભારે ચર્ચા થયા બાદ ગુનેગારોને પકડવા માટે સરકાર દ્વારા SITની રચના કરવામાં આવી છે. જો કે SITની તપાસના અંતે હજુ સુધી પીડિતાની ગુમ સાઈકલ જ શોધી શકાઈ છે. જ્યારે સાઈકલ લઈ જનારા સિક્યોરિટી ગાર્ડ તેમજ અન્ય ગાર્ડ પાસેથી પોલીસ હજુ સુધી કોઈ વધારે કડી મેળવી શકી નથી.

અત્યાર સુધીની તપાસમાં પીડિતાની સાઈકલ લઈ જનારા સિક્યોરિટી ગાર્ડની કોઈ ભૂમિકા ના હોવાનું સામે આવ્યું છે. સિક્યોરિટી ગાર્ડ બિવારસી સાઈકલ પોતાની દીકરી ફેરવશે, તે હેતુથી લઈને આવ્યો હતો. બીજી તરફ હજુ પણ પોલીસ એએસિસ સંસ્થા પાસેથી કોઈ નક્કર માહિતી મેળવી શકી નથી.

યુવતીના મોતનું ઘૂંટાતુ રહસ્ય
વલસાડ ટ્રેનમાં લટકતી હાલતમાં મળી આવેલી યુવતીના મોત અંગે ઘૂંટાતુ રહસ્ય હજુ અકબંધ રેહવા પામ્યું છે. પીડિત યુવતીના જીવન-મૃત્યુ વચ્ચે અડધો કલાકનું રહસ્યો ઘૂટાઈ રહ્યું છે. યુવતીના મૃત્યુ પહેલા તેને ટ્રેનમાં જોનારા વ્યક્તિનો મોટો ખુલાસો સામે આવ્યું છે. જે મુજબ વલસાડ સ્ટેશન સુધી યુવતી જીવિત આવી હતી.

ટ્રેનમાં સાફ-સફાઈ કરનારા યુવકના જણાવ્યા મુજબ, વલસાડ સુધી પીડિત યુવતી જીવતી આવી હતી. વલસાડ સ્ટેશન પર રાત્રે દોઢ વાગ્યા સુધી યુવતી ટ્રેનમાં જીવિત હતી. ટ્રેનમાં સફાઈ કરનારા યુવકે તેને વલસાડ સ્ટેશન લાસ્ટ સ્ટોપ છે કહીને ઉતરી જવા પણ જણાવ્યું હતું. જો કે યુવતી ટ્રેનમાં ખુલ્લા વાર રાખીને રડતી-રડતી સીટ પર બેસી રહી હતી. જે બાદ યુવક ત્યાંથી રવાના થઈ ગયો હતો.

જેના અડધો કલાક બાદ યુવતી લટકતી હાલતમાં જોવા મળી હતી. આમ યુવતીના જીવન અને મૃત્યુના વચ્ચેના અડધા કલાકના સમયમાં ટ્રેનમાં શું બન્યું તે રહસ્ય અકબંધ છે. યુવતીને મારી નાંખીને લટકાવી દેવામાં આવી કે પછી તેણે આપઘાત કર્યો? તેને લઈને સવાલો ઉઠી રહ્યાં છે પોલીસ તપાસ હજુ અંધારામાં જ હવાતિયા મારી રહી છે.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો