Vadodara hospital staff severely neglected, crews throw security kit into crematorium
  • Home
  • Corona live
  • આ ભૂલ જાણીને હૃદય ધ્રુજી જશે, વડોદરામાં કોરોના પોઝિટીવ દર્દીની અંતિમ ક્રિયા કરવા ગયેલા કર્મચારીઓએ કરી મોટી ભૂલ

આ ભૂલ જાણીને હૃદય ધ્રુજી જશે, વડોદરામાં કોરોના પોઝિટીવ દર્દીની અંતિમ ક્રિયા કરવા ગયેલા કર્મચારીઓએ કરી મોટી ભૂલ

 | 1:55 pm IST

રાજ્યમાં કોરોના વાયરસના પોઝિટીવ દર્દીઓનો વધારો થઈ રહ્યો છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર જોરશોરથી નાગરિકોને સજાગ રહેવાની ચેતવણી આપી રહી છે. ત્યારે હાલ એક એવા સમાચાર સામે આવી રહ્યા છે જેણે સાંભળીને તમામ લોકોને ઝાટકો લાગી શકે છે. હાલ વડોદરામાં હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારી સામે આવી છે. વડોદરા હોસ્પિટલના કર્મચારીઓની આ ગંભીર બેદરકારી આગામી સમયમાં ગુજરાતને કેટલું ભારે પડે છે તે તો આવનારા સમય બતાવશે. પરંતુ હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર બેદરકારી સરકારના નિયમોને પણ ઘોળીને પી લીધા છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, વડોદરામા કોરોનાના દર્દીના મૃત્યુ થયા બાદ વડોદરાના હોસ્પિટલના કર્મચારીઓની ગંભીર કહી શકાય તેવી બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કર્મચારીઓએ કોરોના પોઝિટીવ દર્દીના મોત બાદ તેની અંતિમ ક્રિયા કરવા આવેલા હોસ્પિટલના કર્મચારીની ગંભીર બેદરકારી સામે આવી છે. હોસ્પિટલના કર્મચારીઓએ પહેરેલી સુરક્ષા કીટના કપડા સ્મશાનમા જ ખુલ્લા ફેંકીને જતા રહ્યા હતા.

કોરોનાથી સંક્રમિત થયેલા કપડા ખુલ્લામાં તો શું હવાના સંપર્કમાં પણ ના આવવા જોઈએ. ત્યારે હોસ્પિટલના કર્મચારીઓએ અંતિમ ક્રિયા બાદ પહેરેલી કિટ સ્મશાનમાં જ છોડીને જતા રહ્યા હતા. કોરોનાગ્રસ્ત કપડાનો યોગ્ય નિકાલ કરવાના બદલે કર્મચારીઓ ખુલ્લામાં કપડા નાખી દઈને જતા રહ્યા હતા. જેના કારણે હાલ સ્મશાનમા કામ કરતા કર્મચારીઓ અને ડાધુઓમા કોરોના ફેલાવવાનો ભય દેખાઈ રહ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, ગુજરાત કોરોના પોઝિટિવના કુલ 87 કેસ સામે આવ્યા છે. જેમાંથી 7 દર્દી સાજા થયા છે. જ્યારે 7 દર્દીઓના મૃત્યુ થયા છે. વડોદરાના પ્રથમ કોરોના પોઝિટિવ દર્દીનું આજે સવારે મોત નીપજ્યું છે. રાજ્યમાં અમદાવાદ હોટસ્પોટ જાહેર કરાયું છે. ત્યારે આજે આરોગ્ય અગ્ર સચિવ જયંતિ રવિએ આજે એક પ્રેસ કોન્ફરન્સ કરીને રાજ્યની સ્થિતિ વિશે માહિતી આપી હતી.

અમદાવાદમાં સૌથી વધારે 31 કેસ અને 03 મૃત્યુ નોંધાયા છે. ત્યારબાદ સુરતમાં 12 કેસ અને 1 મૃત્યુ, ગાંધીનગરમાં 11 કેસ, રાજકોટમાં 10 કેસ, વડોદરામાં 09 કેસ અને 1 મૃત્યુ, ભાવનગરમાં 6 કેસ અને 2 મૃત્યુ, પોરબંદરમાં 3 કેસ, ગીર સોમનાથમાં 2 કેસ જ્યારે કચ્છ, મહેસાણા અને પંચમહાલમાં 1-1 કેસ નોંધાયા છે.

આ પણ જુઓ વીડિયો: દાહોદ જિલ્લામાં ફોર વ્હીલર ચલાવવા પર પ્રતિબંધ

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન