Vadodara: Husband wants Divorce from Pregnant wife, Says- Child is Not mine
  • Home
  • Featured
  • વડોદરામાં પતિએ કહ્યું-તારા ગર્ભમાં મારું બાળક નથી, પત્ની બોલી- DNA ટેસ્ટ કરાવી લો

વડોદરામાં પતિએ કહ્યું-તારા ગર્ભમાં મારું બાળક નથી, પત્ની બોલી- DNA ટેસ્ટ કરાવી લો

 | 3:13 pm IST

વડોદરાના તરસાલીમાં રહેતી એક 27 વર્ષીય યુવતીએ મકરપુરા પોલીસ સ્ટેશનમાં નોંધાવેલી ફરિયાદમાં જણાવ્યું હતું કે, બે વર્ષ પહેલાં મારા લગ્ન ભાયલીના યુવક સાથે થયા હતા. પરંતુ અમારો ઘરસંસાર બરાબર ચાલતો ન હોવાથી છૂટાછેડા લીધા હતા. ત્યારબાદ 2019માં જ્વેલર્સની દુકાન ધરાવતાં રિપલ પટેલ સાથે બીજા લગ્ન કર્યા હતા. મારી પતિ થકી હું ગર્ભવતી બની હતી. પરંતુ સાસુ અને નણંદ ગર્ભાપત કરાવવા માટે સતત દબાણ કરી તું ગમે ત્યાંથી લઈને આવી છે, તેમ કહી ત્રાસ આપવાનું શરૂ કર્યું હતું.

ત્યારબાદ રિપલ મને અકોટામાં આવેલી હોસ્પિટલમાં લઈ ગયો હતો. તે વખતે મારા મોટા સાસુ માલતીબહેને ફોન કરીને કહ્યું હતું કે, તમે બંને ભાઈ-બહેનનો સંબંધ છે, તું મારા છોકરાના પૈસા બગાડીશ નહીં. તે પછ મારા પતિ પણ તપાસ કરાવ્યા વગર હોસ્પિટલમાંથી નીકળી ગયા હતા. મારી નણંદે મારા પતિને કહ્યું હતું કે, તારી પત્નીને ગર્ભ છે, તે કઢાવી નાખો. જેથી પતિએ મને ગર્ભપાત કરાવાની ગોળી ખાવા આપી હતી. પરંતુ મેં ન ખાતા દારૂના નશામાં મારી સાથે મારઝૂડ કરી હતી.

મારા પતિએ ધમકી આપી હતી કે, તને જે ગર્ભ છે, તે બાળકને લઈ તું ક્યા જઈશ, મારે તને રાખવાની નથી, તેમ કહી પિતાના ઘરે મોકલી દીધી હતી. મેં રિપલને મેસેજ કર્યો કે, તારે ડીએનએ ટેસ્ટ કરાવવા હોય તો કોર્ટમાં આવી જા, પરંતુ તેણે કોઈ જવાબ આપ્યો ન હતો. જેથી મેં ફરી એક મેસેજ કરી તમે કહો તે હોસ્પિટલમાં હું ડીએનએ ટેસ્ટ માટે આવવા માગુ છું. ત્યારે પણ કોઈ રિપ્લાય આપ્યો ન હતો. અને વકીલ મારફતે નોટિસ આપી હતી. પોલીસે ફરિયાદના આધારે પતિ રિપલ, સાસુ ઉષા, નણંદ મિતા અને મોટા સાસુ માલતી સામે ગુનો નોંધ્યો છે.

આ વીડિયો પણ જુઓઃ

પેટાચૂંટણી પહેલા રાજસ્થાનમાંથી દારૂ ઘૂસાડવાનું ષડયંત્ર ઝડપાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન