Vadodara Ice Cream Parlor Owner makes Ayurvedic Ice Cream in Corona Condition
  • Home
  • Corona
  • કોરોના સે ડરો ના: વડોદરાનાં યુવાને બનાવી ઈમ્યુનિટી વધારતી આયુર્વેદિક આઈસ્ક્રીમ અને થીક શેક

કોરોના સે ડરો ના: વડોદરાનાં યુવાને બનાવી ઈમ્યુનિટી વધારતી આયુર્વેદિક આઈસ્ક્રીમ અને થીક શેક

 | 5:10 pm IST

હાલ કોરોના મહામારીને લઈ રોગપ્રતિકારક શક્તિ વધારવા માટે અનેક પ્રકારનાં ઉકાળા પીવે છે. તેવામાં હવે ઈમ્યુનિટિ વધારવા માટે આયુર્વેદિક કોરોના આઈસ્ક્રીમ આવી ગઈ છે. આઈસ્ક્રીમની સાથે સાથે ઈમ્યુનિટી બૂસ્ટર થીક શેક પણ બનાવવામાં આવ્યો છે. વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં આવેલા આઈસ્ક્રીમ પાર્લરના સંચાલકે ઇમ્યુનિટી વધારવા માટે આયુર્વેદા આઇસ્ક્રીમ અને થીક શેક તૈયાર કર્યાં છે.

વડોદરામાં જનતા આઈસ્ક્રીમ પાર્લરે કોરોના મહામારીને લઇને અમે ઇમ્યુનિટી વધારવા માંટે આયુર્વેદા આઇસ્ક્રીમ અને થીક શેક તૈયાર કર્યો છે. તજ, લવિંગ, ફુદીનો, તુલસી, આમળા, આદુ, ઈલાયચી, બદામ અને કાળામરીનો ઉપયોગ કરીને આઇસ્ક્રીમ તૈયાર કરવામાં આવ્યો છે. ઉકાળો કદાચ તમને કડવો લાગી છે. પણ સ્વાદિષ્ટ આઈસ્ક્રીમ કડવી લાગતી નથી.

હાલ નાના બાળકોથી લઇને મોટા લોકોને આ આઈસ્ક્રીમ ખુબ જ પસંદ આવી રહ્યો છે. અને આઈસ્ક્રીમની મજા સાથે ઈમ્યુનિટી પણ વધતી હોવાથી લોકોનો ધસારો પણ વધી રહ્યો છે. ઉલ્લેખનીય છે કે, અગાઉ ઈમ્યુનિટી વધારતાં કોરોના ખાખરા, કેક સહિતની વસ્તુઓ લોકોએ માર્કેટમાં લોન્ચ કરી છે. આમ હવે કોરોનાને કારણે લોકો ખાદ્ય વસ્તુઓમાં સ્વાસ્થ્યવર્ધક વસ્તુઓ જ પસંદ કરી રહ્યા છે.

આ વીડિયો પણ જુઓઃ શિક્ષણ વિભાગે પ્રોફેસરોના પ્રમોશન અટકાવ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન