Vadodara In 69-year-old Ashok Jain to Home Minister and CP Written Letter
  • Home
  • Featured
  • વડોદરા ચકચારી દુષ્કર્મકાંડ: ‘બ્લેક મેઈલિંગના ઈરાદે ખોટી ફરિયાદ થઇ છે, હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું’

વડોદરા ચકચારી દુષ્કર્મકાંડ: ‘બ્લેક મેઈલિંગના ઈરાદે ખોટી ફરિયાદ થઇ છે, હું નાર્કો ટેસ્ટ માટે તૈયાર છું’

 | 10:54 am IST
  • Share

ચકચારભર્યા દુષ્કર્મકાંડના આરોપી પૈકીના એક એવા ચાર્ટડ એકાઉન્ટન્ટ અશોક જૈને બુધવારે ગૃહ રાજય મંત્રી તથા પોલીસ કમિશનરને સંબોધીને લેખીત રજુઆત કરી છે. જેમાં જણાવ્યુ છે કે બીજા નંબરના આરોપી તરીકે દર્શાવેલા રાજુ ભટ્ટને તેઓ ઓળખતા પણ નથી અને મળ્યા પણ નથી મારી સામે ખોટી ફરીયાદ કરવામાં આવી છુ અલ્પુ સિંધી અમારી ઉપર ખોટી ફરીયાદ કરવા માટે દબાણ કરી ઘણાં સમયથી બ્લેક મેઈલ કરી રહયો છે. જેથી ઉચ્ચ પોલીસ અધિકારી મારફતે યોગ્ય તપાસ કરવાની માંગ કરી છે તપાસમાં સહકાર માટે નાર્કો ટેસ્ટ, બ્રેઈન મેપીંગ અને પોલીગ્રાફી ટેસ્ટ કરાવા માટે તૈયારી દર્શાવી છે. આ લેખીત રજુઆતથી તપાસમાં પુનઃ વળાંક આવ્યો છે.

અશોક જૈન (રહે,દિવાળીપુરા)એ જણાવ્યુ હતુ કે મારી ઉંમર 69 વર્ષની છે. હું 45 વર્ષ કરતાં વધુ સમયથી સીએની પ્રેક્ટીસ કરુ છું મારી કારકિર્દીમાં 300થી વધુ સીએ ટ્રેનીંગ મેળવી છે. મારી સાથે થયેલા આક્ષેપ મનઘડત અને ખોટા છે. પાંચ મહિના પહેલા પ્રણવ શુકલના રેફરન્સથી આ યુવતી મારી પાસે આવી હતી. પોતે હરીયાણાની છે અને કાયદાનો અભ્યાસ કરતી હોવાથી શીખવા આવવા વિનંતી કરી હતી. મારા સ્ટાફમાં અન્ય યુવતીઓ પણ કામ કરે છે તેની સાથે બેસીને કામ શીખતી હતી.

ફરીયાદમાં આરોપી તરીકે દર્શાવેલા રાજુભાઈ ભટ્ટને હું ઓળખતો નથી કયારે પણ મળ્યો નથી કે ફોન ઉપર વાત સુધ્ધા થઈ નથી. જે ફલેટમાં દુષ્કર્મ થયુ હતુ તે ફલેટ પણ મે ભાડે અપાવ્યો છે તે વાત પણ ખોટી છે. યુવતી તેના ભાઈ સાથે ફલેટમાં રહેતી હતી અને ભાઈ ના હોય ત્યારે બૉયફ્રેન્ડ અલ્પુ સિંધી સાથે રહેતી હોવાનું જાણવા મળ્યુ છે.

તા.21મી ઓગસ્ટે યુવતીએ મને જણાવ્યુ હતુ કે, ગત વર્ષનું ઈન્કમટેકસ રીટર્ન ફાઈલ કરવાનું બાકી છે. તેના મિત્ર અલ્પેશ વાઘવાણી સાથે એક મોટુ કામ થવા જઈ રહયુ છે તેણીને રૂ. 15 કરોડ મળવાના છે જેથી રીટર્ન ફાઈલ કરવુ પડે તેમ છે. તા.14મી સપ્ટેમ્બર 2021ના રોજ યુવતી ઓફીસે આવી હતી જેનું રીટર્ન ફાઈલ કર્યુ હતુ. જેના સીસીટીવી ફુટેજ પણ છે.

આ યુવતીના એક્સીસ અને એચ.ડી.એફ.સી. બેંકના એકાઉન્ટમાં પાછલા એક વર્ષમાં 50 લાખનું ટ્રાન્જેકશન થયુ છે. એક વિદ્યાર્થિનીના બેંક એકાઉન્ટમાં આટલી રકમ આવી કયાંથી ? કોઈ ધર્મેશ પંચાલ નામના વ્યકિતના નામે રૂ. ૧૩ લાખની એન્ટ્રી છે. આ ધર્મેશ પંચાલનો પણ તા.૨જી સપ્ટેમ્બરે મારા ઉપર ફોન આવ્યો હતો અને મને પૂછતો હતો કે યુવતીનું તમારી સાથે જમીન બાબતે કોઈ ડિલીંગ ચાલે છે ? મે ના પાડી હતી પરંતુ ત્યારે મે આ બાબતને સહજતા પૂર્વક લીધી હતી. બ્લેક મેઈલીંગ કરવાના ઈરાદે કરાયેલી ફરીયાદની તપાસ ઉચ્ચ પોલીસ અધિકારીને સોંપવા ભાર પૂર્વક રજુઆત કરવામાં આવી છે.

સહારાની જમીન સરકાર હસ્તક લેવા સુપ્રીમે હુકમ કર્યો હતો

દુષ્કર્મનું પ્રકરણ દબાવા માટે સીએ અશોક જૈન અને પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટે પીડિતાને સહારા ઈન્ડસ્ટ્રીઝની જમીનના નફામાં 50 ટકા ભાગની ઓફર કરી હતી. હકીકતમાં આ જમીનનો વિવાદ સુપ્રીમ સુધી પહોંચ્યો હતો અને જમીન સરકાર હસ્તક લેવાનો સુપ્રીમ કોર્ટે હુકમ કર્યો હતો. તે વખતના તત્કાલિન કલેકટર વિનોદ રાવે રાજય સરકાર પાસે માર્ગદર્શન સુધ્ધા માગ્યુ હતુ. પરંતુ રાજય સરકારે કોઈ માર્ગદર્શન આપ્યુ નથી તેમ જાણવા મળે છે.

કોલ ડિટેલ્સ અને વોટ્સએપની તપાસ પુરાવા આપી શકે છે

અશોક જૈન, રાજુ ભટ્ટે પીડિતાને છેલ્લાં કેટલાંક સમયમાં ફોન કે વોટ્સએપ મેસેજ કર્યાં ? તેની વિગતો હજુ તપાસ દરમિયાન બહાર આવી નથી. મોબાઇલ નંબરના સીડીઆરની તપાસમાં ટેકનિકલ પુરાવા મળી શકે છે.

 

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો