Vadodara In Ahmedabad Karnavati Express locomotive splits near railway station, Social Media Video Viral
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Videos
  • Featured Videos
  • વડોદરામાં કર્ણાવતી એક્સપ્રેસના ડબ્બા છૂટ્ટા પડીને એન્જિન આગળ નીકળી ગયુ, ઘટનાનો Live Video વાઈરલ

વડોદરામાં કર્ણાવતી એક્સપ્રેસના ડબ્બા છૂટ્ટા પડીને એન્જિન આગળ નીકળી ગયુ, ઘટનાનો Live Video વાઈરલ

 | 1:01 pm IST
  • Share

રાજ્યમાં રેલવે વિભાગની એવી ઘણી બેદરકારીઓના કારણે મોટી દુર્ઘટનાઓ બનતી હોય છે અથવા તો સદ્દનસીબે થતી અટકે છે. વડોદરામાં આવી જ એક ઘટના બની હતી. વડોદરા રેલવે સ્ટેશન પાસે ટ્રેનના ડબ્બા છૂટા પડી ગયા હતા અને એન્જિન આગળ જતું રહ્યું હતું. આ ઘટનાનો સોશિયલ મીડિયામાં એક વીડિયો ખુબ જ વાયરલ થઈ રહ્યો છે. આ દુર્ઘટના આજે સવારે કર્ણાવતી કોવિડ-19 સ્પેશિયલ એક્સપ્રેસ ટ્રેન સાથે દુર્ઘટના થઇ હતી.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરામાં અમદાવાદથી મુંબઈ જતી કર્ણાવતી એક્સપ્રેસ ટ્રેનની બાગીઓ એન્જિનથી છુટી પડી ગઈ હતી અને માત્ર એન્જિન સાથે બે બોગીઓ જ સાથે આગળ નીકળી ગયું હતું. તમને જણાવીએ કે અમદાવાદથી મુંબઇ સેન્ટ્રલ તરફ જતા કર્ણાવતી એક્સપ્રેસ(02934)ના પેસેન્જર ડબ્બા છૂટ્ટા પડી ગયા હતા. કર્ણાવતી એક્સપ્રેસ નિર્ધારીત સમયે વડોદરા રેલવે સ્ટેશન ઉપર સવારે 6:30 વાગ્યે આવી પહોંચી હતી. ત્યારબાદ આ ઘટના બની હતી.

વડોદરાથી વિશ્વામિત્રી રેલવે સ્ટેશન વચ્ચે વહેલી સવારે આ ઘટના બની હતી. ત્યારે એક પેસેન્જરે આ ઘટનાનો વીડિયો બનાવી પોતાના ટિ્વટર પર વાઈરલ કરતા રેલવેની ટીમ સ્થળ પર પહોંચી ગઇ હતી. ટ્રેનની સ્પિડ ઓછી હોવાના કારણે મોટી દુર્ઘટના ટળી ગઇ હતી. આ ઘટનાનો વીડિયો ઉતારનાર પેસેન્જરનું નામ વિકાશ શર્મા છે અને તેને વીડિયો ઉતારીને ટ્વિટર પર વાઈરલ કર્યો હતો. આ ઘટનામાં એવું પણ જણાવવામાં આવે છે કે જો ટ્રેનની સ્પીડ વધુ હોત તો મોટી દુર્ઘટના સર્જાય હોત.

આ ઘટનાને પગલે અડધો કલાક ટ્રેન મોડી પડી હતી. આ ઘટનાની તપાસ માટે તાત્કાલિક તપાસ કમિટી બનાવી દેવામાં આવી છે. સદભાગ્યે આ ઘટનામાં કોઇ જાનહાની
થઇ નથી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન