Vadodara In Attempted self-destruction by 6 members of the same family in Sama area
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ઘરના દ્રશ્યોથી પોલીસ ચોંકી, ઠંડા પીણામાં પેસ્ટીસાઈડ ભેળવીને…

વડોદરામાં સોની પરિવારનો સામૂહિક આપઘાતનો પ્રયાસ, ઘરના દ્રશ્યોથી પોલીસ ચોંકી, ઠંડા પીણામાં પેસ્ટીસાઈડ ભેળવીને…

 | 5:44 pm IST
  • Share

વડોદરાથી એક મહત્વપૂર્ણ સમાચાર મળી રહ્યા છે. વડોદરાના સમા વિસ્તારમાં એક પરિવારે સામૂહિક આપઘાત કરી લેતા વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે. પરિવારના 6 સભ્યોએ એક સાથે સામૂહિક આપઘાતનો પ્રયાસ કરાયો હતો. જેમાં દુર્ભાગ્યવશ 3 વ્યક્તિઓના કરૂણ મોત નિપજ્યા છે, જ્યારે અન્ય 3 વ્યક્તિઓ સારવાર હેઠળ છે.

વડોદરાના સમા વિસ્તારમાં બનેલી આ ઘટનામાં આપઘાત કરવા પાછળનું કારણ અકબંધ છે. ઘટનાની જાણ પોલીસને થતાં ઉચ્ચ પોલીસના કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પ્રાથમિક તપાસમાં પોલીસને ઝેરી દવા પીને 6 લોકોએ આપઘાત કરવાનો પ્રયાસ કરાયો હોવાનું જાણવા મળી રહી છે. બીજી બાજુ પોલીસ આ કેસમાં ઝીણવટપૂર્વક તપાસ કરી રહી છે અને કારણ જાણવાનો પ્રયાસ કરી રહી છે.

આ ઘટનાની મળતી માહિતી પ્રમાણે, વડોદરાના સમા વિસ્તારની સ્વાતિ સોસાયટીમાં આજે એક જ પરિવારના 6 લોકોએ સામૂહિક આપઘાતનો પ્રયાસ કરતા વિસ્તારમાં ખળભળાટ મચી ગયો છે. જાણવા મળી રહ્યું છે કે પરિવારમાં 6 સભ્યો હતો અને કોઈ અગમ્ય કારણોસર તેમને ઝેરી દવા પીને આપઘાતનો પ્રયાસ કર્યો છે. આ ઘટનામાં 3 વ્યક્તિઓના કરૂણ મોત થયા છે, જ્યારે 3 સારવાર હેઠળ હોસ્પિટલમાં ખસેડાયા છે.

સ્વાતિ સોસાસટીમાં રહેતા સોની પરિવારના નરેન્દ્ર સોની, ભાવિન સોની, દીપ્તિ સોની, રિયા સોની, ઉર્વશી સોની સહિતના 6 લોકોએ જંતુનાશક દવા પી લીધી હતી. જેમાં એક બાળકી તેના પિતા મળીને 3 લોકોના મોત થયા હતા. સમા વિસ્તારમાં આવેલી સ્વાતિ સોસાયટીના સી-13 નંબરના મકાનમાં રહેતા આખા પરિવારે જંતુનાશક દવા ગટગટાવી મોતને વ્હાલું કરવા પ્રયાસ કર્યો હતો. પ્રાથમિક તારણમાં પરિવારજનોએ આર્થિક તંગીના કારણે આત્મઘાતી પગલુંભર્યું હોવાનું સામે આવ્યું છે.

જાણવા મળી રહ્યું છે કે, મંગળ બજાર ઇમિટેશન જવેલરીની દુકાન ધરાવતા નરેન્દ્ર સોની પોતાના 6 સભ્યોના પરિવાર સાથે સમા વિસ્તારના સ્વાતિ સોસાયટીમાં રહેતા હતા. પરિવારમાં નરેન્દ્ર ભાઈ સોની તેમની પત્ની દીપ્તિ સોની, તેમનો પુત્ર ભાવિન, પુત્રવધુ ઉર્વશી સોની, પુત્રી રિયા અને 6 વર્ષીય પૌત્ર પાર્થ હતા. પોલીસનું માનીએ તો નરેન્દ્ર સોનીનો વ્યવસાય કોરોનાકાળમાં બંધ થયો હતો જેને લઈને આર્થિક ભીંસ આવતા તેઓએ પ્લાસ્ટિકની ચીજ વસ્તુઓ વેચવાનું શરૂ કર્યું હતું. જેમાં પણ તેઓને સફળતા મળી ન હતી.

નરેન્દ્ર ભાઈએ દોઢ વર્ષ અગાઉ પોતાનું મકાન વેચી ભાડે રહેવાનું શરૂ કર્યું હતું. તેમાં પણ કોરોના મહામારીમાં લોકડાઉન આવતા પડતા પર પાટુ જેવો ઘાટ સર્જાયો હતો, જેને કારણે નરેન્દ્ર ભાઈ સોની, પુત્ર ભાવિન અને સૌ વડીલોએ વિષપાન કરી જીવન ટૂંકાવવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસને જાણ થતાં પોલીસના ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે આવ્યો હતો અને દરવાજો ખોલતા પોલીસ પણ ચોંકી ઉઠી હતી. પરિવારના સભ્યોએ ઠંડાં પીણામાં પેસ્ટીસાઈડ ભેળવીને આપઘાત કર્યો હતો. હાલ તમામ 6 લોકોના મોત થયા છે.

વડોદરામાં બનેલી આ ઘટનામાં 1 વૃદ્ધ, 1 બાળક અને 1 મહિલાનું મોત થઈ ચૂક્યું છે. જ્યારે 3 લોકોને સારવાર અર્થે SSG હોસ્પિટલમાં ખસેડાયા છે. ઘટનાની માહિતી પોલીસને મળતા ઉચ્ચ અધિકારીઓનો કાફલો ઘટના સ્થળે પહોંચ્યો હતો. પોલીસને હજુ સુધી આપઘાતનું કારણ જાણવા મળ્યું નથી. પરંતુ પ્રાથમિક તપાસમાં જાણવા મળી રહ્યું છે કે પરિવારના 6 સભ્યોએ દવા પીધા બાદ જાતે જ પોલીસ કંટ્રોલ રૂમમાં ફોન કર્યો હતો. હાલ પોલીસની ટીમ ઘટના સ્થળે પહોંચી ગઈ છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન