Vadodara In Baglamukhi Temple Distracted by the viral excerpts of the alleged chatting
  • Home
  • Featured
  • યુવતીએ લખ્યું, હેપ્પી વેલેન્ટાઈન માય લવ.. ‘મુઝે આપ કો અકેલે મેં પ્યાર કરના થા, ગલે લગ કે સોના થા…’

યુવતીએ લખ્યું, હેપ્પી વેલેન્ટાઈન માય લવ.. ‘મુઝે આપ કો અકેલે મેં પ્યાર કરના થા, ગલે લગ કે સોના થા…’

 | 6:09 pm IST

વારસિયા રીંગ રોડ પર બગલામુખી આશ્રામમાં પોતાની જાતે બની બેઠેલા સદગુરૂ પ્રશાંત ઉપાધ્યાયના ગોરખધંધાનો પર્દાફાશ થતાંં તેનો અસલી ચહેરો ખુલ્લો પડી ગયો છે. ભગવો ધારણ કરી કેટલાક ભોળા અને નિર્દોષ અનુયાયીઓની આંખમાં ધૂળ નાંખી પોતાના રોટલા શેકતા આ પાખંડીના કાળા કરતૂતો એક પછી એક બહાર આવી રહ્યાં છે, ત્યારે આજે એક યુવતી સાથેની તેની કથિત વાતચીતની સ્ક્રીપ્ટ વાઈરલ થતાં ચકચાર મચી છે. આ ઢોંગી બાબા સાઈબરની દુનિયામાં પણ માહેર છે અને યુવતી સાથેની મોટાભાગની વાતચીતમાં લખેલું આવે છે.

‘આપ પેર દબાને ફ્રેસ હોકે આ જાઓ.., જી.. ગુરુજી, મેં ફ્રેસ હોને જા રહી હું’

યુવતી: મુજે આપ સે બાત કરની હે, એસા મુજે કુછ નહીં થા, હોઠ પે ગરમી નીકલી હે તો મેં જબ કર રહી થી તો મુઝે ખૂન નીકલ રહા થા, તો આપ કો ઈન્ફેક્શન હો જાતા ના, ઈસ લીયે નહીં કિયા થા, ઓર મુજે આપ કો અકેલે મેં પ્યાર કરના થા, સાદા વાલા ગલે લગ કે સોના થા, ઓર કોઈ બાત નહીંથી.

સદગુરૂ : ટાઈમમાં ક્લિયર થઈ ?

યુવતી :નના પાંચમો દિવસ છે, હજુ આવે છે મને

સદગુરૂ : ઓકે

યુવતી : મેં આપ કો મિલને આઉગી, સત્સંગ કે બાદ…

સદગુર : (MEDIA OMITTED) લખેલું આવે છે.

યુવતી: લવ યુ, આદેશ કબુલ કરને કે દયા કરે, દયા કરે, બંદગી સાહેબ, બંદગી સાહેબ, ગુરૂજી

સદગુરૂ : યે દુસરે વાલે વોશરૂમ મેં ઉસ કે ક્લોથ જો વોશ કીયે હુએ હે નઈ

યુવતી : શબ્દ રાત્રી, મીસ યુ, આપ કો પ્યાર કર કે સુકુન મિલા, પર તડપ બઢ ગઈ, અબ જલ્દી મિલના હે, બહોત લંબા મિલના હે, આપ કો ગલે લગ કે બાહોં મેં લેકે સોના હે, લવ યુ

સદગુરૂ : વ્હેર આર યુ? આઈ એમ ગોંઈગ

યુવતી : ગુરૂજી આપ કહાં જા રહે હે, ગુરૂજી આપ કબ આઓગે, ગુરૂજી વો ગઈ, બુ લાલુ, મેને બોલા ઉસે કે પુછ લે ગુરૂજી કો, ઉસને કહા મે નહીં પુછ શકતી, મુજે ડર લગતા હે, લવ યુ ગુરૂજી, મુજે આપ કો બહુત પ્યાર કરના હે, ઓર ભી બહોત સારા, આપ હર બાર બાદ મે, બાદ મે, બાદ મે કહેતે હે, મેં નહીં છોડુગી આપ કો બહોત પ્યાર કરુગી, મુજે આપસે બહોત બાત ભી કરની હે, ગુરૂજી મુજે ફીર સે શબ્દ કે બારે મેં પુછના હે, વો બતાયેગે બહોત પરેશાની લવ યુ. પહોંચ ગયે આપ, આપ કા ખયાલ રખના

સદગુરૂ : નો, આદિત્ય (નામ બદલ્યુ છે) કહાં હે?

યુવતી : મેં દેખ કે આતી હું, જબ મેં ઉપર આઈ થી તબ ખાના ખા રહે થે, સબ સો ગયે હે, હીના (નામ બદલ્યુ છે) ઉસ રૂમ મેં હે.

સદગુરૂ : આઈ ટોલ્ડ..

યુવતી: કેસે હે આપ, ગુડવાલી મોર્નિગ, લવ યુ, મેરી તરફ સે ઉસે દેના એકલિંગીજી કો.

સદગુરૂઃ ઈન્વાયન્ટીંગ યુ ફોર ધનતેરસ

યુવતી: ખાના ખાને કે લીયે, થુન્ક યુ..

સદગુરૂ : આપ પેર દબાને ફ્રેસ હોકે આ જાઓ..

યુવતી : જી..ગુરૂજી, મેં ફ્રેસ હોને જા રહી હું

સદગુરૂ : (MEDIA OMITTED) લખેલું આવે છે

યુવતી : હેપ્પી વેલેન્ટાઈન ડે માય લવ..

વારસિયાના બહુચર્ચિત તાંત્રિકે ધરપકડ ટાળવા કોર્ટ પાસે આગોતરા માગ્યાં, ૧૭મીએ ચુકાદો…આરોપીને આગોતરા જામીન અપાશે તો સાક્ષીઓને ફોડી તપાસને નુકસાન કરશે :પોલીસ

વડોદરામાં આર્થીક ભીંસમાં મુકાયેલાં ફેકટરી માલીકની દશા સુધારવા માટે રૂ. 21.80 લાખ પડાવી લેનારા વારસીયાના બહુચર્ચીત બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિરના વોન્ટેડ તાંત્રીક ડૉ.પ્રશાંત ઉપાધ્યાયે પોલીસની ધરપકડ થી બચવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી દાખલ કરી છે. જો, આરોપીને આગોતરા જામીન આપવામાં આવશે તો સાક્ષીઓને ફોડીને તપાસને નુકસાન પહોંચાડશે. તેવું ઈન્વેસ્ટીગેશન ઓફીસરે સોગંદનામુ રજુ કર્યું છે. આગોતરા જામીન અરજીની દલીલો પુરી થઈ ચુકી છે. તા. 17મીએ ચુકાદો જાહેર થવાની શકયતા છે.

પાણીગેટ દેવદત્ત કૃપા સોસાયટીમાં રહેતાં દેવરાજ ભાનુભાઈ પંડયા હાલોલ બાસ્કા ખાતે કાસ્ટીંગ મશીનના પાર્ટસની ફેકટરી ધરાવે છે. મંદીના કારણે ધંધામાં રૂ. 2 કરોડની ખોટ ગઈ હતી. આર્થીક સ્થિતિ સુધારવા માટે દેવરાજ પંડયાએ વારસીયાના બગલામુખી બ્રહ્માસ્ત્ર વિદ્યા મંદિરમાં કહેવાતા ગુરુજી ડૉ. પ્રશાંત મહેશચંદ્ર ઉપાધ્યાય (રહે, ડી-૭, દયાનંદ પાર્ક, ગોકુળ પાર્ટી પ્લોટ પાસે, ગોત્રી) હોમ હવન કરાવ્યા હતા.

મંત્રોચ્ચાર સાથે સિધ્ધ કરેલું મંત્ર બનાવવા માટે આરોપી પ્રશાંત ઉપાધ્યાયે ફેકટરી માલીક પાસેથી રૂ. 21.80 લાખ પડાવી લીધા હતા અને ખોટા કેસમાં ફસાવી દેવાની ધમકી આપી હતી. કહેવાતો તાંત્રીક ભુગર્ભમાં ઉતરી ગયો છે. પોલીસની ધરપકડ ટાળવા માટે સેશન્સ કોર્ટમાં આગોતરા જામીન અરજી મુકી હતી. જેની સુનાવણી હાથ ધરાતાં તપાસ અધિકારીએ સોગંદનામુ મુકયુ હતુ.

સરકારી વકીલ ભાવિક પુરોહિતે દલીલ કરી હતી કે, સમાજમાં દાખલો બેસાડવા માટે પણ આરોપીને આગોતરા જામીન આપવા જોઈએ નહીં. બંન્ને પક્ષના વકીલોની દલીલો પુરી થઈ ચુકી છે. હવે તા.17મીએ અદાલત દ્વારા ચુકાદો જાહેર કરવામાં આવે તેવી શકયતા છે.

ભોગ બનનારાઓની સંખ્યા વધી, બીજા ૪ જણાં પાસેથી 14 લાખ પડાવ્યાં
આરોપીએ તંત્ર વિદ્યાના નામે બીજા લોકો પાસેથી પણ રૂ. 14 લાખ પડાવી લીધા હોવાની વિગતો તપાસમાં ખુલી છે.જાણવા મળતી માહીતી પ્રમાણે હિતેશકુમાર જયંતિલાલ સોની પાસેથી રૂ. 8.16 લાખ, કલ્પનાબેન વિજયકુમાર શાહ પાસેથી રૂ. 1.60 લાખ,ભૂમિકાબેન સંતોષભાઈ ભગત પાસેથી રૂ. 3.11 લાખ ઉપરાંત રકમ મંત્ર તંત્રના નામે પડાવી લીધી છે.

કેટલાક પોલીસવાળા કહેવાતા તાંત્રિકના ચરણ સ્પર્શ કરવા જતાં
બગલામુખી આશ્રામ સાથે સંકળાયેલા સૂત્રોનું કહેવું છે કે, કેટલાક પોલીસ અધિકારી અને કર્મચારી પણ પાખંડી પ્રશાંત ઉપાધ્યાયના ચરણ સ્પર્શ કરવા આશ્રામમાં આવતા હતા. પ્રશાંતના કરતૂત છુપાવવા વારસિયા પોલીસના ધમપછાડા । પ્રશાંતને બચાવવા વારસિયા પોલીસે ધમપછાડા કરી મુક્યા હતા. પોલીસે આરોપી પ્રશાંત વિરુદ્વ નોંધાયેલી ફરિયાદ પણ ઓનલાઈન કરી ન હતી, તો પોલીસ કંટ્રોલ રૂમ તરફથી રોજ પ્રસિધ્ધ રોજિંદી ઘટના અંગેની પ્રેસનોટમાં પણ ફરિયાદ ન આવે તેની કાળજી રાખી હતી, પરંતુ આરોપીએ કોર્ટમાં આગોતરા મુકતાં પોલીસ ખુલ્લી પડી ગઈ હતી. માનીએ કે, પોલીસે પ્રશાંતને પકડવા ગુપ્તતા જાળવી હશે, પરંતુ આરોપી પકડાયો નથી, તે સત્ય છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન