Vadodara In BSF jawans will leave for the funeral of Sanjay Sadhu Gujarat
  • Home
  • Featured
  • દોઢ વર્ષના પુત્રએ રડતા મુખે વડોદરાના શહીદ પિતાને આપી મુખાગ્નિ, લોકોના આંખના ખૂણા ભીના

દોઢ વર્ષના પુત્રએ રડતા મુખે વડોદરાના શહીદ પિતાને આપી મુખાગ્નિ, લોકોના આંખના ખૂણા ભીના

 | 1:58 pm IST

વડોદરાના પનોતા પુત્ર આસામમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા. શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો નશ્નરદેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

વડોદરાના શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુને દોઢ વર્ષના પુત્ર ઓમ સાધુએ મુખાગ્નિ આપી છે. શહીદ બીએસએફ જવાનોના ગાર્ડ ઓફ ઓનર સાથે પંચમહાભૂતમાં વિલિન થયા છે. જ્યારે પત્નીએ સોળ શણગાર સજી પતિને ધ્રુસકે ધ્રુસકે રડીને વિદાય આપી હતી. આ સમયે હજારો આંખો ભીની થઈ હતી.

આજે સવારે શહીદ જવાનનો નશ્વરદેહ પરિવારજનોને સુપરત કરવામાં આવ્યો હતો. વડોદરાના ગોરવા સ્થિત ઘરે હાલ તેમનો નશ્વરદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો છે. જ્યાં વીર શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી.

સવારે 10:30 વાગ્યે સ્મશાન યાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળશે અને પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા પહોંચશે જ્યાં શહીદ જવાનની અંતિમવિધિ કરવામાં આવશે. શહીદીને અનુરૂપ અંતિમવિધિ માટે જિલ્લા, પોલીસ તંત્ર અને બીએસએફે તૈયારીઓ કરી છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, સંજય સાધુનો નશ્વરદેહને મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા. સવારે 10:30 વાગ્યે સ્મશાન યાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળીને પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા પહોંચી હતી. જ્યાં શહીદ જવાનની અંતિમવિધિ કરવામાં આવી હતી. શહીદીને અનુરૂપ અંતિમવિધિ માટે જિલ્લા, પોલીસ તંત્ર અને બીએસએફ દ્વારા તૈયારીઓ કરવામાં આવી હતી.

આ વીડિયો પણ જુઓ: વડોદરાના શહીદ જવાન ઘરે ગાર્ડ ઓફ ઓનર અપાયું

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન