Gujarat: Vadodara in BSF jawans will leave for the funeral of Sanjay Sadhu
  • Home
  • Featured
  • પનોતા પુત્રના ગમમાં વડોદરા હિંબકે ચઢ્યું, સોળે શણગાર સજીને પત્નીએ પતિ સંજય સાધુને આપી વિદાય

પનોતા પુત્રના ગમમાં વડોદરા હિંબકે ચઢ્યું, સોળે શણગાર સજીને પત્નીએ પતિ સંજય સાધુને આપી વિદાય

 | 10:50 am IST

વડોદરાના પનોતા પુત્ર આસામમાં પેટ્રોલિંગ દરમિયાન શહીદ થયા હતા. શહીદ થયેલા બીએસએફ જવાન સંજય સાધુનો નશ્નરદેહ મોડીરાત્રે વડોદરા એરપોર્ટ પર લવાયો હતો. એરપોર્ટ પર શહીદને શ્રદ્ધાંજલિ અર્પવા મોટી સંખ્યામાં શહેરીજનો ઉપસ્થિત રહ્યા હતા.

આસામમાં ઇન્ડો-બાંગ્લાદેશ બોર્ડર પર બે દિવસ અગાઉ શહીદ થનાર બોર્ડર સિક્યોરિટી ફોર્સના પોલીસ ઇન્સ્પેક્ટર સંજય સાધુનો મૃતદેહ મંગળવારે મોડીરાતે રાષ્ટ્રીય સન્માન સાથે દિલ્હીથી વડોદરા મોકલાયો હતો. બુધવારે વીર શહીદ સંજય સાધુને રાષ્ટ્રીય સન્માન સાથે અંતિમ વિદાય અપાશે. શહીદની અંતિમ યાત્રા સવારે 10.30 વાગે ગોરવા-કરોડિયા રોડની ભગવત કૃપા સોસાયટીથી નિકળી ગોરવા સ્મશાન ખાતે જશે.

વડોદરાના ગોરવા વિસ્તારમાં રહેતાં સંજય સાધુની અંતિમ યાત્રામાં શહેર ઉમટી પડયું હતું. એક મહિનાના ટૂંકા ગાળામાં વડોદરામાંએ બે વીર ગુમાવતા શહેર હીબકે ચઢ્યું હતું. સંપૂર્ણ રાષ્ટ્રીય સન્માન સાથે નીકળેલી અંતિમ યાત્રામાં ગોરવા વિસ્તારની ગલીઓથી લઈને રાજમાર્ગ સુધી ‘ભારત માતા કી જય’ના નારાથી વાતાવરણ ગૂંજી ઉઠ્યું હતું. વડોદરાના માર્ગ પર શહીદ સાધુની અંતિમ યાત્રામાં શહીદ અમર રહોના નારા લાગ્યા હતા.

આજે સવારે વડોદરાના ગોરવા સ્થિત શહીદ જવાનના ઘરે તેમનો નશ્વરદેહને અંતિમ દર્શન માટે મૂકવામાં આવ્યો હતો. જ્યાં વીર શહીદ જવાનની પત્ની અંજના સાધુએ સોળે શણગાર સજીને પતિને અંતિમ વિદાય આપી હતી. સવારે 10:30 વાગ્યે સ્મશાન યાત્રા ગોરવા સ્થિત ભગવતીકૃપા સોસાયટીના નિવાસસ્થાનેથી નીકળી હતી અને પંચવટી, સહયોગ, આઇટીઆઇ ગોરવા થઇને ગોરવા સ્મશાન ગૃહ ખાતે અંતિમયાત્રા પહોંચ્યા હતા. જ્યાં શહીદ જવાનની અંતિમવિધિ કરવામાં આવશે. શહીદીને અનુરૂપ અંતિમવિધિ માટે જિલ્લા, પોલીસ તંત્ર અને બીએસએફે તૈયારીઓ કરી છે.

કલેક્ટર, પરિવારને સાંત્વના
કલેક્ટર શાલિની અગ્રવાલ અને કમિશનર અનુપમસિંઘ ગહલૌતે શહીદના પરિવારને આજે સાંત્વના આપી હતી. દેશ માટે બલિદાન આપનાર શહીદના પરિવારની પડખે જિલ્લા વહીવટી અને પોલીસ તંત્ર ખડેપગે છે. કલેક્ટર અને કમિશનરે શહીદના પરિવારને મદદ કરાશે.

એરપોર્ટ ખાતે શહીદના નશ્વરદેહને રાજ્ય સરકાર વતી રાજ્યકક્ષાના મંત્રી યોગેશ પટેલે શ્રદ્ધાંજિલ અર્પી હતી. તેમજ સાંસદ, મેયર, પાલિકાના વિરોધપક્ષના નેતા, શહેર કોંગ્રેસ પ્રમુખ સહિત વિવિધ રાજકીય આગેવાનો, કલેક્ટર અને પોલીસ કમિશનરે શ્રદ્ધાંજલિ આપી હતી. ભારે સન્માન સાથે શહીદના પાર્થિવદેહને ફૂલોથી સજાવેલા સૈન્યના વાહનમાં સયાજી હોસ્પિટલ ખાસે લઇ જવાયો હતો.

વડોદરાના સાંસદ રંજનબેન ભટ્ટે જણાવ્યું હતું કે, ભગવાન વીર શહીદ જવાનની આત્માને શાર્તિ આપે તેવી પ્રાર્થના કરૂ છું. દેશની સુરક્ષા માટે પોતાના પુત્રને મોકલનાર માને હું સલામ કરૂ છું. પોતાના પતિને સુરક્ષા માટે મોકલનાર પત્નીને પણ હું સલામ કરૂ છું. આખા પરિવારને હું અભિનંદન આપુ છું. અને સંજયભાઇ શ્રદ્ધાંજલિ અર્પણ કરૂ છું.

બીજી તરફ, મંગળવારે મોડીરાતે 6 બટાલિયનની ટીમ દ્વારા તિરંગામાં લપેટાયેલા શહીદ સંજય સાધુના દેહને દિલ્હીથી હવાઇ માર્ગે વડોદરા મોકલાયો હતો. એરપોર્ટ ખાતે શહીદને સન્માન આપવાની તૈયારીઓને આખરી ઓપ અપાયો હતો. શહેરના નેતાઓ અને પદાધિકારીઓ સહિત મોટી સંખ્યામાં લોકો એરપોર્ટ ખાતે હાજર રહેશે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન