Vadodara In Corona Positive Patient Died in-Gujarat Total 7 Death
  • Home
  • Corona live
  • વડોદરામાં પ્રથમ શ્રીલંકાથી આવેલા કોરોના દર્દીનું મોત, પરિવારમાં અન્ય 4 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ

વડોદરામાં પ્રથમ શ્રીલંકાથી આવેલા કોરોના દર્દીનું મોત, પરિવારમાં અન્ય 4 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ

 | 8:39 am IST

રાજ્યમાં કોરોના વાયરસના હાહાકાર વચ્ચે આજે એક મોટા માઠા સમાચાર મળી રહ્યા છે. આજે (ગુરુવારે) વહેલી સવારે વડોદરામાં કોરોના વાયરસથી પ્રથમ મોત નિપજ્યું છે. વડોદરામાં 55 વર્ષીય દર્દીનું કોરાનાના કારણે મોતનો શિકાર બન્યું છે. આ ઘટનાને લઈને રાજ્યનું આરોગ્ય વિભાગ થોડીવારમાં જાહેરાત કરશે.

વડોદરામાં થયેલું પહેલા મોતમાં એવા સમાચાર મળી રહ્યા છે કે, આ 55 વર્ષીય દર્દી શ્રીલંકાથી પરત ફરી હતી, ત્યારબાદ તેનો કોરોનાના રિપોર્ટ પોઝિટીવ આવ્યો હતો. ત્યારબાદ મૃતકના પરિવારના 4 સભ્યોનો રિપોર્ટ પણ પોઝિટિવ આવ્યો હતો. આ સાથે જ ગુજરાતમાં કોરોના વાયરસથી મરનારા લોકોનો આંકડો 7 પર પહોંચી ગયો છે.

આ વિશે મળતી માહિતી પ્રમાણે, શ્રીલંકાથી આવેલા વડોદરા દર્દીએ કોરોના સામે લાંબી લડત આપી હતી. જેના બાદ આ ઉંમરલાયક દર્દીનું મોત નિપજ્યું છે. શ્રીલંકાથી આવેલ આ વૃદ્ધને કારણે તેમના પરિવારના ચાર લોકોને કોરોનાના ચેપ લાગ્યો હતો. હાલ આ ચારેય લોકો આઈસોલેશનમાં સારવાર હેઠળ છે. જોકે, પુત્ર અને પુત્રવધૂનો રિપોર્ટ પહેલા પોઝિટિવ આવ્યો હતો અને અને બીજો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે.

અત્રે ઉલ્લેખનીય છે કે, લેટેસ્ટ સરકારી આંકડા મુજબ રાજ્યમાં કોરોના સંક્રમિતોનો કુલ આંકડો 87 પર પહોંચી ગયો છે. પોરબંદરમાં બે અને સુરતમાં એક નવો કેસ નોંધાયો છે. જામનગરની લેબમાં કુલ 9 સેમ્પલ ટેસ્ટ માટે મોકલવામાં આવ્યા હતા. જેમાંથી બે લોકોનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે.

આ બંન્ને કેસ પોરબંદરના છે. એક 27 વર્ષીય યુવતી અને 42 વર્ષના યુવકનો કેસ પોઝિટિવ આવ્યો છે. બાકી તમામ સેમ્પલનો રિપોર્ટ નેગેટિવ આવ્યો છે. તો સુરતમાં એક મહિલાનો રિપોર્ટ પોઝિટિવ આવ્યો છે. આ મહિલા મધ્યપ્રદેશથી સુરત આવી હતી. તો રાજ્યમાં કોરોના વાયરસને કારણે અત્યાર સુધી 7 લોકોના મોત થયા છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન