Vadodara in Drunk husband was asked how many boyfriends before marriage suhagarate
  • Home
  • Baroda
  • કડવો અનુભવ: ‘પતિએ સુહાગરાતે જ પત્નીને પુછયું, લગ્ન પહેલાં કેટલાં હતાં બોયફ્રેન્ડ’

કડવો અનુભવ: ‘પતિએ સુહાગરાતે જ પત્નીને પુછયું, લગ્ન પહેલાં કેટલાં હતાં બોયફ્રેન્ડ’

 | 7:50 am IST

 

શહેરની એક પરિણીતાને સુહાગરાતે જ પતિનો કડવો અનુભવ થયો હતો. શરાબનો નશો કરેલી હાલતમાં બેડરુમમાં આવેલાં પતિએ લગ્ન પહેલા કેટલા બોયફ્રેન્ડ સાથે રિલેશન રાખ્યાં છે. તેવા સવાલો કર્યા હતા શંકાશીલ સ્વભાવના પતિ દ્વારા ગુજારવામાં આવેલા અત્યાચારના કારણે એક વર્ષના લગ્ન જીવનમાં ભંગાણ પડયું હતુ.

હાલમાં પીયરમાં રહેતી પરિણીતાએ ફરીયાદમાં આક્ષેપ કર્યો હતો કે, માંજલપુર વ્રજધામ મંદિર પાસેની સેન્ડલવુડ સોસાયટીમાં રહેતાં તપન જયેશભાઈ શાહ સાથે તા. ૨૮મી એપ્રીલ ૨૦૧૮ના રોજ લગ્ન થયાં હતા.

લગ્ન વખતે પીયરમાંથી ૨૫ તોલા સોનુ, રોકડા ૧ લાખ અને અન્ય ભેટસોગાદો આપી હતી. જે આજે પણ સાસરીયાઓ પાસે છે.   વિવાહીત જીવન દરમિયાન ગર્શાવસ્થા દરમિયાન પણ અત્યાચાર ગુજારવામાં આવતો હતો.

સાસુ સસરાને જાણ કરતાં તેઓ પતિનો સાથ આપતા હતા નિયમીત દવાખાને લઈ જતા નહતા અને પાંચમો મહિનો જતો હતો ત્યારે પહેરેલા કપડે ઘરમાંથી કાઢી મુકી હતી.

ફરીયાદને આધારે મહિલા પોલીસે પતિ તપન જયેશ શાહ, સસરા જયેશ નવનીતલાલ શાહ, સ્વાતીબેન જયેશભાઈ શાહ, (રહે,  માંજલપુર), ભદ્રેશ શાહ, સ્મીતાબેન ભદ્રેશ શાહ (રહે, વાઘોડિયા રોડ) અને જીગ્નેશ મહેતા (રહે, હિમાલયા ફલેટ,વાઘોડિયા રીંગરોડ) સામે દહેજ પ્રતિબંધક ધારા મુજબ એફ.આઈ.આર. નોંધીને તપાસ શરુ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન