Vadodara in Fress Dhokla Distribution Due To BJP Win in LokSabhaElection
  • Home
  • Baroda
  • વડોદરા આખું મોદીમય! ક્યાંક CNG તો ક્યાંક મફ્તમાં ઢોકળા વિતરણ, લાંબી કતારો લાગી

વડોદરા આખું મોદીમય! ક્યાંક CNG તો ક્યાંક મફ્તમાં ઢોકળા વિતરણ, લાંબી કતારો લાગી

 | 12:34 pm IST

લોકસભાની ચૂંટણીમાં દેશની માફક ગુજરાતે પણ વડા પ્રધાન નરેન્દ્ર મોદી પર પોતાનો અતૂટ વિશ્વાસ પુનઃ પ્રસ્થાપિત કર્યો છે. એટલું જ નહીં, 2014ની ચૂંટણીઓમાં નરેન્દ્ર મોદી પાસેથી અપેક્ષાએ ગુજરાતના મતદારોએ જે રીતે તમામ 26 બેઠકો ભાજપને સુપરત કરી હતી. આ સાથે રાજ્યના અલગ અલગ શહેરોમાં ભાજપ અને પીએમ મોદીની ઉજવણી કરવામાં આવી રહી છે.

23મી મેના ચૂંટણીના પરિણામના દિવસે રાજકોટમાં ભાજપના ઉમેદવાર જીતતા જ એક પેટ્રોલ પંપ એસોસિએશનનાં પ્રમુખ ગોપાલ ચુડાસમાએ સીએનજી રીક્ષામાં મફતમાં ગેસ આપવાનું શરૂ કર્યું હતું. ત્યારબાદ આજે આવી ઉજવણી વડોદરામાં જોવા મળી હતી.

મોદી સરકાર બનવાની ખુશીમાં 800 કિલો ખમણનું મફતમાં વિતરણ કરવામાં આવ્યું હતું. દુકાનદાર આજે સાંજ સુધી મફતમાં ખમણ-ઢોકળાનું વિતરણ કરશે. જેના કારણે તેમના દુકાન બહાર લાંબી લાંબી લાઇનો લાગી છે.

વડોદારમાં પીએમ મોદી અને ભાજપની જીતની અનોખી રીતે ભાજપની જીતની ઉજવણી કરાઇ રહી છે. ભાજપની જીતને પગલે મફ્તમાં ઢોકળાનું વિતરણ કરાઇ રહ્યું છે.

તમને જણાવી દઇએ કે, વડોદરાના કારેલીબાગ વિસ્તારમાં ખમણના વેપારીએ ભાજપની જીતની ખુશીમાં મફ્તમાં ઢોકળાનું વિતરણ કરવાનું નક્કી કર્યું હતું. જેના પગલે લોકોની લાંબી કતાર જોવા મળી હતી.

ઉલ્લેખનીય છે કે, લોકસભાની ચૂંટણીમાં ભાજપે જીત હાંસલ કરવાની સાથે ગુજરાતમાં ફરી ઇતિહાસ રચ્યો છે. ભાજપે ગુજરાતમાં તમામ 26 બેઠકો મેળવી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન