Vadodara In The mother fled, abandoning the big headed 9 month old baby
  • Home
  • Featured
  • ‘જેમ શરીર વધે છે તેમ માથું મોટું થતું જાય છે’, મોટા માથાવાળી 9 મહિનાની બાળકીને ત્યજી દઇને માતા પલાયન થઈ

‘જેમ શરીર વધે છે તેમ માથું મોટું થતું જાય છે’, મોટા માથાવાળી 9 મહિનાની બાળકીને ત્યજી દઇને માતા પલાયન થઈ

 | 8:42 am IST

પાલનપોષણ કરવાના મામલે અસહાય બનતાં

છોટાઉદેપુર જિલ્લાના સંખેડા તાલુકામાં તા. ૧૮- ૮- ૨૦૧૯ ના રોજ નસવાડી સરકારી દવાખાનામાં મોટા માથાવાળી બાળકીનો જન્મ થયો હતો. આ અંગેની જાણ આસપાસના લોકોને થતાં સૌ અચરજ પામ્યા હતાં.

સંખેડા તાલુકામાં વાસણા વસાહત ૨ માં રહેતા કિરણભાઈ તડવીના ઘરે તેમના પત્નીને ડીલેવરી થતા મોટું માથું ધરાવતી બાળકીનો જન્મ થયો હતો. જે અંગે હાજર તબીબઓ એ પણ ચિંતા વ્યક્ત કરી હતી. અને દિવસે ને દિવસે બાળકીનું માથું વધારે મોટું થતાં તેની માતા તેને તરછોડીને પિયર ચાલી ગઇ હતી.

હાલમાં આ બાળકની સારસંભાળ બાળકીના પિતા તથા દાદા-દાદી તેની સારસંભાળ રાખી રહ્યા છે. તેને ઉછેરીને પાલનપોષણ કરીને તેનો ભાર ઉઠાવી રહ્યા છે. આ અંગે બાળકીના પરિવારજનોને કોઈ આરોગ્યલક્ષી જ્ઞાાન ન હોય આરોગ્ય તંત્ર તરફ્થી કોઇ ધ્યાન દોરાય અને માર્ગદર્શન મળે તેની રાહ પરિવારજનો જોઈ રહ્યા છે.

પરિવારજનો ગરીબ હોય અને કોઇ સારવાર કરાવી શકવાની પરિસ્થિતિ મા ન હોય જેથી સરકાર તરફ્થી સહાય મળે તેવી અપેક્ષા રાખી રહ્યા છે. વડદલાના સામાજિક કાર્યકર્તા સુભાષભાઈ વણકર દ્વારા સમગ્ર ઘટનાની વિગતો બહાર આવી તેઓ પણ આ ગરીબ પરિવારને સહાય મળે તેવી અપીલ કરી છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન