You give me a divorce, I have to marry another, husband says leave home
  • Home
  • Baroda
  • તું મને છૂટાછેડા આપી દે, મારે બીજા લગ્ન કરવા છે, કહી પતિએ પત્ની સાથે કર્યું કંઇક આવું!

તું મને છૂટાછેડા આપી દે, મારે બીજા લગ્ન કરવા છે, કહી પતિએ પત્ની સાથે કર્યું કંઇક આવું!

 | 7:40 am IST

  • પરિણીતાની ફરિયાદના આધારે છમ્મ્ના કર્મચારી સામે ગુનો નોંધાયો
  • માતા-પિતાને ફોન કરી કહ્યું કે, પત્ની ઘરમાં હશે ત્યાં સુધી હું ઘરે નહીં આવું

તું મને છુટાછેડા આપી દે, મારે બીજા લગ્ન કરવા છે, જો છુટાછેડા નહીં આપે તો હું જાનવીને રખાત તરીકે રાખીશ, તેવી પત્નીને ધમકી આપી ઘર છોડીને જતાં રહેલા ગાજરાવાડીના પ્રશાંત માળી વિરુદ્વ પોલીસ ફરિયાદ નોંધાઈ છે.

આ બનાવ અંગે પ્રાપ્ત થયેલી જાણકારી અનુસાર શહેરના ગાજરાવાડી વિસ્તારમાં આવેલા ગોકુલનગરમાં રહેતી ૩૧ ર્વિષય પલ્લવીબેનના ૧૦ વર્ષ પહેલા એબીબી કંપનીમાં નોકરી કરતાં પ્રશાંત માળી સાથે લગ્ન થયા હતા. લગ્ન બાદ પલ્લવીબેને એક પુત્રને જન્મ આપ્યો હતો, પરંતુ છેલ્લા છ મહિનાથી પતિનું વર્તન એકદમ બદલાઈ ગયું હતું.

આરોપી પ્રશાંત નજીવી બાબતોએ પત્નીને ગાળો આપી મારઝુડ કરતો હતો. ઘણાં સમયથી પતિ મનફાવે ત્યારે ઘરે આવે છે. થોડા દિવસ પહેલા તેણે પત્નીને, તું મને છુટાછેડા આપી દે, મારે બીજા લગ્ન કરવા છે, તેવી પણ ધમકી આપી હોવાનો આક્ષેપ પોલીસ ફરિયાદમાં થયો છે.

આરોપીએ મારે તેની રાખવી નથી, તું જતી રહે, તેમ કહી પત્નીને ઘરમાંથી ૮ વર્ષના પુત્ર સાથે કાઢી મુકી હતી. જેથી પ્ર્રશાંતને તેના માતા-પિતાએ સમજાવતાં તેમની સાથે પણ અસભ્ય વર્તન કરી આપણે પલ્લવીને રાખવી નથી, તેને છુટી કરવી છે, જો તે છુટાછેડા નહીં આપે તો હું જાનવીને રખાત તરીકે રાખીશ, તેવી ધમકી ઉચ્ચારી હતી.

ત્યારબાદ આરોપી પ્રશાંત જ ખુદ પત્ની – પુત્ર અને માતા – પિતાને છોડી બીજે રહેવા જતો રહ્યો હતો. તેણે માતા-પિતાને ફોન કરી કહ્યું હતું કે, પલ્લવી ઘરમાં રહેશે, ત્યાં સુધી હું ઘરે નહીં આવું. આ બનાવ અંગે પલ્લવી માળી દ્વારા મહિલા પોલીસ મથકે પતિ પ્રશાંત વિરુદ્વ ફરિયાદ નોંધાવવામાં આવી હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન