According to the circular of the High Court, why make ganpati statue of 9 feet high
  • Home
  • Baroda
  • ગણેશજીની 9 ફૂટથી ઉંચી મૂર્તિ બનાવી તો જવું પડશે પોલીસ સ્ટેશન

ગણેશજીની 9 ફૂટથી ઉંચી મૂર્તિ બનાવી તો જવું પડશે પોલીસ સ્ટેશન

 | 3:57 pm IST

વડોદરા પોલીસ વિભાગ દ્વારા ગણેશ મૂર્તિકારોને બોલાવવામાં આવ્યા હતા અને 9 ફૂટથી ઉંચી મૂર્તિ બનાવી તે અંગે કાયદેસરની કાર્યવાહી કરવાની વાત જણાવી હતી. જેને લઈને મૂર્તિકારોએ મૂર્તિ બનાવવાનું બંધ કર્યું હતું.જેને લઈને મૂર્તિકારો સહીત ગણેશ મંડળો પોલીસ ભવન ખાતે એકઠા થયા હતા.

વડોદરા પોલીસ દ્વારા ગત રાત્રીએ અચાનક વડોદરાના દર એક પોલીસ મથક દીઠ મૂર્તિકારોને બોલાવાયા હતા. અને હાઈકોર્ટના પરિપત્ર અનુસાર 9 ફૂટથી ઉંચી મૂર્તિ કેમ બનાવી તેનો જવાબ માંગ્યો હતો.અને મૂર્તિ બનાવવાની કામગીરી બંધ કરવા જણાવ્યું હતું. જેને લઈને આજે મૂર્તિકારો અને ગણેશ મંડળો પોલીસ ભવન ખાતે પોલીસ કમિશનરને રજૂઆત કરવા આવી પહોચ્યા હતા.

તેઓનું કહેવું હતું કે તેઓ ઘણા વર્ષોથી વિશાળ પ્રતિમાઓ બનાવે છે. તો પછી આ વર્ષે કેમ હાઈકોર્ટનો પરિપત્ર બતાવવામાં આવે છે. જો જાન્યુઆરી મહિનામાં જ પરિપત્ર ની વાત કરી આદેશ આપ્યા હોત તો અમે ગણેશ મંડળોના ઓર્ડર લેતા જ નહિ. હવે જયારે મોટેભાગે મૂર્તિઓને આખરી ઓપ અપાઈ રહ્યો હોય તો મૂર્તિનો કેવી રીતે નાશ કરાય.

બીજીતરફ પોલીસ વિભાગનું કહેવું છે કે આ પરિપત્ર હાલનો નથી અને મૂર્તિકારોને આ વિષે ખબર નથી એવું પણ નથી. તેમ છતાં તેઓએ ઉંચી મૂર્તિ બનાવી છે. ઉપરથી આ વખતે સુરસાગરની કામગીરી ચાલતી હોવાથી કુત્રિમ તળાવોમાં વિસર્જનનો પ્રશ્ન છે.પરંતુ જયારે આની સાથે ધાર્મિક આસ્થા જોડાઈ છે. ઉપલા અધિકારીઓ સાથે વાતચીત કરી યોગ્ય કાર્યવાહી કરાશે.