વડોદરા કોર્પોરેશનનું મેગા ડિમોલિશન, 150થી વધુ મકાનો પર ફરશે બુલડોઝર - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • વડોદરા કોર્પોરેશનનું મેગા ડિમોલિશન, 150થી વધુ મકાનો પર ફરશે બુલડોઝર

વડોદરા કોર્પોરેશનનું મેગા ડિમોલિશન, 150થી વધુ મકાનો પર ફરશે બુલડોઝર

 | 1:36 pm IST

વડોદરા કોર્પોરેશન દ્વારા છેલ્લા કેટલાક સમયથી જોરદાર ડિમોલિશન ડ્રાઈવ ચાલી રહી છે. ચૂંટણી પત્યા પછી હવે પરીથી ડિમોલિશન ડ્રાઈવ શરૂ કરાયી છે ત્યારે વડોદરાના માંજલપુર વિસ્તારમાં ગેરકાયદે દબાણો દૂર કરવા કામગીરી હાથ ધરવામાં આવી છે. દરમિયાન બુધવારે માંજલપુર ખાતે આવેલા 150થી વધું કાચા પાકા મકાનો અને 80થી વધું દુકાનો તોડી પાડવાની કામગીરી શરૂ કરવામાં આવી છે.

વડોદરા શહેરને સ્વચ્છ અને સ્માર્ટ સીટી બનાવવા માટે શરૂ કરવામાં આવેલી કવાયતના ભાગરૂપે કોર્પોરેશન દ્વારા હાલમાં રસ્તાની આજુબાજુ આવતા દબાણોને દૂર કરવાનું અભિયાન ચાલી રહ્યું છે. આજે વડોદરા કોર્પોરેશનની દબાણ ટીમ માંજલપુર ખાતે પહોંચી હતી અને ત્યાં કરવામાં આવેલા ગેરકાયદે મકાનો અને દુકાનોને તોડી પાડવાની કામગીરી કરી હતી.

વડોદરામાં દબાણ ખાતાની ટીમ દબાણ કરવા પહોંચી હોવાની ખબર પડતાં જ લોકોએ જાતે જ પોતાના દબાણો દૂર કરવા કામગીરી આરંબી દીધી હતી. લોકો જાતે પણ દબાણ ખાલી કરતા નજરે પડયા હતા.