Vadodara: MS University Student Union Election result
  • Home
  • Baroda
  • વડોદરામાં M.S.યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, કોમર્સ ફેકલ્ટીમાં NSUIની જીત

વડોદરામાં M.S.યુનિવર્સિટી વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર, કોમર્સ ફેકલ્ટીમાં NSUIની જીત

 | 6:39 pm IST

વડોદરાની મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું પરિણામ જાહેર થઈ ગયું છે. કોમર્સ ફેકલ્ટીમાં FGS તરીકે NSUIના કૃપલ પટેલનો વિજય થયો છે. તો લૉ ફેકલ્ટીમાં FGS પદે VVS ગ્રુપના પાર્થ સુરતીનો વિજય થયો છે. આર્ટસ ફેકલ્ટીમાં યુવા શક્તિના અર્જૂન મારવાડીનો GS તરીકે વિજય થયો છે. સાયન્સ ફેકલ્ટીમાં યોગેશ અગ્રવાલનો GS તરીકે વિજય થચયો છે. જ્યારે UGS તરીકે રાકેશ પંજાબીનો વિજય નિશ્ચિત છે.

મહારાજા સયાજીરાવ યુનિવર્સિટીની વિદ્યાર્થી સંઘની ચૂંટણી માટે આજે સવારે 10 વાગ્યાથી મતદાનનો પ્રારંભ થયો હતો. અને 2 વાગ્યા સુધી મતદાન ચાલ્યું હતું. વિદ્યાર્થી સંઘની ચૂંટણીનું 30.03 ટકા મતદાન થયું હતું. જી.એસ. અને વી.પી. સહિત 22 બેઠકો ઉપર પોતાના મનપસંદ ઉમેદવારોને ચૂંટી લાવવા માટે સ્ટુડન્ટ્સ ભારે ઉત્સાહ સાથે મતદાન કરવા માટે કેમ્પસમાં પહોંચ્યા હતા. મતદાન શાંતિપૂર્ણ માહોલમાં થાય તે માટે કેમ્પસમાં ચૂસ્ત પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જોકે મતદાન ખુબ જ ઓછું થયું હતું.

યુ.જી.એસ. પદ માટે 7 ઉમેદવારો વર્તમાન વી.પી. સલોની મિશ્રા, ધ્રુવિલ ભાટીયા, રાકેશ જાટ, રાકેશ પંજાબી, હર્ષિલ પારેખ અને મોન્ટુ સાકરીયા મેદાનમાં હતા. જ્યારે વી.પી. પદ માટે 5 ઉમેદવારો હિના પાટીદાર, પ્રાચી બારોટ, કક્ષા પટેલ, બિનલ ઠાકોર અને પ્રિન્સી પટેલ મેદાનમાં હતા. આ ઉપરાંત વિવિધ ફેકલ્ટીના જી.એસ. અને એફ.આર.ની 22 બેઠક માટે 99 ઉમેદવારો ચૂંટણી મેદાનમાં હતા.

જુઓ આ વીડિયો પણ..

અનોખા સંયોગને લઇને આ વર્ષે રાખડીમાં દેશભક્તિના રંગ જોવા મળ્યા

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન