Vadodara Pavagadh temple trustee Raju Bhatt and CA Ashok Jain molested Loney student
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Featured
  • પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ, CA અશોક જૈને લૉની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, પછી કહ્યું: ઈન્વેસ્ટરને પણ ખુશ કરવો પડશે…

પાવાગઢ મંદિરના ટ્રસ્ટી રાજુ ભટ્ટ, CA અશોક જૈને લૉની વિદ્યાર્થિની પર દુષ્કર્મ આચર્યું, પછી કહ્યું: ઈન્વેસ્ટરને પણ ખુશ કરવો પડશે…

 | 6:35 am IST
  • Share

  • વડોદરાના બે મોટા માથાઓ સામે દુષ્કર્મની ફરિયાદઃ કોર્પોરેટ જગતમાં ચકચાર
  • કેસ દબાવી દેવા માટે સોદામાં ભાગ અને રીઅલ એસ્ટેટની કંપનીમાં CEOની ઓફર કરી
  • મૂળ હરિયાણાની વિર્દ્યાિથનીએ ડિપ્રેશનમાંથી બહાર આવી પોલીસ ફરિયાદ નોંધાવી

શહેરના રેસકોર્સ વિસ્તારમાં ઓફીસ ધરાવતાં ચાર્ટડ એકાઉન્ટન્ટ અને અલકાપુરીના ઈન્વેસ્ટરે તેમની ઓફીસમાં લેન્ડ લો ટ્રેનિંગ પ્રોજેકટનું કામ કરતી પારુલ યુનિર્વિસટીની લો ફેકલ્ટીની ૨૪ વર્ષીય વિર્દ્યાિથનીને હવસનો શિકાર બનાવીને આ પ્રકરણને દબાવી દેવા માટે આજવા રોડની સહારા ઈન્ડસ્ટ્રીઝના સોદામાં ૫૦ ટકા ભાગીદારીની ઓફર કરી હોવાની ફરીયાદ પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં નોંધાવી છે. શહેરના બે મોટા માથાઓ સામે દુષ્કર્મનો કાળો કલંક લાગતા શહેરના કોર્પોરેટ જગતમાં ચકચાર જામી છે.

શહેરના ગોત્રી પોલીસ મથકમાં નોધાયેલી ફરિયાદ મુજબ આજવા રોડના સહારા ઈન્ડસ્ટ્રીઝના પ્રોજેકટની મિટીંગના બહાને સી.એ. અશોક જૈન પીડિતાને મર્સીડીઝમાં બેસાડીને વાસણા રોડ ખાતેના ગેસ્ટ હાઉસ લઈ ગયા હતા. જયાં પેપ્સીમાં કેફી પીણું પીવડાવીને પીડિતાની નશાની હાલતમાં દુષ્કર્મનો પ્રથમ પ્રયાસ કર્યો હતો. જે સફળ નહીં થતાં થોડાક દિવસ પછી પીડિતાના ફલેટ ઉપર પહોંચી ગયા હતા અને માથાના વાળ પકડીને બળજબરી પૂર્વક બેડરુમમાં લઈ જઈને દુષ્કર્મ ગુજાર્યુ હતુ. આ બનાવના લગભગ ૭૨ કલાક પછી ઈન્વેસ્ટર અને પાવાગઢ મંદિરનો ટ્રસ્ટી રાજુ ભટ્ટ(રહે, અલકાપુરી) ફલેટ પર ગયા હતા અને બળજબરીપૂર્વક દુષ્કર્મ આચર્યુ હતુ. આ ઘટનાથી ડિપ્રેશનમાં આવેલી પીડિતા પરીવારની શરણે દિલ્હી પહોંચી હતી. બીજી તરફ દુષ્કર્મના આરોપીઓએ પીડિતાના ન્યુડ ફોટોગ્રાફ વાયરલ કરતાં પીડિતા દિલ્હી સ્ટેશને ઉતરીને તુરંત બીજી ટ્રેન પકડીને ફરીયાદ કરવા વડોદરા આવી હતી અને સી.એ. અશોક જૈન અને ઈન્વેસ્ટર રાજુ ભટ્ટ સામે નામ જોગ દુષ્કર્મની ફરીયાદ નોંધાવી છે.

પીડિતા પારુલ યુનિર્વિસટીની લો ફેકલ્ટીની ૨૪ વર્ષીય વિર્દ્યાિથની છે. મૂળ હરીયાણાની વતની છે. છેલ્લા પાંચ મહિનાથી શહેરના રેસકોર્સ ખાતે મેન લેન્ડ ચાઈના બિલ્ડીંગમાં ઓફીસ ધરાવતાં સીએ અશોક અસ્કરણ જૈન (રહે, રોકડનાથ સોસાયટી, દિવાળીપુરા)ની ઓફીસમાં છેલ્લા પાંચ મહિનાથી લેન્ડ લો ટ્રેનીંગ પ્રોજેકટનું કામ કરતી હતી. મોટા ભાગે ઘરેથી કામ કરતી હતી જયારે પણ મિટીંગ હોય ત્યારે ઓફીસે જતી હતી. આજવા રોડના સહારા ઈન્ડસ્ટ્રીઝની જમીન અશોક જૈન અને રાજુ ભટ્ટ વચ્ચે મિટીંગો ચાલતી હતી.

દિવાળીપુરાના ફલેટમાં દુષ્કર્મના બનાવ બન્યા હતા તે ફલેટ અશોક જૈને જ ભાડે લઈને પીડિતાને રહેવા માટે આપ્યો હતો. આ ફલેટમાં આરોપીઓએ બેડરુમમાં એ.સી.ના પ્લગ પાસે સ્પાય કેમેરા લગાડયા હતા જેના માધ્યમથી તેઓ દુષ્કર્મના દ્રશ્યો રેકોર્ડીંગ કરતા હતા. આ કેમેરા પીડિતાએ જાતે દૂર કર્યા હતા.

રાજુ ભટ્ટ પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટનો ટ્રસ્ટી છે

દુષ્કર્મની ફરીયાદમાં ઈન્વેસ્ટર દર્શાવેલો રાજુ ભટ્ટ નામનો આરોપી બીજો કોઈ નહીં પરંતુ યાત્રાધામ પાવાગઢ ટ્રસ્ટ સાથે સંકળાયેલો છે. પીડિતાએ ગોત્રી પોલીસ સ્ટેશનમાં જે ફરીયાદ નોંધાવી છે તેમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ એમ બંન્ને જણાના મોબાઈલ નંબર પણ જાહેર કર્યા છે. રાજુ ભટ્ટનો જે નંબર જાહેર કર્યો છે તે નંબર પાવાગઢ ટેમ્પલ ટ્રસ્ટના ટ્રસ્ટી રાજુ ભટ્ટનો છે.

પાંચ દિવસ પછી અશોક જૈને પીડિતાને ફોન કર્યો હતો સહારાની ડિલ કરવાની છે તુ તાત્કાલીક ઓફીસે આવી જવા કહયુ હતુ, જે કાંઈ થયુ તે રફા દફા કરી દે સહારાની ડિલમાં હું તને ૫૦ ટકાનો ભાગ આપીશ અને રીઅલ એસ્ટેટની કંપની શરુ કરીને તને સી.ઈ.ઓ.ની પોસ્ટ આપીશ, તુ ફરીયાદ કરીશ નહીં, આ વાતચીતના ૩ દિવસ પછી અશોક જૈન પીડિતાના ફલેટ પર પહોંચે છે.

રાજુ ભટ્ટે તેના મોબાઈલ ફોન નંબર પરથી પીડિતાનો ન્યૂડ ફોટો મોકલ્યો

તા.૧૧મી સપ્ટેમ્બરે રાજુ ભટ્ટે તેના મોબાઈલ ફોન નંબર ઉપરથી પીડિતાનો ન્યુડ ફોટો સેન્ડ કર્યો હતો. આ ફોટો જોઈને હેબતાયેલી પીડિતાએ અશોક જૈનને ફોન કર્યો આ બધુ શું છે ? જેના જવાબમાં જૈને કહયુ કે તુ લેપટોપ લઈને ઓફીસે આવી જા જયાં અશોક જૈને પીડિતાનો ફોન તોડી નાંખ્યો હતો અને બીજા દિવસે એક દુકાનમાંથી રૃ. ૧૨,૫૦૦નો મોબાઈલ ફોન અપાવ્યો હતો. તા. ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૧ના દિવસે સવારે અશોક જૈને પીડિતાને ફોન કર્યો હતો અને ઓફીસ બોલાવી કહયુ હતુ કે, બીજા એક ઈન્વેસ્ટર છે તેને પણ ખુશ કરો જેથી ડિલ થતાની સાથે જ ૫૦ ટકા પ્રોફીટ તને મળી જશે, પીડિતાને ઈનકાર કરતાં અશોક જૈને મોબાઈલ ફોનમાં અશોક જૈન અને રાજુ ભટ્ટના દુષ્કર્મનું રેર્કોિંડગ બતાવ્યુ હતુ હું જે કહુ તે તુ નહીં કરે તો આ વિડિયો અને ફોટા વાયરલ કરી નાંખીશ.  

આ વાતચીત પછી અશોક જૈન અને પીડિતા અકોટા વિસ્તારની સ્કાય ડાઈન હોટલમાં જમવા ગયા હતા. જયાં પીડિતાએ પ્રતિક્રીયા આપી હતી કે જે તમે કહો છે તે નહીં થાય, આ જવાબ સાંભળીને અશોક જૈને કહયુ કે હું તને એક ટ્રેલર બતાવુ છુ અને તેટલી વારમાં પીડિતા ઉપર તેના ફ્રેન્ડ અલ્પેશનો ફોન આવ્યો હતો. જે રીસીવ કર્યો નહતો.હું પોલીસમાં ફરીયાદ કરીશ તેવુ પીડિતાએ જણાવતા અશોક જૈને થપ્પડ મારી હતી અને લેપટોપથી ઘા કર્યો હતો જેના કારણે આંખની નીચેના ભાગમા ઈજા થઈ હતી. દુષ્કર્મના બનાવોથી ડિપ્રેશનમાં જતી રહેલી પીડિતાએ વતન જવાનું મન બનાવ્યુ હતુ અને તા.૧૮મી સપ્ટેમ્બર ૨૦૨૧ના રોજ રેલ મુસાફરી કરીને દિલ્હી જવા નીકળી હતી.

ટ્રેન દિલ્હી પહોંચે તે પહેલા પીડિતાના ફોટોગ્રાફ વાયરલ થયા હતા. દિલ્હી સ્ટેશને ઉતરેલી પીડિતા બીજી ટ્રેન પકડીને વડોદરા આવી હતી અને ગોત્રી પોલીસ સ્ટેશનમાં અશોક જૈન અને રાજુ ભટ્ટ સામે ફરીયાદ નોંધાવી હતી.

અશોક જૈન તેમના પોતાના ઘરેથી ટીફીન લઈને પીડિતાના ફલેટ પર ગયા હતા. જયાં જઈને આપણે સાથે જમીએ તેવો આગ્રહ કર્યો હતો. અચાનક પીડિતાના માથાના વાળ પકડીને બેડરુમમાં લઈ ગયા હતા અને કપડા ફાડીને દુષ્કર્મ આચર્યુ હતુ. આ જોર જબરજસ્તીમાં અગાઉ પગમાં થયેલી ઈજાના કારણે પીડિતા ફર્શ ઉપર ફસડી પડી હતી. કપડા પહેરતી વખતે અશોક જૈન પીડિતાને જણાવ્યુ હતુ કે, ઈન્વેસ્ટર રાજુ ભટ્ટ સાથે પણ રીલેશન રાખીને ખુશ કરી દે તેમ કહીને ચાલ્યા ગયા હતા.

બીજા જ દિવસે ફલેટ ઉપર પહોચેલા રાજુ ભટ્ટે દુષ્કૃત્ય ગુજાર્યું અને ફોટા વાઇરલ કરવાની ધમકી આપી

અશોક જૈન દુષ્કર્મ ગુજાર્યુ હતુ તેના બીજા જ દિવસે રાજુ ભટ્ટ પીડિતાના ફલેટ ઉપર પહોંચી ગયા હતા. ફલેટમાં જતાની સાથે ચા પાણી મળશે તેવુ પીડિતાને પૂછયુ હતુ. ત્યારે પીડિતાએ સાફ ઈનકાર કર્યો હતો.રાજુ ભટ્ટે પીડિતાને બાહોમાં જકડીને પૂછયુ હતુ કે હા કે ના, પીડિતા હિંમતભેર ઈનકાર કર્યો હતો. રાજુ ભટ્ટ ધક્કો મારીને પીડિતાને બેડરુમમાં લઈ ગયો હતો. જયાં ઝપાઝપી દરમીયાન પીડિતાને સરન્ડર થવા માટે ટેલિવિઝન છુટ્ટુ માર્યુ હતુ અને દુષ્કર્મ ગુજાર્યુ હતુ.

ચાલુ મિટિંગમાંથી ઊભા થયેલા અશોક જૈન કેફી પીણાંવાળા બે ગ્લાસ ભરી લાવ્યા

આજથી લગભગ એક મહિના પહેલા અશોક જૈને પીડિતાને ફોન કર્યો હતો અને રાજુ ભટ્ટ સાથે મિટીંગ કરવા મર્સીડીઝ કાર લઈને પીડિતાને લેવા ગયા હતા. બપોરના સમયે પીડિતાને લઈને વાસણા રોડ હેલીગ્રીન એપાર્ટમેન્ટ પહોંચ્યા હતા. જયાં ૭મા માળે સીએનુ ગેસ્ટ હાઉસ છે ચાલુ મિટીંગમાં સીએ ઉભા થઈને રસોડામાં ગયા હતા અને પ્લાસ્ટીકના ગ્લાસમાં પેપ્સી જેવુ પીણું લઈ આવ્યા હતા. મિટીંગ પછી રાજુ ભટ્ટ નીકળી ગયો હતો. અશોક જૈને દુષ્કર્મનો પ્રયાસ કર્યો હતો.

બીજા ઈન્વેસ્ટર છે તેને પણ તારે ખુશ કરવા પડશે, ડીલ થતાંની સાથે તને ૫૦ ટકા પ્રોફિટ મળી જશે

તા.૧૧મી સપ્ટેમ્બરે રાજુ ભટ્ટે તેના મોબાઈલ ફોન નંબર ઉપરથી પીડિતાનો ન્યુડ ફોટો સેન્ડ કર્યો હતો. આ ફોટો જોઈને હેબતાયેલી પીડિતાએ અશોક જૈનને ફોન કર્યો આ બધુ શું છે ? જેના જવાબમાં જૈને કહયુ કે તુ લેપટોપ લઈને ઓફીસે આવી જા જયાં અશોક જૈને પીડિતાનો ફોન તોડી નાંખ્યો હતો અને બીજા દિવસે એક દુકાનમાંથી રૃ. ૧૨,૫૦૦નો મોબાઈલ ફોન અપાવ્યો હતો.

તા. ૧૪મી સપ્ટેમ્બર ૨૦૨૧ના દિવસે સવારે અશોક જૈને પીડિતાને ફોન કર્યો હતો અને ઓફીસ બોલાવી કહયુ હતુ કે, બીજા એક ઈન્વેસ્ટર છે તેને પણ ખુશ કરવા પડશે જેથી ડિલ થતાની સાથે જ ૫૦ ટકા પ્રોફીટ તને મળી જશે, પીડિતાને ઈનકાર કરતાં અશોક જૈને મોબાઈલ ફોનમાં અશોક જૈન અને રાજુ ભટ્ટના દુષ્કર્મનું રેર્કોિંડગ બતાવ્યુ હતુ હું જે કહુ તે તુ નહીં કરે તો આ વિડિયો અને ફોટા વાયરલ કરી નાંખીશ.  

આ વાતચીત પછી અશોક જૈન અને પીડિતા અકોટા વિસ્તારની સ્કાય ડાઈન હોટલમાં જમવા ગયા હતા. જયાં પીડિતાએ પ્રતિક્રીયા આપી હતી કે જે તમે કહો છે તે નહીં થાય, આ જવાબ સાંભળીને અશોક જૈને કહયુ કે હું તને એક ટ્રેલર બતાવુ છુ. કારમાં પાછા જતી વખતે પીડિતાએ હું પોલીસમાં ફરીયાદ કરીશ તેવુ જણાવતા અશોક જૈને થપ્પડ મારી હતી.

નીચે આપેલી લિંક્સ પર ક્લિક કરીને સંદેશ ન્યૂઝ સાથે જોડાઓ.

તમે અમને પર ફોલો કરીને સમાચાર મેળવી શકો છો.

તમારા ફોન પર લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ સૌથી પહેલા મેળવવા માટે હમણાં જ Sandesh ની મોબાઇલ એપ્લિકેશન ડાઉનલોડ કરો