vadodara police kill accused in jail after that he delete every proof
  • Home
  • Featured
  • વડોદરામાં પોલીસે જ શંકાસ્પદ આરોપીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો!, PI સહિત તમામ આરોપીઓ ભાગેડું

વડોદરામાં પોલીસે જ શંકાસ્પદ આરોપીને ઢોર માર મારીને મોતને ઘાટ ઉતાર્યો!, PI સહિત તમામ આરોપીઓ ભાગેડું

 | 12:58 pm IST

રાજ્યમાં ગુનોખોરીને નાથવા માટે ગુજરાત ખડેપગે હોય છે, પરંતુ અમુક કિસ્સાઓમાં પ્રજાની રક્ષક પોલીસ જ ભક્ષક બની જતી હોય છે તેવા કિસ્સાઓ સામે આવતા હોય છે. આવો જ એક કિસ્સો હાલ સામે આવ્યો છે. વડોદરામાં પોલીસકર્મીઓ સામે હત્યાનો ગુનો નોંધાતા પોલીસ તંત્રમાં ખળભળાટ મચી જવા પામ્યો છે. વડોદરાના ફતેગંજના પોલીસકર્મીઓમાં પીઆઈ, પીએસઆઈ અને કોન્સ્ટેબલ સામે હત્યાનો આરોપ લાગ્યો છે.

આ કિસ્સામાં ચોરીના શંકાસ્પદ આરોપીને બાંધીને ઢોર માર માર્યો હતો. ત્યારબાદ મારના કારણે આરોપી બાબુ નિસાર શેખનું મોત નિપજ્યું હતું. ત્યારે પોલીસકર્મીઓએ પોતાના નામે કંઈ ન આવે તેના માટે લાશને સગેવગે કર્યાનો આરોપ લાગ્યો છે. બીજી બાજુ ફતેગંજના પોલીસકર્મીઓમાં પીઆઈ સહિત તમામ આરોપીઓ હાલ ભાગેડું જાહેર કરાયા છે.

આ ઘટનામાં મળતી માહિતી પ્રમાણે, વડોદરાના ફતેગંજ પોલીસે ચોરીના શંકાસ્પદ આરોપીને પોલીસ કસ્ટડીમાં એવો માર માર્યો કે તેમનું મૃત્યું થઇ ગયું હતું. આ ગુનાને છુપાવવા માટે પોલીસે મૃતદેહને પણ સગેવગે કરી નાખ્યો હતો. એટલું જ નહીં પોલીસે શંકાસ્પદ આરોપીને મોતના ઘાટ ઉતાર્યા બાદ પરિવારજનોએ પણ ખોટી માહિતી આપી કે, આરોપીને છોડી મૂકાયો છે. આ ઘટનામાં ભોગ બનનાર વ્યક્તિનું નામ બાબુ નિસાર શેખ હોવાનું સામે આવ્યું છે.

આ ઘટનામાં પોલીસે હત્યાના તમામ પુરાવા પણ નાશ કરી દીધા હતા. બીજી બાજુ ઘટનાને અંજામ આપ્યા બાદ આ કેસમાં PI સહિતના આરોપી પોલીસ કર્મી ફરાર છે. SPએ ફરિયાદી બનીને ગુનો નોંધ્યો છે અને તપાસ હાથ ધરી છે પરંતુ કાયદા રક્ષક જ જો હત્યારા બની જાય અને આવા ગુનાને અંજામ આપે તો કાયદાના રક્ષાની અપેક્ષા કોની પાસે રાખી શકાય. આ ઘટના પરથી અનેક સવાલ ઉપસ્થિત થાય છે.

પોલીસકર્મીઓ હત્યારા બની જાય તો સમાજની શું હાલત થાય?, ચોરીની આશંકાએ આરોપીનો જીવ જાય એટલી હદ સુધી માર માર્યો? જો આવુ જ હોય તો પોલીસકર્મી અને તાલિબાનોમાં શું ફેર રહ્યો? આવી કેટલીય ઘટનાઓ હશે જે સામે નહીં આવી હોય? ચોરીની શંકા હતી તો પૂરતી તપાસ કાયદાની રાહે કેમ ન કરી? તમને કોણે અધિકાર આપ્યો કોઈનો જીવ લેવાનો?

જુઓ આ પણ વીડિયો: અમેરિકા જતા વિદ્યાર્થીઓને કોરોનાના કારણે ઝટકો

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન