Vadodara Police Saved 3 Years Old Girl From Madhya Pradesh
  • Home
  • Featured
  • વડોદરામાં એક પિતાને અજાણ્યા યુવકને આશરો આપવો ભારે પડી ગયો, વેફર આપવાની લાલચે બાળકીનું અપહરણ

વડોદરામાં એક પિતાને અજાણ્યા યુવકને આશરો આપવો ભારે પડી ગયો, વેફર આપવાની લાલચે બાળકીનું અપહરણ

 | 7:56 am IST

વડોદરા શહેરના સેવાસી વિસ્તારની કેનાલ પાસે ઝુપડામાંથી બે દિવસ અગાઉ ૩ વર્ષની બાળકીનું ટેમ્પા ચાલકે વેફર આપવાની લાલચે અપહરણ કર્યું હતું. એલસીબી અને તાલુકાની ટીમને મધ્યપ્રદેશથી બાળકી હેમખેમ મળી આવી હતી. તાલુકા પોલીસે અપહરણના ગુનામાં ટેમ્પા ચાલકને પકડયો છે.

સેવાસી પ્રિયા ટોકીઝ નજીક ઝુપડામાં રહેતી ૩ વર્ષની બાળકીને બે દિવસ અગાઉ ટેમ્પા ચાલક વેફર આપવાની લાલચે તેના ઝુપડામાંથી લઈ ગયો હતો. ગત તા.૨૮મીએ બાળકીના ઝુપડા પાસે ટેમ્પો બગડી જતાં તેના પિતાએ ટેમ્પા ચાલકને ઝુપડામાં આશરો આપ્યો હતો. ટેમ્પા ચાલક લક્ષ્મણ રામસીંગભાઇ મુનીયા (રહે.ભીમકંુડ, થાલા, જી.જાંબુઆ, મધ્યપ્રદેશ) બાળકીના ઝુપડામાં રાતે જમીને સૂઈ ગયો હતો. બીજા દિવસ કારીગરને રિપેરીંગ કરવાના બહાને ટેમ્પા ચાલક ઝુપડામાંથી નિકળ્યો હતો. ૨૯મીએ સાંજે ટેમ્પા ચાલક બાળકીના ઘરે આવ્યો હતો. ત્યારબાદ પિતાની ગેરહાજરીમાં ટેમ્પા ચાલકે વેફર આપવાની લાલચે ૩ વર્ષની બાળકીનું અપહરણ કરી ફરાર થઈ ગયો હતો. પીડિત બાળકીના પિતાની ફરિયાદને આધારે વડોદરા તાલુકા પોલીસે ટેમ્પા ચાલક વિરૃદ્ધ અપહરણનો ગુનો નોંધી તપાસ શરૃ કરી હતી. આ ગુનામાં લોકલ ક્રાઇમ બ્રાન્ચની ટીમ પણ તપાસમાં જોડાઈ હતી.

પોલીસને ટેમ્પા ચાલક મધ્ય પ્રદેશમાં હોવાની માહિતી મળી હતી. ત્યારબાદ તાલુકા પોલીસ અને એલસીબીની ટીમ તપાસ માટે તાત્કાલિક મધ્યપ્રદેશ જવા રવાના થઈ હતી. પોલીસે ટેમ્પા ચાલક લક્ષ્મણ મુનીયાને મધ્યપ્રદેશથી પકડયો હતો અને તેના કબજામાંથી ૩ વર્ષની બાળકી પોલીસને હેમખેમ મળી આવી હતી. વડોદરા તાલુકા પોલીસે લક્ષ્મણ મુનીયાનો કોવિડ-૧૯નો ટેસ્ટ કરાવવા તજવીજ હાથધરી છે.

આ વીડિયો પણ જુઓઃ સુરતમાં સ્મીમેર હોસ્પિટલમાં ઓક્સિજનની વધુ એક ટેન્ક

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન