વડોદરામાં ભરતકામની આડ હેઠળ ચાલતું સેક્સરેકેટ ઝડપાયું, રૂ.12,000 સુધી યુવતીનો હતો ભાવ - Sandesh
NIFTY 10,596.40 -86.30  |  SENSEX 34,848.30 +-300.82  |  USD 68.0050 +0.31
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • વડોદરામાં ભરતકામની આડ હેઠળ ચાલતું સેક્સરેકેટ ઝડપાયું, રૂ.12,000 સુધી યુવતીનો હતો ભાવ

વડોદરામાં ભરતકામની આડ હેઠળ ચાલતું સેક્સરેકેટ ઝડપાયું, રૂ.12,000 સુધી યુવતીનો હતો ભાવ

 | 7:02 pm IST

પશ્ચિમ બંગાળથી સ્વરૂપવાન યુવતીઓને લાવી ભાડાના મકાનમા ભરત કામ કરવાના બહાને રાખી દેહવેપાર ચલાવામાં આવતો હતો. ભરતકામની આડમાં ચાલતા દેહવેપારનો શહેર એસઓજી ટીમે પર્દાફાશ કરી નાખી ત્રણ દલાલોની ધરપકડ કરી, કુલ 7 જેટલી પરપ્રાંતિ સ્વરૂપવાન યુવતીઓને દેહવેપારના ધંધામાંથી છુટકારો અપાવ્યો છે. જોકે સમગ્ર મામલે વડોદરા મહિલા પોલીસ સ્ટેશન ખાતે ગુનો નોંધી સેક્સ રેકેટના મુખ્યસૂત્રધાર મુલ્લા કરીમ અહુદલી ફરાર થઇ ગયો હોવાથી પોલીસે તેની શોધખોળ હાથ ધરી છે. સેક્સ રેકેટમાં ગ્રાહક પાસેથી એક યુવતીના રૂ.4000 થી રૂ. 12000 સુધી વસુલવામાં આવતા હતા.

vlcsnap-7204-05-15-21h48m34s826

20થી 24 વર્ષની યુવતી સાથે ચાલતો હતો દેહવ્યાપારનોં ગોરખધંધો
બનાવ અંગેની મળતી માહિતી અનુસાર, વડોદરા શહેરના છાણી વિસ્તારમાં આવેલા સમર્પણ ટેનામેન્ટ ખાતે એક વરસ અગાઉ કોલકત્તાના મુલ્લા કરીમ અહુદલીએ એક મકાન ભાડે રાખ્યું હતુ. અને તેનો સાગરીત અબ્દુલ વહાબ દિવાન કોલકત્તાથી 20થી 24 વર્ષની ઉમરની સ્વરૂપવાન યુવતીઓને વડોદરા લાવી ભાડે રાખેલા મકાનમાં રાખી દેહવેપાર કરાવતો હતો. જેમાં સ્વરૂપવાન યુવતીઓને લેવા મુકવા માટે વિજેન્દ્ર ગુપ્તા અને અબ્દુલ વહાબ દિવાન સર્વીસ પુરી પાડતો હતો.

ભરતકામના આડ હેઠળ ચલાવતો હતો સેક્સરેકેટ
છેલ્લા એક વર્ષથી છાણી સ્થિત સમર્પણ ટેનામેન્ટમાં ભાજે મકાન રાખી દેહવેપાર ચલાવતા દલાલોએ કોઇને ગોરખ ધંધાની ગંધ ન આવે તે માટે એક કિમિયો અપનાવ્યો હતો. જેમાં તેઓ ઘરના ડ્રોઇંગ રૂમમાં એક ખાટલો પાથરી રાખતા, અને જ્યારે પણ કોઇ ગ્રાહકો આવે ત્યારે ખાટલા પર સાળીયો પાથરી દેતા અને યુવતીઓને ભરત કામ કરવા બેસાડી દેતા હતા. જેથી આસપાસમાં રહેતા લોકોને લાગતું કે ભરત કામનું કામ ચાલે છે. જેથી ભરત કામની આડમાં દેહવેપાર ચાલતો હોવાની ગંધ સુધ્ધા કોઇને ન આવે.

એક યુવતીના રૂ.4000થી લઇને રૂ.12,000 વસુલાતા હતા
સ્વરૂપવાન યુવતીઓનુ દલાલો દ્વારા રેટ કાર્ડ બનાવમાં આવ્યું હતુ. જેમાં તેઓ એક પ્રોગ્રામ ઘરમાં કરવા માટે રૂ 4 હજારની રકમ વસુલત અને યુવતીઓને બહાર મોકલવા માટે રૂ 8 હજાર અને એક નાઇટના માટે રૂ. 12 હજાર વસુલવામાં આવતા હતા. જોકે આ અંગેની શહેર એસઓજીને મળતા છટકુ ગોઠવવામાં આવ્યું અને ડમી ગ્રાહક મોકલવામાં આવ્યો હતો. જ્યાં ગ્રાહકને સમજાવી સમર્પણ ટેનામેન્ટમાં મોકલવામાં આવ્યો, તે સમયે ઘરમાં ત્રણ દલાલો બિજેન્દ્ર ઉર્ફે વિજય ગુપ્તા રહે, કલ્પવૃક્ષ સોસા. છાણી, અબ્દુલ વહાબ અઝીઝ ઉલ દિવાન રહે, 24 પરગાણા પશ્ચિમ બંગાળ અને અબ્દુલ હૈ ઓમેદઅલી રહે, 24 પરગણા પશ્ચિમ બંગાળનાઓ હાજર હતા.

પોલીસની રેડમાં ત્રણ દલાલો સાથે સાત યુવતીઓ પકડાઈ
ગ્રાહક આવતાની સાથે ત્રણે દલાલોએ સાત જેટલી સ્વપરૂવાન યુવતીઓને ડ્રોઇંગ રૂમમાં મુકેલા ખાટલા પર ભરત કામ કરવા બેસાડી અને રૂ. 4 હજાર સ્વીકારતાની સાથેજ એસઓજીને સીંગલ મળતા રેઇડ કરવામાં આવી હતી. જેથી ત્રણે દલાલોને ઝડપી પાડવામાં આવ્યાં હતા. જ્યારે સાંત જેટલી યુવતીઓને દેહવેપારના ધંધામાંથી છુટકારો અપાવામાં આવ્યો હતો. પોલીસ ઝડપાયેલા ત્રણે દલાલો પાસેથી પાંચ મોબાઇલ ફોન, બે ટુ-વ્હિલર વાહનો તેમજ કોન્ડમના પેકેટ મળી કિલ રૂ. 98,920નો મુદ્દમાલ કબજે કર્યો છે. બનાવને પગલે મહિલા પોલીસ સ્ટેશન ખાતે ટ્રાફીકીંગનો ગુનો નોંધી ત્રણે દલોલોની ધરપકડ કરી દેહવેપાર ચલાવનાર મુખ્યસૂત્રધારને ઝડપી પાડવા પોલીસે તજવીજ હાથ ધરી છે.

કેવી રીતે ચાલતું હતી સેક્સ રેકેટ
જ્યારે પણ ઇચ્છુક ગ્રાહકો આવે ત્યારે સ્વરૂપવાન યુવતીઓને ખાટલા પર ભરત કામ કરવા માટે બેસાડી તેની પસંદગી કરાતી અને પસંદ કર્યા બાદ તેનો નક્કી કરેલો ભાવ લેવામાં આવતો હતો. રૂમ પર આવાના અનુકુળતા ન હોય તો દલાલો વોટ્સપના માધ્મથી સ્વરૂપવાન યુવતીઓના હોટ પોઝવાળા ફોટો મોકલી આપતા અને જેને પણ યુવતી પસંદ પળે તેના નક્કી કરેલા ભાવ ચૂકવી તેને ગ્રાહક દ્વારા જણાવેલ સરનામે ડીલેવરી કરી આપતા હતા.