vadodara-sitting In 2014 PM Modi spent 50 lakhs to win seat
  • Home
  • Baroda
  • 2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીએ વડોદરા બેઠક જીતવા કેટલો ખર્ચો કર્યો હતો, જાણો વિગતે

2014ની લોકસભાની ચૂંટણીમાં મોદીએ વડોદરા બેઠક જીતવા કેટલો ખર્ચો કર્યો હતો, જાણો વિગતે

 | 8:56 am IST

લોકસભાની ચૂંટણીમાં ઉમેદવારોને પ્રચાર માટે મહત્તમ રૂ. ૭૦ લાખનો ખર્ચ કરવાની છૂટ છે.  જોકે ૨૦૧૪ની ચૂંટણીમાં ગુજરાતમાં ભાજપ, કોંગ્રેસ કે અન્ય પક્ષના એકપણ ઉમેદવારે આ મર્યાદા જેટલો ખર્ચ કર્યો ન હતો.  વડોદરાથી લોકસભાની ચૂંટણી લડનાર PM નરેન્દ્ર મોદીએ રૂ.૫૦ લાખ ચૂંટણી ખર્ચ કર્યો હતો.

ભરૂચ બેઠકના ભાજપના ઉમેદવાર મનસુખ વસાવાએ સૌથી વધુ રૂ.૬૭.૩૧ લાખ ખર્ચ્યા હતા. પંચ સમક્ષ અપાતા ખર્ચના હિસાબો અનુસાર રૂ.૫૦ લાખથી વધુ અને ૬૦ લાખથી ઓછો ખર્ચ ભાજપના ૧૧ અને કોંગ્રેસના માત્ર ૩ સભ્યોએ જ કર્યો હતો. એનસીપીના એક સભ્યે રૂ.૫૦ લાખથી વધુનો ખર્ચ કર્યો હતો.

કોંગ્રેસના બે સભ્યો તો રૂ.૧૦ લાખથી ઓછો ખર્ચ કરી ચૂંટણી લડયા હતા. આ સિવાય અન્ય કેટલાક અપક્ષ ઉમેદવારોએ તો રૂ.૧૫થી ૨૦ હજાર ખર્ચ્યાનું પંચ સમક્ષ જાહેર કર્યું હતું.

અત્રે ઉલ્લેખનીય છે કે ચૂંટણી લડવા પાછળ ઉમેદવારો કરોડો રૂપિયાનો ખર્ચ કરતા હોય છે. પરંતુ જે ખર્ચ નજરે પડે અને ઓન રેકોર્ડ કરવો પડે તેમ હોય તે ખર્ચ જ ઉમેદવારો ચૂંટણીપંચ સમક્ષ રજૂ કરતાં હોય છે. જેને કારણે કુલ ખર્ચ ૭૦ લાખની મર્યાદાથી વધતો નથી.

કોંગ્રેસના આ નેતાઓએ ૫૦ લાખથી વધુ ખર્ચ કર્યો છતાં હારનો સામનો કરવો પડયો

બેઠક                   ઉમેદવાર                       પક્ષ                    ખર્ચ

સાબરકાંઠા           શંકરસિંહ વાઘેલા       કોંગ્રેસ                   ૬૫,૫૯,૮૪૩

ભરૂચ                   જયેશભાઈ પટેલ        કોંગ્રેસ                  ૬૦,૨૪,૦૧૮

પોરબંદર             કાંધલ જાડેજા             એનસીપી             ૫૮,૯૧,૯૭૩

આણંદ                  ભરતસિંહ સોલંકી       કોંગ્રેસ                  ૫૩,૦૦,૬૪૬

ભાજપના આ નેતાઓ ચૂંટણીમાં ૫૦ લાખ ખર્ચીને સાંસદ બન્યા

વડોદરા                નરેન્દ્ર મોદી                     ભાજપ                  ૫૦,૦૩,૫૯૮

ભરૂચ                   મનસુખ વસાવા                ભાજપ                ૬૭,૩૧,૨૮૦

કચ્છ                   વિનોદ ચાવડા                   ભાજપ                ૫૫,૭૧,૬૩૮

બનાસકાંઠા          હરિભાઈ ચૌધરી                 ભાજપ               ૫૧,૨૪,૭૯૮

પાટણ                 લીલાધર વાઘેલા                ભાજપ              ૫૭,૫૨,૩૩૯

સાબરકાંઠા          દીપસિંહ રાઠોડ                   ભાજપ              ૫૪,૧૫,૦૮૮

રાજકોટ              મોહન કુંડારિયા                  ભાજપ               ૫૪,૧૮,૨૫૮

અમરેલી             નારણ કાછડિયા                 ભાજપ               ૫૨,૧૨,૮૫૨

ભાવનગર          ભારતીબહેન શિયાળ           ભાજપ               ૫૦,૯૬,૬૭૮

પંચમહાલ          પ્રભાતસિંહ ચૌહાણ             ભાજપ                ૫૪,૬૫,૩૪૧

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુકટ્વીટરઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ ફોલો કરી શકો છો.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન