Vadodara traffic rules Poice and common man interaction video viral
  • Home
  • Videos
  • Featured Videos
  • VIDEO: ‘તમે બધાં અહીં હેલ્મેટના નામે ધંધો કરો છો’ વડોદરાના માણસે પોલીસને ખખડાવ્યાં..!!

VIDEO: ‘તમે બધાં અહીં હેલ્મેટના નામે ધંધો કરો છો’ વડોદરાના માણસે પોલીસને ખખડાવ્યાં..!!

 | 5:24 pm IST

વડોદરા શહેરના ક્લાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસે ટ્રાફિક નિયમન કરવાની કામગીરી વેળાએ એક યુવાનની બાઈક જપ્ત કરતા તેના પિતાએ રોડ પર બેસી જઈ વિરોધ નોંધાવ્યો હતો. વાહનોની અવર જવર વાળા રોડ મુખ્ય માર્ગ પર આધેડ બેસી જતા ઉતેજના વ્યાપી ગઈ હતી. સોમવારે બનેલી આ ઘટનાના પગલે રાવપુરા પોલીસે પિતા-પુત્રની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરી હતી.

સમગ્ર ઘટનામાં જોવા જઈએ તો પહેલી નવેમ્બરથી ફરી અમલી બનેલા ટ્રાફિકના નવા નિયમોનો વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા કડક અમલ શરૂ કરવામાં આવ્યો છે. વડોદરા શહેર ટ્રાફિક પોલીસ તંત્ર દ્વારા શહેરના જુદા જુદા જુદા જન્કશનો ઉપર ટીમો ગોઠવી દેવામાં આવી છે. ટીમો દ્વારા નિયમોનો ભંગ કરનાર વાહન ચાલકો પાસેથી સ્થળ પર દંડની વસુલાત કરવામાં આવી રહી છે.

ત્યારે સોમવારે શહેરના ક્લાઘોડા સર્કલ પાસે ટ્રાફિક પોલીસ રાબેતા મુજબ તેમની કામગીરી કરી રહી હતી. તે દરમિયાનમાં એક બાઈક સવાર યુવાન જલ્પેશ શાહને અટકાવી વાહન અંગેના જરૂરી દસ્તાવેજોની ચકાસણી કર્યા બાદ ટ્રાફિક નિયમનનું ક્યાંક ઉલ્લંઘન થતું જણાઈ આવતા ટ્રાફિક પોલીસ દ્વારા યુવાનની બાઈક જપ્ત કરાતાં યુવાને આ બનાવની જાણ કરતા તેના પિતા તુષાર ભાઈને કરતા તેવો સ્થળ પર દોડી આવ્યા હતા અને બાઈક પાછી આપો એવી બુમો મારવા લાગ્યા.

ટ્રાફિક પોલીસ કર્મીઓને જણાવી રોડ પર બેસી જઈ હંગામો મચાવ્યો હતો અને ટ્રાફિકના કાયદાનો વિરોધ કર્યો હતો. પોલીસ કામગીરીમાં અવરોધ ઊભો કરનાર જલ્પેશ અને તેના પિતા તુષારભાઈ શાહની ધરપકડ કરી કાયદેસરની કાર્યવાહી હાથ ધરાઈ હતી.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન