વડોદરા: મહિલાદર્દી સાથે ડૉક્ટરની કામલીલાના 25 વીડિયો થયા વાઇરલ - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા: મહિલાદર્દી સાથે ડૉક્ટરની કામલીલાના 25 વીડિયો થયા વાઇરલ

વડોદરા: મહિલાદર્દી સાથે ડૉક્ટરની કામલીલાના 25 વીડિયો થયા વાઇરલ

 | 4:48 pm IST

ભગવાનનો બીજો અવતાર મનાતા વડોદરાના એક ડોક્ટરનો મહિલા દર્દીઓ સાથે કામલીલા મનાવતા 25 જેટલા વિડીયો વાયરલ થયા છે. શહેર નજીક આવેલા ગામમાં પ્રેક્ટીસ કરતા આ તબિબના મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માનતા વિડીયો વાયરલ થતા, તેઓ ભૂગર્ભમાં ઉતરી ગયો છે.

પ્રાપ્ત માહિતી પ્રમાણે શહેરના ગોત્રી રોડ ઉપર આવેલી એક ટાઉનશિપમાં રહેતા એક ડૉક્ટર વડોદરા નજીકનાં ગામમાં જનરલ પ્રેક્ટીસ કરે છે. આ ડોક્ટર સારવાર માટે આવતી મહિલા દર્દીઓને પોતાની પ્રેમજાળમાં ફસાવે છે. અને તે બાદ તેઓ સાથે પોતાના ક્લિનીકમાં જ સેક્સલીલા માણે છે.

આ ડોક્ટરે આ ગામની 6 જેટલી મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણી હોવાનું કહેવાય છે. જેમાં 7 મહિલાઓનો સમાવેશ થાય છે. અને આ ડોક્ટરના સેક્સલીલા માણતા વિડીયો વાયરલ થતાં તેઓ રાતોરાત ભૂગર્ભમાં ઉતરી ગયા છે.

એવી પણ માહિતી મળી છે કે, એક માસ ડૉક્ટરનાં વિડીયો વાયરલ થયા બાદ ડોક્ટરને ગામ છોડવાનો વખત આવ્યો છે. પોતાની પાપલીલાના વિડીયો વાયરલ થયા પછી પણ આ ડોક્ટરે પુનઃ ગામમાં પોતાનું ક્લિનીક શરૂ કરવાનો પ્રયાસ કર્યો હતો. પરંતુ, ડોક્ટરને ગામ લોકો પોતાના ઉપર રોષે ભરાયા હોવાની ગંધ આવી જતાં તેઓએ પુનઃ પોતાની ક્લિનીક શરૂ કરવાની હિંમત કરી ન હતી. અને છેલ્લા 1 માસથી તેઓ લાપતા થઇ ગયા છે.

સંદેશ ન્યૂઝ દ્વારા આ ડૉક્ટરને તેઓના સેક્સલીલાના ફરતા થયેલા વિડીયો અંગે પૂછપરછ માટે તેઓના મોબાઇલ ફોન ઉપર સંપર્ક કર્યો હતો. પરંતુ, તેઓનો સંપર્ક થઇ શક્યો ન હતો.