મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા કરતો લંપટ ડો.પ્રતિક જોશી પડકાયો, હવે ખુલશે અનેક રહસ્યો - Sandesh
NIFTY 10,936.85 -82.05  |  SENSEX 36,323.77 +-217.86  |  USD 68.6000 +0.08
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Baroda
  • મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા કરતો લંપટ ડો.પ્રતિક જોશી પડકાયો, હવે ખુલશે અનેક રહસ્યો

મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા કરતો લંપટ ડો.પ્રતિક જોશી પડકાયો, હવે ખુલશે અનેક રહસ્યો

 | 11:52 am IST

વડોદરાના અનગઢના લંપટ ડોક્ટરની આખરે ધરપકડ થઈ છે. ડો.પ્રતિક જોશીને નંદેસારી પોલીસે મહીસાગરથી ઝડપી પાડ્યો છે. મહીસાગરના વેલવાળિયાથી ડૉ. પ્રતિક જોશીની ધરપકડ કરવામાં આવી છે. મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા કરતા ડો. પ્રતિક જોશીના વીડિયો વાઈરલ થયા હતા. આ કેસમાં પોલીસે કમ્પાઉન્ડર સહિત ડે.સરપંચની પણ ધરપકડ કરી હતી. ત્યારે હવે ડૉ. પ્રતિક જોશીની પૂછપરછમાં વધુ ચોંકાવનારા ખુલાસા થશે.

અનગઢના ક્રિષ્ણા ક્લિનીકમાં મહિલા દર્દી સાથે ગંદી હરકત કરતા ડો.પ્રતિક જોશીના અનેક વીડિયો વાઈરલ થયા હતા. ગોત્રીના ક્રિષ્ણા ટાઉનશીપમાં રહેતા ડો.પ્રતીક જોશીની મહિલા દર્દીઓ સાથે સેક્સલીલા માણતો વીડિયો વાઈરલ થયા હતા, જેના બાદ એક પીડિતાએ તેની સામે દુષ્કર્મની ફરિયાદ નોંધાવી હતી. જેના બાદ ડોક્ટર ભૂર્ગભમાં ઉતરી ગયો હતો. પોલીસે ડોક્ટરના વતન અને સાસરી અને ગોત્રી ખાતેના મકાનમાં પોલીસે તપાસ કરતા ખંભાતી તાળા મળ્યા હતા.

પોલીસે ડોક્ટરના મહિસાગર જિલ્લાના વેલણવાડી ગામે આવેલા વતનના ઘરે અને ગાંધીનગર વૃંદાવન સોસાયટીમાં આવેલી સાસરીમાં તપાસ કરી હતી. પરંતુ તેના કોઈ જ સગડ મળ્યા ન હતા.