Vadtal's Ghanshyam Prakash Shastri parted ways with his 13 followers
  • Home
  • Featured
  • વડતાલ ગાદીના લંપટ ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી મામલે ફરી ખળભળાટ મચ્યો, 13 અનુયાયી સંતોએ કર્યું એવું કામ કે….

વડતાલ ગાદીના લંપટ ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રી મામલે ફરી ખળભળાટ મચ્યો, 13 અનુયાયી સંતોએ કર્યું એવું કામ કે….

 | 7:02 am IST

સૃષ્ટિ વિરૂદ્ધના કૃત્યના પ્રકરણમાં આરોપી લંપટ ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીની  મુશ્કેલીઓમાં વધારો થઇ રહ્યો છે. તેઓનો ભાંડો ફુટયા બાદ વિવાદ વધુ વકર્યો  છે. ઘનશ્યામ શાસ્ત્રીની ગુરૂકંઠી પહેરનાર  તેઓના કેમ્પના ૧૩ સંતોએ શાસ્ત્રી સાથે છેડા ફાડતા ખળભળાટ મચી ગયો છે. જોકે કંડારીકુળના સંતો  હાલમાં વડતાલ મંદિરના સંતનિવાસમાં વસવાટ કરી રહ્યા  હોવાની વાત સામે આવી છે.

વડતાલ ગાદીના કેટલાક પાખંડી સાધુ સંતોના કારનામાં સમયાંતરે  બહાર આવતા રહે છે. ઘનશ્યામપ્રકાશ શાસ્ત્રીએ સતત  શિષ્ય એવા વેદાંત વલ્લભદાસનું શારિરીક શોષણ કરીને અસહ્ય પાપલીલાઓ આચરીને પવિત્ર એવી મંદિરની ભુમિને પણ કલંકિત  કરવાનુ કૃત્ય કર્યુ છે. 

ઘનશ્યામ શાસ્ત્રીના કરતુતોથી વાજ આવેલા સંતોએ તેઓના  જુથ સાથે છેડા ફાડીને અલગ ચોકો રચ્યો છે. તેઓના કૃત્યથી  વ્યથિત સંતોએ શાસ્ત્રી સાથેના સંબંધ, સંપર્ક સદાય માટે  તોડી નાંખવા મન બનાવ્યુ છે. લોયાધામમાં  હવે ઘનશ્યામશાસ્ત્રી કોઇને મ્હોં  બતાવવા લાયક રહ્યા નથી.

છતાં તેઓના કરેલા કર્મોનો ચહેરા ઉપર જરાય પસ્તાવો વર્તાતો નથી. ગુરૂના એકપણ લક્ષણો ન હોવા છતાં સંપ્રદાયમાં સત્સંગીઓની આંખમાં ધુળ નાંખી પાપ આચરનાર ઘનશ્યામશાસ્ત્રીને ૬૦ સંતો અને  પાર્ષદોએ ગુરૂ બનાવ્યા છે.

ગુનેગારને પણ શરમાવે તે રીતે શાસ્ત્રીએ ઉચ્ચ ધર્મસ્થાને બિરાજ્યા હોવા છતાં પોતાના મલિન ઇરાદાઓ અને કુદૃષ્ટિથી શિષ્ય સમુદાય, સેવારત સંતો અને અનુયાયીઓના સંતાનોને જાળમા ફસાવી શારિરીક શોષણ કરી  પોતાના વાસના સંતોષી છે. પરંતુ હવે તેની મુશ્કેલીમાં વધારો થઈ રહ્યો છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને ફેસબુક, ટ્વીટર, ટેલીગ્રામ, ઇન્સ્ટાગ્રામ અને યુ ટ્યુબ પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandeshની નવી મોબાઇલ એપ્લિકેશન