વડોદરા : સોડાની દુકાન પર નજીવી બાબતે થયેલ તકરારે લીધો કોમી રૂપ - Sandesh
  • Home
  • Baroda
  • વડોદરા : સોડાની દુકાન પર નજીવી બાબતે થયેલ તકરારે લીધો કોમી રૂપ

વડોદરા : સોડાની દુકાન પર નજીવી બાબતે થયેલ તકરારે લીધો કોમી રૂપ

 | 9:56 am IST

બુધવારે મોડીરાત્રે વાઘોડિયા ગામમાં કોમી અથડામણ થતાં ઉત્તેજના વ્યાપી જવા પામી હતી. મોડી રાત્રે સોડાની દુકાન પર નજીવી બાબતે થયેલી તકરાર બાદ બે કોમના ટોળા સામસામે આવી ગયા બાદ પથ્થરમારો થતાં નાસભાગ મચી હતી. તોફાનીઓએ કેટલાક વાહનોની તોડફોડ કરીને નુકશાન પહોંચાડ્યું હતું. વાઘોડિયા પોલીસે સ્થળ પર પહોંચીને પરિસ્થિતિ પર કાબુ મેળવવાનો પ્રયાસ કર્યો હતો.

જો કે ટોળુ બેકાબૂ બનતાં વડોદરાથી એલ.સી.બી, એસ.ઓ.જી સહીતનો પોલીસ કાફલો સ્થળ પર પહોંચ્યો હતો. આ ઘટનામાં 8 જેટ્લાં લોકોને નાની મોટી ઈજાઓ થવા પામી હતી. જેમને નજીકની હોસ્પિટલમાં સારવાર માટે ખસેડવામાં આવ્યા હતા.

ઘટના વાઘોડિયામાં આવેલ જય અંબે ચોકડી પાસે બની હતી. જ્યાં બે મિત્રો વચ્ચે નજીવી બાબતે બોલા ચાલી થઈ હતી. જેને અચાનક જ ધાર્મિક રૂપ ધારણ કરી લીધું હતું અને હિન્દુ-મુસ્લિમ વચ્ચે વિવાદ શરૂ થઈ ગયા હતા.જે પછી બંને તોડા સામ સામે આવી ગયા હતા. જેમાં કેટલાંક અસામાજિક તત્વો દ્વારા ધાર્મિક સ્થળો પર પત્થર મારો કરવામાં આવ્યો હતો. તેમજ લારી ગલ્લાની પણ તોડફોડ કરવામાં આવી હતી.

જે પછી કોઇ પણ અનિચ્છનીય ઘટનાન ન બને તેથી વાઘોડિયા પોલિસ તરફથી ચાપ્તો બંદોબસ્ત ગોઠવી દેવામાં આવ્યો હતો. જો કે સ્થિતિ વણસતી અટકાવવા વડોદરાથી એલ.સી.બી તેમજ એસ.ઓ.જી નો સ્ટાફ સહીત ડભોઇથી પણ પોલીસ કાફલો વાઘોડિયા ખાતે મોકલાયો હતો. મોટી સંખ્યામાં પહોંચેલા પોલીસ કાફલાએ ઘટનાસ્થળે પહોંચીને ટોળાઓને વિખેવાની કામગીરી હાથ ધરી હતી. મોડી રાતસુધી પોલીસ દ્વારા પેટ્રોલિંગ જારી રખાયું હતું.