Vaibhav Taneja, Venkatarangam Shriram, David Festin selected as MD in Tesla India
1.6M
1M
1.7M
APPS
  • Home
  • Business
  • ટેસ્લાની ભારતમાં એન્ટ્રી: ટેસ્લા ઈન્ડિયામાં વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ, ડેવિડ ફેસ્ટિનની MDપદે વરણી

ટેસ્લાની ભારતમાં એન્ટ્રી: ટેસ્લા ઈન્ડિયામાં વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ, ડેવિડ ફેસ્ટિનની MDપદે વરણી

 | 7:40 am IST
  • Share

વિશ્વના સૌથી અમીર વ્યક્તિ અને ટોચના બિઝનેસમેન એલન મસ્કની ઔઇલેક્ટ્રિક કાર તૈયાર કરતી કંપની ટેસ્લાની ભારતમાં એન્ટ્રી થઈ ચૂકી છે. તેમણે ટેસ્લા ઇન્ડિયા મોટર્સ એન્ડ એનર્જી પ્રાઇવેટ લિમિટેડ નામે નોંધણી કરાવી છે. કંપનીના ડિરેક્ટર પદે વૈભવ તનેજા, વેંકટરંગમ શ્રીરામ તેમ જ ડેવિડ જોન ફેસ્ટિનની વરણી કરવામાં આવી છે. ફેસ્ટિન ટેસ્લામાં ગ્લોબલ સિનિયર ડાયરેક્ટર ટ્રેડ માર્કેટ એક્સેસ છે. કંપની ભારતમાં મોડલ થ્રી લોન્ચ કરી શકે છે. વર્ષના પ્રથમ ત્રિમાસના અંતમાં તેની ડિલિવરી શરૂ થઈ શકે છે.

ટેસ્લાના સીઇઓ એલન મસ્કે ગયા વર્ષે એક ટ્વિટમાં જણાવ્યું હતું કે તેમની કંપની ૨૦૨૧માં ભારતીય બજારમાં પ્રવેશ કરશે. મસ્કે એક ટ્વિટના જવાબમાં કહ્યું હતું કે તેમની કંપની નિશ્ચિત પણે આગામી વર્ષે પ્રવેશ કરશે. હવે તે જાહેરાત સાકાર થઈ ચૂકી છે.

કંપની ભારતમાં લકઝરી ઇલેક્ટ્રિક કાર ઉત્પાદન અને વેપાર કરશે. ટેસ્લાએ પ્રથમ કાર્યાલયની બેંગ્લોરમાં નોંધણી કરાવી છે. તે બેંગ્લુરૂ ખાતે રિસર્ચ એન્ડ ડેવલપમેન્ટ યુનિટ શરૂ કરીને પરિચાલન શરૂ કરશે. કર્ણાટકના મુખ્યપ્રધાન યેદિયુરપ્પાએ ટેસ્લાના આગમનનું સ્વાગત કર્યું છે. ટેસ્લાએ ૮ જાન્યુઆરીએ બેંગ્લુરૂ ખાતે નોંધણી કરાવી હતી.

અમેરિકી કંપની ટ્રાઈટોન પણ ભારતમાં ઈલેક્ટ્રિક કાર લાવશે

ટેસ્લના ભારતમાં આગમન સાથે અમેરિકાની વધુ એક કંપનીએ પણ ભારતમાં ઈલેક્ટ્રિક કાર લાવવાની જાહેરાત કરી દીધી છે. અમેરિકી કંપની ટ્રાઈટોન દ્વારા આગામી સમયમાં ઈકાર લોન્ચ કરવાની જાહેરાત કરાઈ છે. તે ઈલેક્ટ્રિક સેડાન એન-૪ લોન્ચ કરવાની છે. તે ૫૦૦થી ૭૦૦ કિ.મીની રેન્જ ધરાવતી કાર છે.

નીચે આપેલી લીંક પર ક્લિક કરીને જોડાઓ સંદેશ ન્યૂઝ સાથે.

તમે અમને પર પણ લાઇક અને ફોલો કરી શકો છો.

લેટેસ્ટ ન્યૂઝ અપડેટ્સ તમારા ફોન પર સૌથી પહેલા મેળવવા માટે આજે જ ડાઉનલોડ કરો Sandesh ની નવી મોબાઇલ એપ્લિકેશન